SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૮ શારદા રત્ન માર્ગ છે. આગમમાં કહેલા પાંચ મહાવ્રતવાળા ચારિત્ર ધર્મરૂપ ચંદ્રની સેળ કળાની એક કળા જેટલી કિંમત પણ બાલ તપ નથી ધરાવતે. કપરા છે એ મહાવ્રત. કપરો તે સંસારત્યાગ છે. મન-વચન-કાયાથી સંસારથી અલિપ્ત થઈને આત્મામાં સ્થિર રહેવું તે કપરું છે. મહાકિંમતી છે. ચારિત્રની ઉત્તમતા જાણનારા વીરલા છે. ચારિત્ર એક એવો હરે છે કે જે બીજા બધા પાષાણ ખંડને કાપી નાંખે છે. સંયમની વિશેષતા બતાવતા કહ્યું છે अपवित्रः पवित्रः स्याद् दासो विश्वेशतां भजेत् । __मूखों लभते ज्ञानानि, मडक्षु दीक्षा प्रसादतः ॥ દીક્ષાના (સંયમના) પ્રભાવથી અપવિત્ર વ્યક્તિ પવિત્ર બની જાય છે. દાસ વિશ્વવંદનીય બને છે અને મૂખ જલદીથી જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, ચારિત્રને આટલે મહાન મહિમા છે. તેની તેલે કઈ આવી શકે નહિ. ચારિત્ર કેટલું ઊંચું છે! લેવાનું મન થાય છે? જિંદગી તે પાણીના પૂરની જેમ ચાલી જાય છે જેટલી જિંદગી બાકી છે તેમાં સાધના કરી લે. આત્માની ઓળખાણ કરી લો. જેણે આત્માને જાણ્યું નથી તેણે કંઈ જાણ્યું નથી. આરબ દેશને એક સોદાગર સુંદર ઘોડો લઈને રજવાડામાં વેચવા માટે આવ્યો. રાજાને ઘોડે ખૂબ ગમી ગયો. રાજાએ કહ્યું તેની કિંમત કેટલી ! દશ હજાર રૂપિયા. ભાઈ! તારા ઘોડામાં એવું તે શું છે કે તું આટલી બધી કિંમત માંગે છે ? સદાગરે કહ્યું, આ ઘડાને એક વાર લગામ ફેરવી દિશા બતાવી દો, પછી એ દોડ્યા કરે, અટકે જ નહિ. રાજા કહે ભાઈ! એવું હોય તે મારું તે આવી જ બને, કારણ કે મારું રાજ્ય પાંચ માઈલના વિસ્તારનું છે, પછી જે ઘડે પાછો ન વળે, ને આગળ દોડે જાય તે પછી હું ક્યાં જાઉં? બીજા રાજ્યના રાજાને ખબર પડે તો મને મારી નાંખે, માટે મારે ઘડે જેઈને નથી. સોદાગર ત્યાંથી બીજા રાજા પાસે ગયો. તેમને ઘડો ખૂબ ગમી ગયે. કિંમત પૂછી તે દશ હજાર રૂપિયા કહી. સેદાગરે ઘડાની ખાસિયત કહી બતાવી. તે રાજાએ કહ્યું, મારા રાજ્યની હદ ૧૦૦૦ માઈલ સુધી છે. હું એવો ઘેડ રાખું તે મારું આખું રાજ્ય ચાલ્યા જવાનો પ્રસંગ આવે, માટે મારે ઘોડે નથી જોઈતો. છેવટે તે સોદાગર ચક્રવર્તિ રાજા પાસે ગયો. જઈને ઘડાની બધી વાત કરી. ચક્રવતિએ તે ઘોડો રાખી લીધે, 'રણ કે તે તે છ ખંડનું અધિપતિપણું ભગવે છે, એટલે ઘોડો દોડી દોડીને દોડે તે પણ કેટલું દોડવાનો ? તેથી ચકવતિએ તે ઘડો ખરીદી લીધો. આ ન્યાય આપીને મહાપુરૂષો આપણને એ સમજાવે છે કે મન એ ઘડે છે. એને જે તરફ વાળો તે તરફ વળે. રાજા જેવા સામાન્ય આત્માઓ તેને કાબૂમાં રાખી શકતા નથી પણ આત્મ-સ્વરૂપને પામેલા ચકવતી સમાન આત્માઓ તેને કાબુમાં રાખી શકે છે, કારણ કે ચક્રવર્તિ રાજાની જેમ તે જાણે છે કે જ્યાં જ્યાં મન જશે ત્યાં મારું સામ્રાજ્ય છે, એટલે મન એના કાબૂમાં રહે છે, માટે જ્ઞાની પુરૂષ કહે છે કે આત્માની પીછાણ કરી લો અને સાધના કરી લે. આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. આજે જ્ઞાનની આરાધના કરવાની છે. જ્ઞાન એ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy