________________
શારદા રત્ન
૮૧૩ ભગવાનના મુખમાંથી શબ્દ સરી પડ્યા કે હે ગોશાલક ! તારી તેજલેશ્યા અને બાળી શકશે નહિ. હું આ પૃથ્વી ઉપર હજુ સોળ વર્ષ સુધી ગંધ હસ્તિની જેમ વિચરવાને છું, પણ આજથી સાતમા દિવસે તારું મૃત્યુ છે. આ શબ્દો ત્યાં જે હાજર હતા તે બધાએ યાદ રાખી લીધા, કારણ કે ભગવાન તે કેવળજ્ઞાની હતા. એમના વચન ક્યારે પણ અસત્ય હોય નહિ. જ્યારે પાવાપુરીમાં ભગવાનનું છેલ્લું ચાતુર્માસ થયું ત્યારે નવ મલ્લી અને નવલછી એ અઢાર દેશના રાજાઓ રાજવૈભવ છોડીને પોતાના પરિવાર સહિત ચૌદશ, અમાસના પૌષધ કરવા પાવાપુરીમાં આવ્યા. આ બધા રાજાઓ કંઈ એકબીજાના સગા કે સ્નેહીઓ ન હતા પણ ભગવાનના ભક્ત હતા. તેમણે એકબીજાને સમાચાર આપીને એ રીતે નક્કી કર્યું કે આપણે બધાએ પાવાપુરીના દરવાજે જઈને ઉભા રહેવું પણ પ્રવેશ તો બધાએ સાથે કરવો. તેમનામાં કેટલું સંગઠન ને ઐક્ય હશે! પ્રસંગ આવે એક બીજા પ્રાણ દેવા પડે તો દેવા તૈયાર હતા. આજે તે વધમીની સેવા ઘટી ગઈ છે ને ધનની સેવા વધી ગઈ છે.
આ અઢારદેશના રાજાઓ એમના પરિવાર સાથે હાથી, ઘોડા બધું લઈને આવે . એટલે માણસો તે ઘણું હોય, અને અવાજ પણ ઘણો થાય. અઢાર દેશના રાજાઓ, પાવાપુરીમાં આવ્યા તે વખતે ગાયોના ધણ (ટોળાં) વગડામાં ચરવા ગયા હતા તે ચરીને તે સમયે પાછા જઈ રહ્યા હતા. ગામમાં આટલા બધા માણસોને આવતા જોઈને ગયાં ડરી ગઈ અને ભાગાભાગ કરવા લાગી, તેથી આ દિવસનું નામ ઘણુતેરસ પડયું છે. પણ તમને બધાને તો ધન બહુ વહાલું છે એટલે પણ તેરસના દિવસને ધનતેરસ બનાવી દીધે.
આજની તેરસને ધનતેરસ કહેવાય છે. જ્ઞાનીઓ કહે છે કે ખરું ધન તો સંસારનો છેદ કરનાર ધર્મ છે. પૂજા ધર્મની કરે. વીતરાગને શ્રાવક કોને પૂજક હોય ? ધર્મનો કે ધનને ! ધનની સેવા શ્રાવકના ઘરમાં શોભે ? શ્રાવક ધનનો પૂજારી હોય? ધનની સેવા સમ્યફ દષ્ટિને ન શોભે. ધનથી ગરીબ શ્રાવક તો એમ કહેશે કે મારું ખરું ધન તે ધર્મ છે. અર્થ, કામ એ મારા નથી. એ હું છોડી ન શકું તે મારી પામરતા છે. ધનના પૂજક ન બનતા ધર્મના પૂજક બનો. ધનને માટે ધર્મની સેવા કરનારા ન બનો પણ મોક્ષના માટે ધર્મના સેવક બનો. ભગવાન કહે છે કે માર્ગે ચઢેલો પાંગળો માણસ પણ જેમ ક્રમે ક્રમે કરીને દૂર રહેલા સ્થાનને પામે છે તેમ ઘન કર્મવાળે આત્મા પણ જે ધર્મમાં સ્થિર બની જાય તે કમે કમે મેક્ષને પામે છે. જે આમા એક વાર ધર્મમાં સ્થિર થઈ જાય તે નિયમ મેક્ષને મેળવે છે, માટે ધર્મને પામે અને ધર્મમાં સ્થિર બનો, તે ધનતેરસની સાચી ઉજવણું કરી કહેવાય.
ધર્મમાં સ્થિર બનેલા નમિરાજર્ષિને ઈન્દ્ર કહી રહ્યા છે કે હે રાજર્ષિ ! તમારે જવું હોય તો સુખેથી સંયમ માર્ગે જઈ શકો છો પણ એક વાર મિથિલાના આ સમ- રાજ્યોને જીતી લે, અને એ બધાને મિથિલાની આણ નીચે લાવી દે, પછી તમે ભલા ને તમારો ત્યાગ ભલો. એક સામાન્ય રાજા હોય તે પણ શત્રુઓને વશ કરીને રાજ્યને નિર્ભય