SearchBrowseAboutContactDonate
Page Preview
Page 997
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૨ શારદા રત્ન લળી લળીને વંદન કરવા લાગ્યા અને મધુર વચનોથી સ્તુતિ કરતા કહે છે, અહો મહાત્મા! હે દયાસિંધુ ! હે ક્ષમાસાગર ! ધન્ય છે ધન્ય છે તમને! ધન્ય છે તમારી માતાને! સંતાને સારા નીકળે તો માતા-પિતાને પણ ધન્યવાદ અપાય. ઈન્દ્ર કહે છે કે હે સંયમીસાધક ! હે કૃપાસિંધુ ! આપે તે સંસાર છોડ્યો તો બરાબર છોડી જાય. આપને શ્રદ્ધાથી ડગાવવા મેં ઘણું પ્રયત્નો કર્યા પણ આપ શ્રદ્ધાથી જરાપણ ચલિત ન થયા. આપ મારે અપરાધ ખમજો. નમિરાજર્ષિના પવિત્ર દર્શનથી જાણે અમૃતની ધારા પડતી હેય તેમ એકી નજરે તેમના તરફ જોઈ રહ્યા, અને ફરી વાગ્ધારા છૂટી. અત્યાર સુધી જે વાગ્ધારા છૂટી હતી તે રાજર્ષિને ચલિત કરવા અને તેમને હરાવવા માટે હતી, પણ હવે તે મુનિને ધન્યવાદ આપી ક્ષમા માંગતી વાગ્ધારા છૂટી. હે પ્રભે ! હવે મારી સઘળી દલીલો ખૂટી ગઈ. મારો અવિનય–અપરાધ થયો હોય તે મને ક્ષમા આપજે. હે અદ્દભૂત શક્તિના ધણી ! મારો અપરાધ ખમજે. આપ તે બધું જાણે છે એટલે હવે મારે વધુ કહેવાની જરૂર નથી. હું આપના સંયમની કસોટી માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો હતો. બીજા લોકો કરતાં બ્રાહ્મણ અને તે પણ વૃદ્ધ અને શાસ્ત્ર બ્રાહ્મણની દલીલ સાંભળવાથી કદાચ મારી વાત મંજુર કરાવી શકીશ, એમ સમજીને હું આવ્યો હતો. વિદ્વાને વિદ્વતાવાળી દલીલથી ઠગાય છે. આપ લક્ષ્મીની લાલસાથી કે સ્ત્રીઓના હાવભાવથી અને પત્નીઓના તથા પરિવારના કરૂણ રૂદનથી ભીંજાયા નહિ પણ વિદ્વાનની વાકચાતુરીથી ડગી જશે એમ સમજીને મેં ઘણી ચાલાકી ચલાવી. રાજર્ષિ ! મેં મિથિલા બળતી બતાવી એ કાલ્પનિક હતી. મેં જેને બળતી બતાવી, ખરતી બતાવી, જેના કટ-કિલા ખંડેર થતાં બતાવ્યા અને અંતેઉર કરૂણ સ્વરે ના જાશે...ના જાશો-ના પોકાર કરતું રડતું સંભળાવ્યું. આપના વૈરાગ્યની પરીક્ષા કરવા માટે મેં આ બધા ધમપછાડા કર્યા પણ ક્યાં આપનું વિશાળ જ્ઞાન-દર્શનચારિત્ર અને ક્યાં મારી શુષ્ક, અજ્ઞાન દલીલ ! ક્યાં આપનું સંપૂર્ણ આત્મિક વીર્ય અને કયાં મારી તુચ્છ દૈવી શક્તિ ! ખરેખર આત્મિક શક્તિ આગળ બધી શક્તિઓ તુચ્છ ને શુષ્ક છે! હું હાર્યો ને આપને વિરાગ વિજેતા બન્યા. ભગવાન નમિ ! મને ક્ષમા કરે! મને માફ કરો ! આ પ્રમાણે ઈન્દ્ર રાજર્ષિની સ્તુતિ કરી. હજુ સ્તુતિ કરતા આગળ શું કહેશે તેને ભાવ અવસરે. ચરિત્ર: લક્ષમીદત્ત શેઠ શુભાને કહે છે શુભ ! તું કિશોરને સ્વીકાર કર, મીઠા શબ્દોથી તેની સાથે વાત કર, તે તેને અડધો રોગ મટી જશે. સાચું કહું તો તેને દવા કરતા પ્રેમની વધુ જરૂર છે. તું એને બોલાવીશ તે એ દવા પણ કરશે. તારા સતીતવના પ્રભાવે એને જરૂર સારું થઈ જશે. તને આ વાતને કાંઈ ખ્યાલ નથી. તે દીર્ઘદૃષ્ટિથી વિચાર નથી કરતી પણ એકાંતમાં બેસીને વિચાર કરજે કે તું કિશોરની પાસે, જતી નથી, એને બોલાવતી નથી તેથી કેટલે અનર્થ થાય છે! તું વિચાર કરીશ તો તને તારા કર્તવ્યનું ને તારી ફરજનું ભાન થશે. તું ઉત્તમ કુળની, સંસ્કારી મા-બાપની
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy