SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ સવા નવ માસ પૂર્ણ થતાં રાણીએ એક રાત્રીમાં તેજસ્વી પુત્રને જન્મ આપે. મહારાજા મંગલ વધામણીની આતુરતાથી રાહ જોતા હતા ત્યાં મહારાણીની મુખ્ય દાસીએ ઉત્સાહપૂર્વક ઝડપથી રાજા પાસે આવીને પુત્ર જન્મની શુભ વધામણી આપી. આ સાંભળીને જિતારી રાજાને આનંદનો પાર ન રહ્યો. એમનું હૈયું હર્ષથી નાચી ઊઠયું. રાજાએ વધામણી દેવા આવનાર દાસીને પુત્ર જન્મની ખુશાલીમાં માથે એક મુગટ રાખીને પિતાના શરીરે પહેરેલા બધા કિંમતી આભૂષણે બક્ષીસમાં આપી દીધા. મહારાજાને ત્યાં પુત્રને જન્મ થયે તે સમાચાર વાયુવેગે આખી ઉજજૈની નગરીમાં પ્રસરી ગયા. નગરજનોએ તે દિવસે ઘેર ઘેર મિષ્ટાન્ન બનાવ્યા ને રાજપુત્રને જન્મ મહોત્સવ ઉજવ્ય. જિતારી રાજાએ પુત્રજન્મની ખુશાલીમાં આખા નગરના ગુરુકુળમાં ને શાળાઓમાં મીઠાઈ વહેંચાવી. યેગીઓ અને ફકીરને રાજરસોડે જમાડ્યા. ગુરૂ ભગવંતોને ભાવથી ગૌચરી વહેરાવી. રાજદરબારમાં કર્મચારીઓનું ને અનુચરોનું ગ્ય બહુમાન કર્યું. વિદ્વાન પંડિતો તેમજ શાસ્ત્રીઓને ઉચિત ઈનામ આપ્યા. જન્મટીપની સજા ભોગવનાર જેલીઓથી માંડીને બધાને મુક્ત કર્યા. પિંજરામાં પૂરાએલા પશુ પક્ષીઓને મુક્ત કર્યા. તે દિવસે કસાઈખાના બંધ કરાવ્યા. આ રીતે દશ દિવસ સુધી રાજાએ પુત્ર જન્મને મહત્સવ ઉજવ્યો. બારમા દિવસે સૌ સ્વજનો, નેહીઓ, સંબંધીઓ તેમજ નગરના પ્રતિષ્ઠિત અને મુખ્ય માણસોની હાજરીમાં રાણુંએ સ્વપ્નમાં તેજસ્વી સૂર્ય જે હતો તેથી બાળકનું નામ ભીમસેન પાડયું. પુણ્યવાન આત્મા છે ને ખૂબ તેજસ્વી છે એટલે તે સૌને વહાલો લાગે છે. અનેક દાસ દાસીઓ એને ઉછેરવા માટે રાખ્યા હતા. રાજા-રાણીને તે હૈયાને હાર જે વહાલો છે. કુમારને જોઈને તેઓ ખૂબ હર્ષઘેલા બની જતા. એને ખૂબ વહાલથી રમાડતા ને કાનમાં નવકારમંત્ર પણ સંભળાવતા હતા. આ રીતે સુખમાં ઉછરતે ભીમસેનકુમાર બે વર્ષને થયે. સોનારૂપાના રમકડે રમવા લાગે. મુખેથી કાલુકા બેલવા લાગ્યા, ત્યાર બાદ શું બને છે. સ્વપ્નનું ફળ પૂછતાં મહારાણુ” :- ભીમસેન બે વર્ષને થયે ત્યાર પછી ગુણસુંદરી રાણી એક વખત શાંત ચાંદની રાત્રે સુખશય્યામાં પોઢેલા હતા ત્યારે રાત્રિના છેલા પ્રહરે એક સ્વપ્ન જોયું. સ્વપ્ન પૂરું થતાં રાણીજી જાગી ગયા. પિતે જોયેલું સ્વપ્ન શ્રેષ્ઠ છે એમ સમજીને પહેલી વખતની જેમ ધર્મારાધના કરવા લાગ્યા. જ્યારે મહારાજા જાગૃત થયા ત્યારે રાણજી તેમની પાસે ગયા ને વિનયપૂર્વક હાથ જોડીને ઉભા રહ્યા. રાજાએ આગમનનું કારણ પૂછયું એટલે રાણીએ બે હાથ જોડીને કહ્યું–હે સ્વામીનાથ ! આજે મેં રાત્રિના છેલ્લા પ્રહરે સ્વપ્નમાં રૂઆબથી ઉભેલા અને જાણે આખા જગતને પડકાર કરતા હોય એવા વનવિહારી મૃગેન્દ્રને જે એને જોતા હું જાગી ગઈ અને આ સ્વપ્ન શુભ છે એમ સમજીને સામયિક 'કરી નવકારમંત્રને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy