________________
ટ૬૦
શારદા રત્ન એક ગરીબ દુખી માણસ ચાલ્યો જતો હતો, ત્યાં દેવનું વિમાન નીકળ્યું. આ ગરીબ માણસને જોઈને દેવીને દયા આવી. દયાળુ દેવી દેવને કહે છે, આ માણસ બિચારો બહુ દુઃખી છે. તમે એના પર કૃપા કરી ને એને સુખી કરે. તમારી દષ્ટિ એના પર પડે તે ય કામ થઈ જાય. દેવ કહે હું એને ગમે તેટલું આપીશ તે પણ એની તૃષ્ણ પૂરી થવાની નથી. દેવી કહે તમે આપો તો ખરા ! દેવ કહે ભલે. દેવ માણસના રૂપમાં તેની પાસે આવ્યો ને કહ્યું, તું દુઃખી છે, હું તને સુખી કરવા આવ્યો છું. તું તારી ઝોળી ધર. તેમાં હું સોનામહોરો નાંખું છું. તારી ઝોળી તેનાથી ભરી આપીશ પણ જે તેમાંથી ભય પર પડશે તે તે બધી ધૂળ થઈ જશે.
દેવે તો ગરીબ માણસની ઝોળીમાં સોનામહોરો નાંખવા માંડી. તેની ઝોળી તે સાવ જીર્ણ કપડાની છે. દેવ તેમાં નાંખે જાય છે. ઝેળી ભરાવા આવી તે પણ બસ કહેતો નથી. તેના મનમાં થાય છે કે હજુ થોડી વધુ મળે તો સારું, તેથી દેવને નાંખવા દે છે, તેની ઝોળી જુની હતી, સોનામહોરોનું વજન પડતાં ઝોળી ફાટી ગઈ. ને સોનામહોરી નીચે પડતાં તે બધી ધૂળ થઈ ગઈ, પછી તેના મનમાં પસ્તાવો થવા લાગ્યો કે મેં બસ કહ્યું હોત તો સારું હતું. મારા લોભનું પરિણામ છે. પછી તે ખૂબ પસ્તાવો થયે, પણ પાછળને પસ્તાવો શા કામને? માનવીને જેમ જેમ લાભ મળતો જાય તેમ તેમ લોભ વધતું જાય છે. “ના ચાર તા હો રાફી સોદો પારૂઢ ” જેમ મળતું જાય તેમ તેની તૃષ્ણ વધતી જાય છે, માટે જ્ઞાની કહે છે કે જેની તૃષ્ણા નાની હોય એ નાનો દરિદ્રી એને મોટી તૃષ્ણા હોય એ માટે દરિદ્રી. - જેની પાસે પૈસા ઓછા હોય એને દરિદ્રીમાં ન ગણી શકાય, અને જે સંપત્તિના સાગર પર તરત હોય એને ધનવાન ન માની શકાય. જેને તૃષ્ણાને છેડો ફાડી નાંખે છે તે ધનવાનનું બિરૂદ પામવાને યોગ્ય ગણાય. અને જેનામાં તૃષ્ણાની માત્રા વધુ ને વધુ હોય એને મોટામાં મોટા દરિદ્રી તરીકે કલ્પી શકાય. તૃષ્ણાની વિરાટતા દરિદ્રતાને ય વિરાટ બનાવી જાય છે. દરિદ્રતાની માપક લક્ષ્મી નહિ પણ લાલસા છે. માનવ જીવન અનેકવિધ દરિદ્રતાઓના દરિયાઈ વમળો વરચે ઘેરાયેલું છે. તૃષ્ણને સંતે સંતેષીને તે એવો સંતોષ લઈ રહ્યો છે કે મારી દરિદ્રતા ઓછી થઈ રહી છે પણ સંતોષાતી તૃષ્ણા વધુ ને વધુ વિરાટ બનીને માનવને વધુ ને વધુ દરિદ્ર બનાવી રહી છે. આ દરિદ્રતાને દૂર કરવાનો એક ઉપાય છે તે તૃપ્તિ, સંતેષ
જાતજાતની ને તરહ તરહની દરિદ્રતાના દરિયાની અધવચ્ચે અટવાયેલા આપણું જીવન રૂપી જહાજને ઉગારવું હોય તે એનું સુકાન સંતેષના હાથમાં સંપી દઈને જહાજને તૃપ્તિના કિનારા તરફ વાળવું જોઈએ. જેની પાસે એકાદ ફૂટી કોડી પણ ન હોય પણ જો એ સંતેવી છે તે એ ધનવાન હોઈ શકે છે, અને જેની પાસે દુનિયાની બધી લત આવીને ઠલવાઈ ગઈ હોય પણ જે એની તૃષ્ણાના તરવરાટ શમ્યા ન હોય તે એ દરિદ્રમાં દરિદ્ર હોઈ શકે છે. તૃષ્ણની એક અવળચંડાઈ એવી છે કે એને સંતોષવા