SearchBrowseAboutContactDonate
Page Preview
Page 931
Loading...
Download File
Download File
Page Text
________________ ८२६ શારદા રત્ન તે ઈન્દ્ર પકડી રાખ્યું અને એ વાક્ય ઉપર હવે પ્રશ્ન પૂછવા તૈયાર થયા. ઈન્ડે કહ્યું રાજેશ્રી તે નરકેશ્રી થાય છે એ આપનો સિદ્ધાંત મને માન્ય છે. અમારા ગુરૂઓએ તે સિદ્ધાંત માન્ય રાખ્યો છે, એટલું જ નહિ પણ તે ઉપરથી એક અગત્યના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. નમિરાજે કહ્યું તમારી વાત સત્ય છે. મહાપુરૂષ, ધર્મગુરૂઓ કદી નિરુપયોગી વચને બોલતા નથી. તેમના વચનમાં કાંઈ ને કાંઈ ઊંડું રહસ્ય હોય છે. ઈન્દ્રના મનમાં થયું કે હવે નમિરાજની સામે મારી જીત થશે. મારી વાતમાં તે સંમત થયા, તેથી તેમના મુખ પર આનંદની રેખા પ્રગટી ઉઠી અને પ્રફુલ્લિત વદને કહ્યુંમહાપુરૂષના વચન તરફ આપને આટલો બધે ભક્તિભાવ છે, તે આપ એ મહાપુરૂષને સિદ્ધાંત પણ માન્ય રાખશો કે “ રાજાઓને નરકમાં જતા કર્મોને નિષ્ફળ કરવા માટે દાન અને યજ્ઞ આવશ્યક છે. * નમિરાજે કહ્યું. સોળ આનાને રૂપિયો કહે, સો પૈસાને રૂપિયો કહે અને તમારી વાતને સ્વીકાર કરવો એ બે એકસરખા કામ છે. નમિરાજ તે આત્મિક દૃષ્ટિએ તેમની આ વાતને રવીકાર કરે છે પણ ઈન્દ્રના મનમાં થયું કે રાજર્ષિએ મારી વાતને સ્વીકાર કર્યો. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫મા અધ્યયનમાં જયઘોષ અને વિજ્યષ મુનિની વાત આવે છે. તે અધ્યયનનું નામ છે. “નરૂ ” એટલે યજ્ઞીયં. તેમાં જયઘોષ મુનિ તે એક નિમિત્ત મળતાં પિરાગ્ય પામીને સર્વવિરતિ અણગાર બની ગયા, પણ વિજયાષ તેમને સગો ભાઈ છે. તે બંને બ્રાહ્મણના પુત્ર છે. વિજયાષ ચાર વેદના જાણકાર છે. તેમણે મોટો યજ્ઞ શરૂ કર્યો છે. વિજયષને ખબર નથી કે મારા ભાઈએ દીક્ષા લીધી છે, કારણ કે તેમાં બન્યું હતું એવું કે બંને ભાઈઓ ગંગા નદીના કિનારે સ્નાન કરવા ગયા. તેમાં જ્યારે એક ઘટના જોઈ કે સાપે દેડકાને પકડળે. વનના મેટા બિલાડાએ સર્ષને પકડ્યો. આ દશ્ય જોતાં સંસારની વિચિત્રતાનું ભાન થતાં જંગલમાં જઈ એક મુનિ પાસે દીક્ષા લીધી, તે વિજયષને ખબર ન પડી, પણ જ્યારે ભાઈ ગંગા નદીએથી પાછો ન આવ્યો ને આજુબાજુ શોધવા છતાં ન મળ્યો ત્યારે તેણે માન્યું કે મારો ભાઈ ગંગા નદીના પ્રવાહમાં તણાઈ ગયો ને મૃત્યુ પામી ગયે, તેથી તેની બધી ક્રિયા કરી. તે વાતને ચાર વર્ષ થઈ ગયા ત્યારે વિજયઘોષે પોતાના ભાઈનું ચાતુર્વાર્ષિક શ્રાદ્ધ કરવા માટે મોટો યજ્ઞ આરંભ્યો હતો. એવી વાત પરંપરાથી સાંભળતા આવ્યા છીએ. . જે નગરમાં વિજયષે માટે યજ્ઞ શરૂ કર્યો છે તે જ નગરની બહાર ઉદ્યાનમાં જયઘોષમુનિ પધાર્યા છે. તેમને માસખમણનું પારણું હોવાથી તે ફરતા ફરતા વિજયઘોષના યજ્ઞમાં આવી ચઢયા, ત્યારે વિજયઘોષે તેમને કહ્યું કે હે ભિક્ષુ ! હું તમને ભિક્ષા નહિ આપું. તમે બીજે કયાંય જઈને ભિક્ષા લો. એક તો જયઘોષ મુનિનો સંયમી વેશ અને ઉગ્ર તપશ્ચર્યાના કારણે દૂબળું થઈ ગયેલું શરીર એટલે તે પોતાના ભાઈને ઓળખી શક્યા નહિ અને કહ્યું-જે વેદના, જ્યોતિષના પારગામી છે, સ્વ પર કલ્યાણ કરવામાં સમર્થ છે, જે ય કરે છે એવા ભિક્ષુકોને માટે આ રસોઈ તૈયાર છે, તમારા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy