________________
શારદા રત્ન એટલે આત્માના અનંત માધુર્યનું જ્ઞાન, અનંત સામર્થ્યનું જ્ઞાન. આ જ્ઞાન રૂપ વિટામીન જે અપનાવે છે તેના જીવનને વિકાસ થાય છે. જ્ઞાનની જે અશાતના કરે છે તે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. પરિણામે જીવને બહેરાપણું, મૂંગાપણું, બોબડાપણું, અંધાપો આદિ દુખ ભોગવવા પડે છે. માટે બને તે જ્ઞાન ભણનારને સહાય કરજે, મદદ આપજે, તે ન બને તે ખેર, પણ જ્ઞાનની અશાતના ક્યારે પણ કરશે નહિ. (અહીં પૂ. મહાસતીજીએ જ્ઞાનની અશાતના કરવાથી જીવને કેવા કર્મો ભોગવવા પડે છે તે તેમજ જ્ઞાનપંચમીની શરૂઆત ક્યારથી થઈ તે વાત વિસ્તારપૂર્વક દષ્ટાંત આપીને સમજાવી હતી.)
નમિરાજની શાનદષ્ટિ ખુલી ગઈ છે, રવ–પરનું ભેદજ્ઞાન થઈ ગયું છે, તેથી ઈન્દ્રની સામે વૈરાગ્યરસથી સભર જવાબ આપી રહ્યા છે. તેમને ઈન્દ્ર મહારાજે કહ્યું કે આપ દીક્ષા શા માટે લે છે? આપ ગૃહસ્થાવાસમાં રહીને દશ તિથિના પૌષધ આદિ કરજે. પહેલાના શ્રાવકે પૌષધ કરતા હતા. તેમના પૌષધ કેવા? અમારી બહેનો પણ પષધ કરે છે પણ હજુ પૌષધના રહસ્યને સમજ્યા નથી. પૌષધ એટલે આત્માને પોષ. પાષધમાં આત્માના ગુણોની ખીલવણ થાય. આ પૌષધમાં સર્વથા આહારને ત્યાગ તથા શરીર સત્કારને સર્વથા ત્યાગ, બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન અને સંસાર વ્યાપારને ત્યાગ કરવાનો હોય છે. સંયમી જીવનને કંઈક આસ્વાદ કરાવનાર આ પૌષધ શ્રાવક જીવનનું સુંદર આભૂષણ છે. આરંભ સમારંભથી સર્વથા નિવૃત્તિ લેવાની અને અનંતા જીને અભયદાન આપનાર પિષધની આરાધના કરવાની જ્યારે તક મળે ત્યારે ઝડપી લેવી.
ક
માનવજીવન એટલે સમતાનું ધામ, જ્યાં અશાંતિ હશે, કકળાટ હશે ત્યાં શાંતિ કે સમતા સંભવિત નથી. જેને સમતા અને શાંતિની ચાહના છે તેણે સાંસારિક કકળાટથી દૂર રહેવું જોઈએ. આશ્ચર્યની વાત તો એ છે કે આજને મનુષ્ય ઈચ્છે છે તે શાંતિ, પણ એનું વર્તન અશાંત છે. મનુષ્ય અશાંતિની માયાજાળ એટલી તે વધારી છે કે એમાંથી છૂટવું ઘણું મુશ્કેલ બની ગયું છે. એને ઘણીવાર મનમાં થાય છે કે પોતે જે કાંઈ કરે છે એ ખોટું છે. એમાંથી ગમે તે રીતે છૂટવું જોઈએ, પણ એ છોડી શકતે નથી. પોતે સર્જેલી માયાજાળમાંથી શી રીતે છૂટવું એ સમસ્યા એને મૂંઝવે છે. આવા મૂંઝાયેલા મનુષ્યો માટે આચાર્યોએ એક સરસ માર્ગ બતાવ્યો છે. એ માગ છે પૌષધ. પષધ એટલે શું? ધર્મને પુષ્ટ કરે તે પૌષધ. જ્ઞાન ધ્યાનથી આત્માને પોષે તે પૌષધ. માયાજાળમાં ડૂબેલા, મૂંઝાતા મનુષ્યને એની મૂંઝવણમાં પૌષધ રાહત કરી આપે છે. એનું ચિત્ત શાંતિ અનુભવે છે. સંસારની માયાજાળમાંથી મુક્ત થવું તેનું નામ પૌષધ. જે પૌષધ કરે છે તેના જીવનની અંદર સુખને રસાસ્વાદ ચૂંટાય છે.
પૌષધનું મહાસ્ય :-મહારાજા ઉદાયન એક મોટા રાજવી હતા, છતાં ધર્મિષ્ઠ ઘણુ હતા. ભગવાન મહાવીરના શબ્દોનું તેમની રગેરગમાં ગુંજન હતું. તેઓ એક આદર્શ