SearchBrowseAboutContactDonate
Page Preview
Page 964
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૮૫૯ કૈલાસ-સુમેરૂ પર્વતના સમાન સોના ચાંદીના કદાચિત્ અસંખ્ય પર્વત હોય તે પણ તે લભી મનુષ્યની આગળ કાંઈ નથી. અર્થાત્ એનાથી પણ લેભી માણસની ઈચ્છા પૂર્ણ થઈ શકતી નથી, કારણ કે તૃષ્ણા આકાશની જેમ અનંત છે, એની પૂર્તિ થઈ શકતી નથી. ઈન્ડે નિમિરાજને ખજાના ભરવાની વાત કરી ત્યારે નમિરાજ કહે છે કે સોનાચાંદીને સંગ્રહ એ તે નિપ્રોજન છે, કારણ કે એનાથી આત્મશાંતિ મળતી નથી. ધનને સંગ્રહ તે કંઈ ને કંઈ વિદને ઉભા કરે છે. ધનના સંગ્રહથી શાંતિ મળવી મુશ્કેલ છે. લોભી મનુષ્યની આગળ કેલાસ પર્વત જેવડા એક બે નહિ પણ અસંખ્યાત સોના ચાંદીના ઢગલા કરવામાં આવે તે પણ એને તૃપ્તિ થતી નથી. પણ તેની ઈચ્છા અધિક ને અધિક વધતી જાય છે. તૃષ્ણ આકાશ જેટલી અનંત છે. વિજ્ઞાને દરિયાની લંબાઈ, પહોળાઈ ને ઊંડાઈનું માપ કાઢયું પણ કોઈ આકાશની લંબાઈ, પહોળાઈનું માપ કાઢી શક્યા નહિ, તેમ તૃષ્ણાનું માપ નીકળી શકે તેમ નથી. આનંદઘનજી મહારાજ વ્યા છે કે ધરતી જેટલી કરું ખાટલી અને આકાશ જેટલી ક' ચાદર, એમાં જે સંપત્તિ સમાય તેટલી ભી મનુષ્યને આપવામાં આવે તે પણ એની તૃષ્ણ શાંત થતી નથી. જગતના પદાર્થને એક વાર કિંમતી માન્યા, જરૂરી માન્યા અને એના પર રાગ થયો પછી એની ઈચ્છાની પાતાળ સેર ફૂટે છે. એ ઈચ્છાના વહેણ સતત ચાલુ ને ચાલુ રહે છે. ઈચ્છાના મૂળમાં જડની આસક્તિ, આકર્ષણ પેદા થયા તે વધુ ને વધુ મેળવવાની ઈચ્છાને પગભર રાખે છે. એ ઈચ્છા છે ત્યારે માટે કે પદાર્થ પ્રત્યેની આસક્તિને નાશ કરવામાં આવે. આસક્તિ જાય પછી ઈચ્છા રહે ક્યાંથી? એવા ઈરછાના અનંત સાગરમાં તણાઈ ન જવા માટે બાહ્ય તણખલાની પણ કિંમત અને ઈચ્છા નહિ કરવાની. - જ્ઞાની પુરૂષ તે કહે છે કે “ તુ મવતિ રિટ્રી વૃાા વિરાટા” દરિદ્ર એ છે કે જેની તૃષ્ણ વિરાટ છે. કેઈ પ્રશ્ન કરે કે આ દુનિયામાં મોટામાં મોટો દરિદ્ર કોણ? તે તમે તરત કહેશે કે જેની પાસે ઓછામાં ઓછું ધન છે એ સૌથી મોટો દરિદ્ર. તમે બધા પણ લગભગ એ જ જવાબ આપશે. આ જવાબ તમારી દૃષ્ટિએ કદાચ સાચો હશે પણ મહાપુરૂષની દૃષ્ટિએ એ જવાબ તદ્દન વિપરીત છે. તેઓ તો દરિદ્રની ઓળખાણ આપતા કહે છે કે જેની તૃષ્ણ મોટામાં મોટી છે એ મોટામાં મોટો દરિદ્ર. કોડપતિને જે અબ પતિ થવાની તૃષ્ણા હોય તો એ ક્રોડપતિ મોટામાં મોટો દરિદ્રી ગણાય. કેવું ગહન ગણિત! આ વાત તમને જરા વિચિત્ર લાગશે. તમારી દૃષ્ટિએ દરિદ્રતા ઘનના ઓછા વધતા પ્રમાણમાં છે પણ જ્ઞાનીની દૃષ્ટિએ દરિદ્રતાની પારાશીશી તૃષ્ણા છે. જેની તૃષ્ણા રૂપિયાથી સંતેષાઈ જાય એવી હોય એ નાનામાં નાનો દરિદ્રી અને જેની તૃષ્ણાને વિશ્વને ય વૈભવ સંતેષી ન શકે એ અબજોપતિ હોય તે ય મોટામાં મોટો દરિદ્રી. તૃષ્ણાના સરવાળે વધતી જતી દરિદ્રતાનું આ ગણિત ગહન હોવા છતાં સમજવા જેવું છે. દરિદ્રી એ છે કે જે તૃષ્ણાથી ઘેરાયેલું છે અને એથી જેને કંઈ ને કંઈ મેળવવાની ઝંખના છે. તૃષ્ણાથી પ્રેરાઈને જે કંઈ પણ મેળવવા મથે છે એ દરિદ્રી છે. જેનામાં વધુ ને વધુ મેળવવાની તૃષ્ણા હોય એ માટે દરિદ્રી ગણાય.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy