SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૪ શારદા રત પાડવાથી આપણને તે કામ કરવાની ટેવ પડે છે. તે રીતે જો મનને કાબૂમાં રાખવાને અભ્યાસ પાડીશું તે તે કામ પણ આપણે કરી શકીશું. મનને વશ કેવી રીતે કરાય ? તે બતાવતા ભગવાન ખેલ્યા છે કે, मण साहसओ भीमो, दुस्सो परिधावई । તું સળં તુ નિાિમિ, ધમ્મ શિવલારૂ હ્રન્થનું॥ ઉત્ત, અ. ૨૩, ગાથા ૫૮ આ મન સાહસિક અને દુષ્ટ અશ્વ છે. જે ચારે તરફ ભાગાભાગ અને દોડાદોડ કરે છે. હું તેને જાતિવંત અશ્વની માફક ધશિક્ષારૂપ લગામથી વશ કરૂં છું. ફાનસની આસપાસની ચીમની મેલી હાય, ડાઘાવાળી હેાય કે કાળી હાય તા દીવાના પ્રકાશ ચીમની દ્વારા સ્પષ્ટ બહાર આવી શકતા નથી. સૂર્ય ગમે તેવા ગાળ હાય, છતાં ડહેાળાયેલા પાણીવાળા સરેાવરમાં તેનું પ્રતિબિંબ ગાળ પડી શકતું નથી, પણ સૂર્યના અનેક કકડા પડચા હૈાય તેવું પ્રતિબિંબ પડે છે. આ સૂર્યના પ્રકાશ અથવા દ્વીપકની જ્યાત જેવી આત્માની સ્થિતિ છે. સરાવર શાંત, સ્વચ્છ અને તરંગા રહિત હોય તે સૂર્યનું તેજ ખરાખર તેના પર પડે છે, તેમ મન શાંત અને વિવિધ વિકારાથી રહિત થાય ત્યારે આત્મજ્યેાતિ તેના પર પ્રગટે છે, માટે આ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મબળ પ્રગટ કરવા માટે મનના સંયમ તથા મનની પવિત્રતા ઘણી અગત્યની વાત છે. પાંચ ઇન્દ્રિયા તથા મન પર વિજય મેળવવા જરૂરી છે. આ પાંચ ઇન્દ્રિયા રૂપી પાંચ ટ્રસ્ટીઓ છે. ઘણી વખત માણસ પેાતાની મિલ્કતનુ ટ્રસ્ટ બનાવે છે. માની લે કે કેાઈ માણસ પાસે ૨૫-૩૦ લાખ રૂપિયા છે. તેનુ ટ્રસ્ટ બનાવ્યું. પાંચ ટ્રસ્ટી નીમ્યા. પેાતે જીવે ત્યાં ં સુધી પેાતાની અને મરી જાય તેા પત્નીની. આ રીતે મિલ્કત ટ્રસ્ટીને સાંપી. મિલ્કત પેાતાની હાવા છતાં પૈસા લેવા હેાય ત્યારે ટ્રસ્ટીની સહી જોઈએ. એ મિલ્કતના માલિક ગયા, પછી મિલ્કતની માલિકી પત્નિની ખરી કે નહિ ? હા. માલિક ગયા પછી ટ્રસ્ટીઓની દાનત બગડી એટલે પાતે માલિક બનીને બેસી ગયા. હવે પેલી સ્ત્રીને પૈસાની જરૂર હાય ત્યારે ટ્રસ્ટીઓ પાસે જઇને પૈસાની માંગણી કરે છે, પણ પૈસા મળતા નથી. એવું પણ બની જાય ને ? ટ્રસ્ટીએ સારા હેાય તે વાંધા નહિ, પણ ખાઉધરા નીકળ્યા તા તે પત્નીની કેવી ખરાબ દશા થાય છે ? છતાં પૈસે ભીખ માંગવાના વખત આવે છે. પતિની કમાણી છે, માલિકી પેાતાની છે, છતાં પોતે ભીખ માંગે છે ને ટ્રસ્ટીએ મેાજમઝા કરે છે, તેમ પાંચ ઇન્દ્રિયા રૂપી પાંચ ટ્રસ્ટીએ આત્માની અનંત શક્તિના માલિક બનીને મેાજમઝા કરે છે, માલમલીદા ઉડાવી રહ્યા છે અને અનંતશક્તિના સ્વામી, શહેનશાહના શહેનશાહ એવા આત્મા ભૌતિક સુખના ટુકડાની ભીખ માંગી રહ્યો છે. અન’તકાળથી ઇન્દ્રિયેાના ગુલામ બની ગયેલા ચેતનદેવને હવે જાગૃત કરી ને ગુલામીમાંથી મુક્ત કરો. ચેતનદેવને ગુલામીમાંથી મુક્ત કરવા કટિબદ્ધ બના. આત્માને જાગૃત કરવાના આ સેાનેરી સમય છે. જો આત્મા સજાગ નહિ બને તે કમ રૂપી લશ્કર એને ઘેરી લેશે, માટે આત્માએ સજાગ બનવાની જરૂર છે, અને તેના પર વિજય મેળવવાની જરૂર
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy