________________
८२८
શારદા
ન
બધાના દિલ રડી રહ્યા છે. ભગવાન મહાવીર પ્રભુ ૧૬ પ્રહર સુધી દેશના વહાવી છઠ્ઠની તપશ્ચર્યા સહિત આસો વદ અમાસની પાછલી રાત્રે નિર્વાણ પદને પામ્યા ને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું. આપ બધા પણ જ્ઞાનના દીવડા પ્રગટાવજે, તે તમારો આત્મા ઉજજવળ બનશે. ગમે તેટલા પવનના ઝંઝાવાતો આવશે પણ તે દીવડા બૂઝાશે નહિ. તેલ ખૂટશે નહિ ને અંતર રૂપી આધ્યાત્મિક કેડિયું ફૂટશે નહિ. આધ્યાત્મિક દીપક પ્રગટાવવા માટે વિનય–વિવેકની વાટ, તપ-ત્યાગના તેલ અને જ્ઞાનની જ્યોતિ પ્રગટાવો. આવો દીપક તમને પ્રકાશ આપશે ને બીજાને પણ પ્રકાશ આપશે.
દીવાળીના દિવસે તમે બધા ચોપડા ચોખા કરી નફા છેટાનું સરવૈયું કાઢશે, પણ સાથે એ વિચારજે કે મેં મારા આત્માનું સરવૈયું કાઢયું છે? એક વર્ષ દરમ્યાન જીવનમાં મેં કેટલા સત્કાર્યો કર્યા અને દુર્ગણને દફનાવી સદ્દગુણો કેટલા અપનાવ્યા? મારે આત્મા કેટલા પવિત્ર બન્યા? આત્માને પવિત્ર બનાવવા માટે આ કાળમાં અત્યારે ભગવાનની વાણી આધારભૂત છે. ભગવાનની અંતિમ વાણીને અમૃત ઘૂંટડાનું પાન કરી ભગવાનની જેમ આપણે આત્માને પવિત્ર અને શુદ્ધ બનાવીએ. વધુ ભાવ અવસરે.
ચરિત્ર –પિતાના પાપ ઢાંક્યા કરેલા પ્રપંચના કારણે લોકોમાં ચર્ચાને વિષય – શેઠની વાત સાંભળીને લેકે જાતજાતની વાત કરવા લાગ્યા. કોઈ એમ કહે કે, દેવકેપ કે ઋષિશાપ વિના આવી વજ જેવી નિરોગી કાયા રેગથી ભરાઈ જાય નહિ
અને તે મેલી વિદ્યાને પ્રયોગ લાગે છે. કેઈ કહે, આવા તેજસ્વી, પુણ્યશાળી અને કે પ્રભાવશાળી પર આ પ્રયોગ કોણ કરે? કોઈ ન કરે, છતાં તેને અશુભ કર્મના
ઉદયથી કેઈએ દ્રષબુદ્ધિથી આ કાર્ય કર્યું હોય. કેઈ કહે, કંઈ કામણુટુમણ કર્યા હશે. બધા શેઠના પક્ષમાં બેસે છે. આજે દુનિયામાં ધનના માન સન્માન થાય છે. શેઠ પાસે લકમી લખલૂટ છે, એટલે સૌ એના પક્ષનું બોલે. બિચારી શુભમતિનું અહીં કે શું? આટલા બધામાં કોઈ સમજુ, ડાહ્યા માણસો એમ કહે કે શુભમતિમાં તે નામ એવા ગુણ દેખાય છે. એના લલાટે સતીત્વનું તેજ ઝળકે છે. એની આંખમાંથી અમી વરસે છે. આવી સતી શું આવું અઘટિત કાર્ય કરે ? કદી ન કરે. ગમે તેવા વિપત્તિના વાદળો આવે, સંકટ આવે તે પણ પત્ની પોતાના પતિને દોષ ન આપે. અરે, તેના મનમાં પણ તે પતિનું અનિષ્ટ કે અહિત ન ઈછે, તે પછી તેનું અનિષ્ટ કરે ખરી? પતિને વશ કરવા શું પરણ્યાની પ્રથમ રાત્રે મંત્ર, જંતર-મંતર કે કામણટુમણ કરે? તે કયા સ્વાર્થથી પોતાના પતિ પર આવા રાક્ષસી કાર્યની અજમાયશ કરે? ક્યા હેતુથી આ અત્યાચાર કરે? પણ આ સત્યને પક્ષ લેનારા કેટલા ?
શેઠ શેઠાણી તે બેફાટ બેલે છે. હું માનતો હતો કે કુળદેવી આવી પણ આ તે દેવી નથી પણ રાક્ષસણ છે, પિશાચણ છે, કુળખ પણ છે. નહિ તે મારા છોકરાને આવું થાય જ ક્યાંથી ? શેઠ તે આ રીતે કહીને શુભમતિના માથે આક્ષેપોની ઝડી વરસાવે છે, કલંક ચઢાવે છે. સાસુ સસરા બેલે, લેકો પણ તેમના પક્ષમાં ભળી