SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૨ શારદા રત્ન સમૃદ્ધિ હોય છતાં ય ધર્મપ્રેમ ન હોય તો એ સુખ-સંપત્તિ તુચ્છ ગણાય છે. બધા સુખ હોય છતાં સંસાર એ છે કે જ્યાં દુઃખ, વેદના, ચિંતા અને વ્યથા હોય છે. જ્ઞાનીઓએ સંસાર ત્યાગમાં સાચું સુખ કહ્યું છે. સંસારની દોડ સાથે ચાલનારાઓ ખરી રીતે તે પિતાની આશાના સ્થાન બનીને દોડતા હોય છે અને સંસારનો ત્યાગ કરનારા સંતે દોડતા સંસારની સામે છાતી કાઢીને ચાલતા હોય છે. સંસારનું કોઈ પણ આક્રમણ એને સ્પશી શકતું નથી. અજ્ઞાની માણસ અસાર એવા વિષય કષાયમાં લુબ્ધ બને છે ત્યારે જીવનધનનો જુગાર ખેલતો હોય છે. ક્ષણિક સુખમાં દીર્ઘકાળના જંગી દુકાને નોતરવા માટે પ્રયત્ન કરે છે. ધર્મ ઉપર રૂચિ ન હોય ત્યાં વિશ્વાસ અને ત્યાગ રૂપી બળ સ્થિર થઈ શકતા નથી. ત્યાં ભાવના, આદર્શ અને પ્રેમના કેઈ વાર દર્શન થઈ શકે પણ જીવનમાં પંચશીલની મઝા માણી શકાતી નથી. ભાવના, આદર્શ અને પ્રેમ એ માનવ જીવનના સૌરભવંતા તાવે છે. એ તત્વવિહોણા જીવન લોકોની દૃષ્ટિએ સમૃદ્ધ હોય તેમ લાગે, લોકોની દષ્ટિએ આકર્ષક બની શકે પણ જીવનની મઝા કલ્પિત સુખોની ગુલાબી મસ્તીમાં કદી નથી મળી શકતી. ધર્મપ્રાણ જ્યારે હૃદયમાં ધબક થશે ત્યારે માનવ સાચા અનંત સુખના માર્ગે આગળ વધી શકશે. ધર્મ વિનાની ભૌતિક સામગ્રી આનંદના બદલે શેકના મહાસાગરમાં ડૂબાડી દેશે. જેટલો સમય ધર્મની આરાધનામી ગયો તે સફળ, બાકી બધે સમય નિષ્ફળ જાણો. ભૌતિક સામગ્રીના ઢગ ખડકાઈ જાય છતાં માનવ પગ વાળીને બેસતો નથી. ભૌતિક સામગ્રીના બોજા નીચે દબાયેલો માનવ પોતાના જીવનને પણ બરબાદ કરી દે છે. ધર્મ જીવને સંસાર સાગરથી તારનાર છે. જે અર્થ અને કામને અનર્થભૂત માને તે ધર્મ અને મોક્ષની આરાધના કરી શકે. ધર્મને મિત્ર બનાવવા માટે અર્થ-કામની મિત્રી તજવી જોઈએ. મુક્તિ એ જે આરોગ્ય છે તે ધર્મ એનું ઔષધ છે, અને અર્થ-કામ કુપથ્ય છે. જે અર્થ અને કામ કુપથ્ય લાગે તે પછી ખાવું પડે તોય એના પ્રત્યે રાગ ન થાય. મુક્તિ રૂપી રાજધાનીને પમાડનાર ધર્મ છે અને ત્યાં જતા રોકનાર અર્થ અને કામ છે. આજના દિવસનું નામ છે ધનતેરસ. આજે તમે બધા ધનની પૂજા કરશે, ધનને ધશે પણ ધનને ધવાથી ધન નહિ મળે. તમારા દિલના દ્વાર ખુલ્લા કરીને કંઈક ગરીબોના આંસુ લૂછો. ધન વાપરવાથી ધન મળે છે. આ દિવસમાં સુખી શ્રીમંતેના ઘેર મીઠાઈઓ, દહીંથરા આદિ બનશે, જ્યારે કંઈક ગરીબના ઘરમાં ઘી તો શું તેલના પણ સાંસા હોય છે. તે આવા દિવસોમાં આવા ગરીબના આંસુ લૂછી તમારા ધનની સાર્થકતા કરે. આંગણામાં રંગોળી પૂર્યા કરતાં આત્મામાં દાન-શીયળ–તપ-ભાવની રંગોળી પૂરે, તે દિવાળી ઉજવી સાર્થક ગણાશે. આજના દિવસનું ખરું નામ છે ઘણુતેરસ. આ નામ પડવા પાછળ કંઈક રહસ્ય સમાયેલું છે, તેથી તેને મહિમા છે. ધનતેરસનો દિવસ શા માટે આજે ધનતેરસનો દિવસ શા માટે મનાવવામાં આવે છે? જ્યારે ભગવાન મહાવીર સ્વામી ઉપર ગોશાલકે તેજલેગ્યા છોડી ત્યારે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy