SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ગરીબી હઠાવી રહ્યા છે. આગળના રાજાએ ન્યાયથી રાજય ચલાવતા ને પ્રજાને પૂરે સંતોષ આપતા, તેથી પ્રજા રાજાને પ્રભુ તુલ્ય ગણતી હતી. ડેશીમાએ રણજિતસિંહ મહારાજાને પારસમણિ તરીકે પ્રખ્યાત ક્ય. બંધુઓ! પારસમણિ તે પથ્થર છે. એ તે લેબંડને સુવર્ણ બનાવે છે. આ માનવદેહ પણ પારસમણિ સમાન છે. એને જે અસદુપયેગ કરતા આવડે તે આત્મા મોક્ષના મહાન સુખ મેળવે છે. આપણે ઉત્તરાધ્યયન- મૂત્રના તેરમા અધ્યયનની વાત ચાલે છે. તેમાં આજે મુખ્ય વાત એ હતી કે સંસાર સુખ માટે તમે ધર્મ ન કરે. તમે તમારા મનથી વિચાર કરો કે જે વિષયસુખની લાલસાથી ધર્મ કરે છે તે કેની આરાધના કરે છે? વિષયસુખની લાલસા એ પામે છે અને વિષયસુખની લાલસાને આધીન બની જઈને . ધર્મને .વિષયસુખનું સાધન બનાવી દેવું એ ઘેર પાપ છે. વિષયસુખની લાલસાથી કરેલા ધર્મથી કદાચ, દેવલેક મળી જાય તે પણ એની કિંમત ન આંકે, કારણ કે વિષયસુખની લાલસાથી કરાયેલા ધર્મથી પુણ્યાનુંબંધી પુણ્ય બંધાતું નથી, પણ એ પુણ્ય મામાનુબંધી હોય છે. હવે પાપાનુબંધી પુણ્ય એટલે શું? પાપાનુબંધી પુણ્ય એક • પ્રકારનું પુણય તે છે પણ તેનાથી નીપજતા પરિણામની અપેક્ષાએ તે બહુ ભયંકર ગણાય છે. એ પુણયથી જે સુખ મળે તે ભોગવટા દરમ્યાન, એવી આત્મપરિણતિ રહે કે પ્રાય: કરીને ઘણાં અશુભ કર્મો બંધાયા કરે. - દેવાનુપ્રિયે! પાપાનુબંધી પુણ્યથી મળતા સુખને માણસ જોવે છે પણ તેની . પાછળની દુર્ગતિના પરિણામને જેતે નથી તે અજ્ઞાન છે. પાપાનુબંધી પુણ્યના ભેગે દેવલોક મળી જાય એમાંના નથી પણ એક દેવલોક પાછળ રહેલા પરિણામને તે જુઓ. માની લો કે જેમ વિષમિશ્રિત દૂધ હોય પણ એમાં સાકર, બદામ, પિસ્તા, કેસર, ઈલાયચી. વગેરે મસાલો નાંખેલો હોય તે એ પીતા મીઠું લાગે કે નહિ ? ઝેરવાળા લાડવા ખાતા મીઠા લાગે કે નહિ ?.લાગે, પણ એ મીઠાશની કિંમત શી ? એ મીઠાશ તે અંતે. મારનારી છે ને ઘડીભર મોઢું મીઠું લાગે, પેટ ધરાયેલું લાગે. પણ જ્યાં ઝેરની અસર શરીરમાં વ્યાપે એટલે કમેતે મરે કે બીજું કંઈ થાય? મરતા પહેલા એ વેદના કેટલી ન ખેંચાઈ જવી વિગેરે પીડા થાય ને એ ભયાનક વેદના જે અનુભવે તે જાણે અથવા જ્ઞાતી, જાણે. એ રીતે દેવલોકની પ્રાપ્તિ પેલી મીઠાશ જેવી છે. એ મીઠાશની કિંમત આંકે તો દેવલોકની કિંમત અને પાપાનુબંધી પુણ્ય જેમ ભગવાય તેમ જોગવનારા પાપના ભારથી પ્રાય: લદાતે જાય. કેશર, બદામ, પિસ્તા, ઈલાયચી અને સાકર આદિ મસાલાવાળા. વિષમિશ્રિત દૂધની મીઠાશને જોનારો પણ તે વિષમિશ્રિત છે એમ જાણવા છતાં માત્ર તેની મીઠાશને જોઈ તે પીવાથી નીપજતા પરિણામને નહિ જેનારે જેમ ક્ષુદ્ર દષ્ટિવાળો અજ્ઞાન કહેવાય તેમ દુન્યવી વિષય સુખે માટે ધર્મ કરનારને પાપાનુબંધી પુણ્યના ગે મળતા દેવલોકને જેનારે પણ પાછળના
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy