SearchBrowseAboutContactDonate
Page Preview
Page 996
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રહે ૮૯૧ ષ્ટિ અને નિમરાજના આત્મભાવ ઉપર ઈન્દ્ર આશ્ચર્યચકિત થઇ ગયા. નિમરાજિષ એ ચારિત્રમાં કેટલી અડીખમતા બતાવી ! હવે ઈન્દ્રરાજ થાકયા. અરે, આટલા બધા વિરાગ ! વિરાગની એ ચિરાગના અજવાળા કેટલા બધા સ્થિર કે એ ઝૂઝવવા મેં ભયકર વા–વટાળ વિકુર્ગા, તા ય એ વધુ પ્રકાશિત બનતા ગયા. વાવટાળ અડીએને ઓલવી શકે, દાવાનળને નહિ. વાવટાળ જેમ વધતા જાય તેમ દાવાનળ વધતા જાય અને તેનો વિસ્તાર પણ વિશાળ બનતા જાય. ઈન્દ્રના મનમાં થયું કે સુવર્ણમાં જે સેાનું નહિ પણ માત્ર પીળા રંગ જુએ. હીરા-માણેકમાં ફ્કત એનુ ચિત્ર નિહાળે, સૌ નીતરતી નારમાં જેને બેડાળ વૃક્ષના દન થાય, સ્વીચ મહેલામાં જેને ઈંટ, માટી અને ચુનાનું મિશ્રણ ઢેખાય એવા રાજર્ષિના વિરાગની પરીક્ષા કરનાર હુ વળી કાણુ ? ખરેખર એમની જીત થઈ ને મારી હાર થઈ. તેમના મનમાં આટલું વિચાર્યું", પછી શુ કર્યું તે હવે બતાવે છે. अवउज्झिउण माहणरूव विउव्विउण इन्दत्तं । વૅવફ ઝમિથુન્તો, રૂમાહિ મદુરાદિ ખા ત્યાર પછી ઈન્દ્ર બ્રાહ્મણના રૂપના ત્યાગ કરીને ઉત્તર વૈક્રિય રૂપની લબ્ધિ દ્વારા પેાતાનુ ચથા ઈન્દ્ર સ્વરૂપ બનાવીને આ મધુર વચનાથી સ્તુતિ કરતા થકા મિરાજષિ ને વંદન કરે છે. આ ગાથામાં શાસ્ત્રકાર એ ભાવ ખતાવે છે કે જે ધર્માંમાં દૃઢ શ્રદ્ધાવાળા છે તેવા આત્માઓને દેવા પણ વન કરે છે. “ તેવા ત્રિતો નર્તનમ્સ ધર્મો સા મળેા ।” જેનું મન હંમેશા ધર્મોમાં લીન છે, જે સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઓતપ્રોત છે, અહિંસા, સયમ, તપ રૂપ ધર્મમાં જેની સતત રમતા છે તેના ચરણામાં દેવો પણ નમસ્કાર કરે છે. નમસ્કાર શાથી કરે છે. જે સભ્યષ્ટિ દેવો છે તેમને અવિરતીનુ બંધન ખટકે છે. ગમે તેટલા વૈભવ હાય, શક્તિ હાય, બુદ્ધિ હાય પણ તે એક નવકારશી પ્રત્યાખ્યાન પણ કરી શકતા નથી. તે તાકાત, શક્તિ મનુષ્યમાં છે તેથી દેવો તેમના ચરણેામાં વંદન નમસ્કાર કરે છે. અનુત્તર વિમાનથી મેાક્ષ કેટલું નજીક છે છતાં દેવા ત્યાંથી સીધા મેાક્ષમાં જઈ શકતા નથી. વિચાર કરીએ તે દેવાની એટલી શક્તિ છે કે એક ચપટી વગાડીએ એટલા સમયમાં દેવ જબુદ્વિપને ફરતા સાત આંટા મારી આવે, છતાં તે સીધા જઈ શકતા નથી. મેાક્ષમાં જવા માટે તે તેમને મનુષ્યલાકમાં માતાના ગર્ભામાં આવવું પડે, ને દુઃખે, વેઠવા પડે, પછી ચારિત્ર લેવું પડે ત્યારે જીવ મેાક્ષમાં જઈ શકે. વિરતી વિના વીતરાગ દશા પ્રાપ્ત થાય નહિ, તેથી સમકિતી દેવેાને અવિરતી ખટકતી હોય છે, એટલે તે વિરતીધરને દેખે છેત્યાં તેમનું માથું ઝૂકી જાય છે. જ્યારે ઇન્દ્ર કાઈ પણ પ્રકારથી નમિરાજષિને તેમના વિશુદ્ધ ભાવાથી, ચારિત્રમાથી રતિભાર પણુ ચળાવી ન શકયા ત્યારે તેમણે ઉત્તર વૈક્રિયરૂપ લબ્ધિ દ્વારા પેાતાના નકલી બ્રાહ્મણ રૂપના ત્યાગ કરીને મૂળ રૂપ ઈન્દ્રનુ ધારણ કર્યુ... અને તેમના ચરણામાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy