________________
ચારણા રત્ન
૪૯
પ્રકાશ છે અને અજ્ઞાન એ અંધકાર છે. જ્ઞાન એ દિવસ છે અને અજ્ઞાન એ રાત છે. જ્ઞાન દિવ્ય પ્રકાશ રૂપ છે. શબ્દોના અર્થ અને ભાવાથી ખૂબ આગળ ખૂબ ઊંડાણુમાં જઈને એના પરમાને જ્યારે આત્મા પામે છે ત્યારે એ અપૂર્વ જ્ઞાનાનંદ અનુભવે છે. સ્વદર્શન એટલે જૈન દર્શન અને પર દર્શનના સિદ્ધાંતેાની તારતમ્યતા અને ગુણવત્તા એને સ્પષ્ટ સમજાય છે. અનુભવીઓએ જ્ઞાનના ત્રણ ભેદ બતાવ્યા. શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન, અને ભાવનાજ્ઞાન. આગમસૂત્રેા અને તેના અર્થ ગ્રહણ કરવા અને તેને અંતરમાં સ્મૃતિના ભંડારમાં ભરવા તેનું નામ શ્રુતજ્ઞાન. સ્મૃતિના ભંડારમાં ભરેલા સિદ્ધાંતાના જ્ઞાનને નય–પ્રમાણથી કસીને બુદ્ધિગમ્ય કરવા તે ચિન્તાજ્ઞાન અને બુદ્ધિગમ્ય કરેલા સિદ્ધાંતાને આત્મસાત્ કરી એના પરમાના પ્રકાશ પામવા તે ભાવનાજ્ઞાન. જ્ઞાનની સાચી મસ્તી ભાવના જ્ઞાની માણી શકે છે.
સાચું જ્ઞાન કર્યું ? :—જેમ વિજ્ઞાનમાં બતાવવામાં આવ્યું છે કે અમુક જાતના ખારાકમાંથી અમુક વિટામીન મળે છે. એ. બી. સી. ડી. ઇ. આદિ વિટામીનના ભેદ છે. તેમ આધ્યાત્મિક દૃષ્ટિએ વિટામીન E એટલે Eucafion એજયુકેશન એટલે જ્ઞાન. જ્ઞાનના એ પ્રકાર છે. એક ભૌતિક જ્ઞાન અને બીજી આત્મિક જ્ઞાન. આજે ભૌતિક જ્ઞાન ખૂબ વધ્યું પણ ભણતર સાથે ગણતર જોઇએ ને ચડુતર જોઇએ. એ નથી આવ્યું. વિદ્યાર્થી જ્ઞાન મેળવશે ને માત્ર ડીગ્રીના બેજો મગજમાં વધારશે, પણ તેની વર્તુણુંક નહિ સુધારે તા એ સાચુ' જ્ઞાન નથી. જ્ઞાન સાચુ ત્યારે કહેવાય કે જયારે જીવનની અંદર ઉતરે. એ જ્ઞાન આત્માની અનુભૂતિ કરાવે. એક વાર સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, તેા જડ– ચેતનનું ભેદ વિજ્ઞાન થઈ જાય.
જ્ઞાન એ અમૃત છે. સમુદ્રનું મથન કરવાથી અમૃત નીકળ્યુ. પણ જ્ઞાન તે। સમુદ્ર વગર ઉત્પન્ન થયેલ અમૃત છે. આ જ્ઞાન મૃત્યુજય બનાવવાની શક્તિ ધરાવે છે. આત્માની સ્વસ્થતા ઉભી કરે છે. આ અમૃતનું પાન કરનાર અમર બની જાય છે. જ્ઞાન એ અમૂલ્ય રસાયણ છે. અનેક ઔષધાનુ' મિશ્રણ કરીએ ત્યારે રસાયણ અને છે, પણ જ્ઞ'ન રસાયણ ઔષધિ વિનાનુ` રસાયણ છે. પેલુ' રસાયણ કોઈ રાગનેા નાશ કરે કે ન કરે પણ આ રસાયણને જીવનમાં ઉતારશે। તા ભવરાગના નાશ થશે. જ્ઞાનનું રસાયણ પીવાથી કાયરમાંથી વીર અને વીરમાંથી મહાવીર બનશેા. જ્ઞાનનુ' એવુ અશ્વય છે કે જેને કેઈ અપેક્ષા નથી. જ્ઞાનીઓને કાઈના ભય રહેતા નથી. જ્ઞાનને ચાર ભૂરા લૂંટી શકતા નથી. જ્ઞાન તે જેમ વાપરા તેમ વધતુ જાય છે. જ્ઞાન જીવનમાં પ્રકાશ આપનાર છે.
જ્ઞાન અને ધનની સરખામણી :——ધન વારસામાં મળે છે પણ જ્ઞાન વારસામાં નથી મળતું. એની તે પેાતાને સાધના કરવી પડે છે. ધનને સાચવવુ' પડે છે. ત્યારે જ્ઞાન જ્ઞાનીને સાચવે છે. તેની રક્ષા કરે છે. ધન પાપના ઉદય થતાં કયારેક ખલાસ થઈ જાય છે ત્યારે જ્ઞાન કદી ખૂટતું નથી. ધન દુશ્મના ઉભા કરે છે, જ્યારે જ્ઞાન મિત્રો ઉભા કરે છે. ધન મર્યાદિત છે, જ્ઞાન અમર્યાદિત છે. ધનમાં ઘેન છે, જ્ઞાનમાં સતત જાગૃતિ છે. ધનમાં પ્રમાદ છે, જ્ઞાનમાં અપ્રમાદ છે. આત્મિક જ્ઞાન પાસે ભૌતિક જ્ઞાનની કાઈ કિંમત નથી. આત્મજ્ઞાન
૫૪