SearchBrowseAboutContactDonate
Page Preview
Page 952
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા ૨ત્ન ८४७ સાધના કયારે પણ કરી શકતા નથી. એવી રીતે કાયાથી બધી ક્રિયાઓ કરવા છતાં ઈર્ષ્યા કે રાગ-દ્વેષથી કલુષિત મનવાળા પણ મોક્ષની સાધના કરી શકે નહિ. મોક્ષની સાધના માટે આ ત્રણે ય જોઈએ, કારણ કે ત્રણે પરસ્પર સાપેક્ષ છે. જે મોક્ષમાર્ગ મેળવવો હોય તે સર્વ પ્રથમ પોતાના જીવન ઉપર અંકુશ લાવવો પડશે, પછી સત્સંગ સહિત મન, વચન, કાયાને સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધનામાં એકતાર બનાવશું તે મોક્ષના સુખને મેળવી શકીશું. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધનામાં એક તાર બનેલા નમિરાજર્ષિને ઈન્ડે કહ્યું કે તમે સંયમ માર્ગે જાવ છો, તે માગ કોણ લે? જે ગૃહસ્થાવાસ ચલાવવામાં કાયર હોય તે દીક્ષા લે. તમે તે શૂરવીર ને ધીર છે, માટે આપ ગૃહસ્થ ધર્મનું પાલન કરો. દીક્ષા લેવાને વિચાર હમણાં છોડી દે, ત્યારે નમિરાજ કહે છે કે ગૃહસ્થ ગમે તેવા પવિત્ર હોય, અમુક અંશે વ્રત–નિયમ કરતા હોય પણ તેઓ સર્વથા પાપથી મુક્ત થયા નથી, તેથી અનેક દિશાનું પાપ રૂપી પાણી તેનામાં પ્રવેશ કર્યા કરે છે. ગૃહસ્થ ધર્મ કરતાં સંયમ ધર્મ અનેકગણો શ્રેષ્ઠ છે. આપ સાંભળે. मासे मासे तु जो बालो, कुसग्गेण तु मुंजए । न सो सुयक्खाय धम्मस्स, कलं अग्घइ सोलसी ॥४४॥ કેઈ બાલ અજ્ઞાની જીવ મા ખમણને પારણે મા ખમણ કરે અને પારણામાં કુશના અગ્રભાગ પર રહે એટલે આહાર કરે તે પણ તે તીર્થકર દેવના કહેલા સર્વવિરતિરૂપ ચારિત્ર ધર્મની સોળમી કળાને પણ પ્રાપ્ત કરી શક્તા નથી. અર્થાત્ સંસારમાં રહેલા બાલજીવોની આટલી મોટી ઉગ્ર તપશ્ચર્યા પણ સર્વ વિરતિ રૂપ ધર્મ આગળ કાંઈ કિંમતમાં નથી. આ ગાથામાં ચારિત્ર ધર્મની શ્રેષ્ઠતા બતાવી છે. ચારિત્ર માર્ગ એ કેટલો શ્રેષ્ઠ માર્ગ છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા અજ્ઞાની મિથ્યાત્વી જવ બાર મહિને એક બે નહિ પણ મા ખમણને પારણે મા ખમણ કરે અને પારણામાં ડાભની અણી ઉપર રહે એટલું ભોજન કરે, એવી આકરી તપશ્ચર્યાઓ જીવનપર્યત કરે છતાં જિનપ્રણીત સૂત્ર તથા સમકિતપૂર્વક શુદ્ધ નિર્મળ ચારિત્ર ધર્મની સોળમી કળાના તોલે પણ ન આવે કારણ કે બાલ જીવોની તપશ્ચર્યા કર્મનિર્જરાના હેતુરૂ ૫ નથી. તેની તપશ્ચર્યા તે દેવકના ભૌતિક સુખે મળે એવા આશયથી થતી હોય છે, તેથી અજ્ઞાન દશામાં કરેલી તપશ્ચર્યા સર્વવિરતિ ધર્મની અપેક્ષાએ કાંઈ કિંમતની નથી. સર્વવિરતિ ધર્મ તે કર્મ નિર્જરા દ્વારા મોક્ષને હેતુ છે. બાલ તપનું વધુમાં વધુ ફળ દેવગતિની પ્રાપ્તિ છે, તેથી ગૃહસ્થાશ્રમમાં સાવધ પ્રવૃત્તિઓ વધુ હોવાથી તે મુમુક્ષુઓ માટે આદરણીય નથી, અને સંયમ માર્ગમાં સાવદ્ય વ્યાપારનો સર્વથા અભાવ હોવાથી તે બધાને માટે ઉપાદેય છે, તેથી હું ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને ચારિત્ર માગે જવા કટિબદ્ધ થયો છું. ગૃહસ્થાશ્રમમાં દેશવિરતિ ધર્મનું પાલન થઈ શકે છે પણ તે સર્વથા નિર્દોષ નથી, કારણ કે તેમાં કેટલીક રીતે અમુક છુટ રાખવામાં આવે છે, માટે સંયમ માર્ગ એ શ્રેષ્ઠ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy