________________
૮૨૫
શારદા રત્ન
નહિ છતાયેલે આત્મા શત્રુરૂપ છે, કારણ કે સર્વ પ્રકારના અનર્થ એનાથી ઉત્પન્ન થાય છે, માટે અવશીભૂત આત્મા અર્થાત્ મન સૌથી મોટો શત્રુ છે. જ્યારે આત્મા વશીભૂત થયો ન હોય ત્યારે કેધ-માન-માયા-લોભ એ ચાર શત્રુઓ પણ યુદ્ધને માટે ઉપસ્થિત થઈ જાય છે. જ્યારે એ પાંચ શત્રુ બની ગયા ત્યારે ઈન્દ્રિયો પણ શત્રુરૂપ બની ગઈ આ રીતે જ્યારે દશ શત્રુ ઉત્પન્ન થઈ ગયા ત્યારે નોકષાય આદિ ઉત્તરોત્તર બીજા ઘણું શત્રુઓ તૈયાર થઈ ગયા. આ પ્રમાણે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે સૌથી પ્રથમ મનને તથા દુષ્ટ આત્માને જીતવાની જરૂર છે. મન વશ થઈ ગયું પછી ચારે કષાયો પણ છતાઈ જાય છે અને કષાયો જીતી લીધી એટલે પાંચે ઈન્દ્રિયે વશ થઈ ગઈ. એ બધા વશ થઈ જાય એટલે બીજા નેકષાય આદિ શત્રુઓ પણ છવાઈ જાય છે. આ રીતે, “g fas, નિયા વંજ, વંa ના, યા ત” એકને જીતવાથી ચાર જીતાઈ જાય. એ પાંચને જીતી લીધા એટલે દશ જીતાઈ ગયા અને દેશના જીતવાથી બાકીના શત્રુઓ પણ પરાજય પામી ગયા. ગીતામાં પણ કહ્યું છે કે,
बंधुरात्मनात्मनस्तस्य, येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वै, वर्ततात्मैव शत्रुवत् ॥ જેણે આત્માને અર્થાત્ મન તથા ઈન્દ્રિયોને આત્મસંયમ દ્વારા જીતીને વશ કર્યો છે તે આત્માને માટે પોતાને આત્મા ભાઈ છે. જેણે મન તથા ઈન્દ્રિયોને વશ નથી કર્યા તેને માટે તેને આત્મા શત્રુ છે. નમિરાજર્ષિ ઈન્દ્રને એ જ કહી રહ્યા છે કે હું પણ યુદ્ધ કરવા નીકળ્યો છું. મારા શત્રુઓ પાંચ ઈન્દ્રિયો, ચાર કષાય અને માને છે. તેમને જીતવા માટે જઈ રહ્યો છું. નમિરાજના વૈરાગ્યભર્યા જવાબથી ઈન્દ્રને ખૂબ સંતોષ થયો. ઈદ્ર બધી બાહ્ય વાત કરે છે ને બાહ્ય સુખ માટેના પ્રશ્ન કરે છે ત્યારે નમિરાજ એ પ્રશ્નોને આત્મા સાથે ઘટાવી અસ્મિક જવાબ આપે છે, એટલે ઈન્દ્રને ખૂબ આનંદ થયો. હજુ ઈન્દ્ર તેમના મુખાવિંદથી થોડો ગ્રહણીય ઉપદેશ શ્રવણ કરવાનું ઈચ્છે છે. તેમને વધુ જાણવાની લગની લાગી છે, તેથી પ્રશ્નોની પરંપરા બંધ ન કરી, તેમણે નવા પ્રશ્નો કરવાનું ચાલું રાખ્યું. તે કહે છે રાજર્ષિ! તમારે ચારિત્ર લેવું હોય તે ભલે ખુશીથી લે, પણ અધૂરા કામ પૂરા કરીને પછી જાવ. હવે કયું કામ કરવાનું કહે છે તે આ ગાથામાં બતાવે છે.
जइत्ता विउले जन्ने, भोइत्ता समणमाहणे ।
दत्ता भोच्चा य जिट्ठा य, तओ गच्छसि खत्तिया ॥३८॥ મોટા મોટા યજ્ઞો કરીને, શ્રમ અને બ્રાહ્મણોને જમાડીને, તેમને સેનામહોરોનું દાન કરીને, શબ્દાદિ વિષયો ભેગવીને તથા સ્વયં યજ્ઞ કરીને હે ક્ષત્રિય! પછી તમે જજે.
નમિરાજમાં રાગ-દ્વેષની માત્રા ક્યાં સુધી છે એની પરીક્ષા કર્યા પછી ઈન્ડે હવે તેમની તત્વની શ્રદ્ધા, વીતરાગ માર્ગની શ્રદ્ધા કેવી છે તેની કસોટી કરવા માટે આ પ્રશ્ન કર્યો. નમિરાજાએ પહેલા કહ્યું હતું કે “રાજેશ્રી એ નરકેશ્રી: એવું જે વાક્ય કહ્યું હતું