SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ ચારકા રો ૮૨૭ માટે નહિ. મુનિ તેા સમતાના સાધક હતા. ગૌચરી ન વહેારાવી તા પણ તેમના ઉપર રાષ ન કર્યો. તેમને તેા પેાતાના ભાઈને સત્ય વાત સમજાવવી હતી એટલે ઉભા રહીને કહેવા લાગ્યા કે વિપ્ર ! તમે વેને, નક્ષત્રને કે યજ્ઞના મુખને જાણતા નથી, તમને ધર્મનું જ્ઞાન નથી. જે સ્વ પર ઉદ્ધારક છે તેને પણ તમે નથી જાણતા. જો જાણતા હા તા કહેા. વિજયાષ જયઘોષ મુનિના પ્રશ્નના જવાબ ન આપી શકયા ને મુનિને કહ્યું, આપ અમને તે વાત સમજાવા, ત્યારે મુનિએ કહ્યું, मुहा वेया, जन्नट्टी वेयसा मुहं । ↑ નવાળ' મુદ્દે વો, ઘુમ્ન ળ વ્યાસવો મુદ્દ॥૬॥ ઉત્ત. અ. ૨૫ વેદોનુ મુખ અગ્નિહેાત્ર છે. યજ્ઞ દ્વારા કર્મોના ક્ષય કરવા એ યજ્ઞનું મુખ છે. ચંદ્રમાં નક્ષત્રનુ મુખ છે, અને ધનુ' સુખ ભગવાન ઋષભદેવ પ્રભુ છે. જે ઈન્દ્રાદિક દેવાથી પૂજનીય છે. જેમ અગ્નિ દ્વારા શુદ્ધ કરાયેલ સાનુ તેજસ્વી અને નિર્મળ થઈ જાય છે, તેમ રાગ-દ્વેષ અને ભયથી જે રહિત છે તેમને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. આ યજ્ઞ પાપકર્મના હેતુ છે, અને એ પાપકર્મોના કારણે તે દ્રુતિમાં જાય છે. માત્ર માથું મુંડાવવાથી શ્રમણ બની શકાતુ નથી પણ સમતાથી શ્રમણ થવાય છે. માત્ર આંકાર બાલવાથી બ્રાહ્મણ નથી ખની શકાતુ પણ જે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે તે સાચા બ્રાહ્મણ છે. જ્ઞાનથી મુનિ અને તપથી તપસ્વી થવાય છે. ઉત્તમ પ્રકારના ગુણાથી યુક્ત આત્મ બ્રાહ્મણેામાં શ્રેષ્ઠ છે. તે સ્વ-પર કલ્યાણ કરવામાં સમર્થ બની શકે છે. આ રીતે જયદ્યાષ મુનિએ વિજયધેાષને બધી સત્ય વાત સમજાવી. યજ્ઞમાં કેટલી હિં'સા છે, કેટલુ પાપ છે ને તે માટે કયા યજ્ઞ કરવા જોઈએ તે બધું સુંદર રીતે સમજાણ્યું, તેથી ત્યાં વિજયઘાષ મુનિએ દીક્ષા લઈ લીધી. અને બંને ભાઈ એ તપસંયમ દ્વારા કર્માં ખપાવી મેક્ષમાં ગયા. આ રીતે નમિરાજષિ એ મનથી ભાવયજ્ઞ કરવાની હા પાડી, પણ હજી ઈન્દ્ર તેમને શું કહેશે તેના ભાવ અવસરે. આજે કાળી ચૌદશના દિવસ છે. ભગવાન મહાવીરસ્વામી મેાક્ષ પહેાંચવાના બે દિવસ બાકી રહ્યા એટલે ૧૮ દેશના રાજાએ પાવાપુરીમાં આવીને છઠ્ઠ પૌષધ કરીને બેસી ગયા. બધાને ખબર હતી કે ભગવાન માક્ષે પધારવાના છે, એટલે હવે આપણને ભરતક્ષેત્રમાં અરિહંત ભગવાનના વિયેાગ પડવાના છે. બધાના વિયેાગ કરતાં તીર્થંકર ભગવાનના વિયાગ ઘણા અસહ્ય છે. બધાના મનમાં દુઃખ છે, આધાત છે. હવે આ ભગવાનની વાણી સાંભળવા કયાં મળશે ? તેથી ખાવાપીવાનું છેડી છઠ્ઠ પૌષધ કરીને બેસી ગયા. જ્યાં ખાવાનું છે ત્યાં ખટપટ છે. ભગવાનની એકધારી દેશના સાંભળવા મળે તેથી કરીને બેસી ગયા. ભગવાને ૧૬ પ્રહર સુધી દેશનાના અખંડ ધાધ વહાવ્યા. ૧૮ દેશના રાજાએ પ્રભુની દેશના ચાતક પક્ષીની માફક ઝીલી રહ્યા છે. બધાના દિલમાં આઘાત છે કે શું આપણા પ્રભુ ચાલ્યા જરો ! હવે આવા મીઠા અમૃત ઘુંટડા કાણુ પાશે ? આપણા સંશયનું સમાધાન કોણ કરશે? આપણેા ઉદ્ધાર કેણુ કરશે?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy