SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૧ શારદા રત્ન તે રડવા ને શૂરવા લાગી. પલંગમાં બેઠી બેઠી રડે છે. તેમણે મને કહ્યું હતું કે તને દુઃખ પડશે માટે સમજીને લગ્ન કર. છતાં હું માની નહિ. શુભમતિ ભાવિ જીવનની દુઃખદ આગાહીમાં–શુભા પિતાના પતિની પ્રતિક્ષા કરી રહી છે. તેમાં તેને ભયના વાદળાં ઉતરી પડયા હોય તેવું લાગ્યું. તેમાં પિતાના જીવનની સલામતી ન દેખાઈ. હવે જીવનની સલામતી માટે શું કરવું તે વિચારવા લાગી. ભય અને બીજા સલામતીના ભૂલતા ઝૂલા વચ્ચે તે આવી ઉભી હતી. ડી રાત્રિ જતાં પવનના ઝપાટાથી દીપક બુઝાવાની તૈયારીમાં હતા. તેના શયનરૂમમાં અંધકાર છવાઈ ગયે. ક્ષણવાર શુભમતિના મનમાં થયું કે મારા જીવનમાં પણ આજે અંધકાર વ્યાપી ગયેલ છે. ગમે તેમ તોય સતી સ્ત્રી છે. બીજી ક્ષણે મનની નબળાઈને દૂર કરી. આ અંધકાર મારા શીલ પર આક્રમણ ન કરે એ માટે તે સજાગ બની ગઈ. આ પ્રમાણે વિચારો આવવાથી તેના શરીરની શક્તિ જાણે હણાઈ ગઈ. તેના મુખ ઉપરનું નૂર ઉડી ગયું છતાં મુખ પર સતીત્વના તેજ ચમકી રહ્યા હતા. તેનામાં નારીત્વનું ખમીર હતું, શીલનું ગૌરવ હતું કે દેહ છૂટે તે ભલે છૂટે, પ્રાણ જાય તે ભલે જાય, પણ મારું આ શરીર બીજા કેઈને તાબે નહિ થાય તે નહિ જ થાય. શુભમતિ આ પ્રમાણે વિચાર કરે છે ત્યાં કેઈએ બારણું ખોલ્યું. બારણું ખેલવાના અવાજથી તે પલંગ પરથી એકદમ ઉભી થઈ ગઈ. શું મારા પતિ આવ્યા હશે? દીપકને આછા પ્રકાશમાં આવનાર વ્યક્તિનું મુખ બરાબર દેખાતું ન હતું, પણ તેની વિચિત્ર ચાલ દેખાઈ આવી. તેણે જોયું કે તે માણસ ધીમે ધીમે પોતાના તરફ આવી રહ્યો છે. જેમ જેમ એ નજીક આવતે ગયે તેમ તેનું મુખ સ્પષ્ટ દેખાવા લાગ્યું. શુભમતિ સમજી ગઈ કે ભલે પિશાક ગુણચંદ્રને છે પણ પોશાકમાં રહેલે આત્મા ગુણચંદ્રને નથી. હવે સતી તેને શું કહેશે તે અવસરે. વ્યાખ્યાન નં-૦૨ આસે વદ ૧૩ને રવીવાર તા. ૨૫-૧૦-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! વિશ્વવિજેતા, કૈલેય પ્રકાશક, અનંત જ્ઞાની મહાપુરૂષ ફરમાવે છે કે, માનવ જીવનમાં જ્યારે ધર્મ, સદ્દગુણ અને સદાચાર રોમેરોમમાં વ્યાપી જાય છે, ધર્મનું ખમીર એના લેહીમાં ધબકતું થાય છે, હૈયું એના વિચારોમાં ખવાઈ જાય છે ત્યારે એ ધર્મ, સદ્ગુણેની સાચવણી અને સદાચારની જાળવણીમાં સહાયક બને છે. આત્મવિકાસમાં એને અપૂર્વ ઉલ્લાસ થાય છે. સગુણના નાશની આગાહીમાં એ આત્માને જેટલી ચિંતા થાય છે એટલી ભૌતિક સંપત્તિની રક્ષામાં કે નાશની આગાહીમાં થતી નથી. જ્યાં અજ્ઞાન છે, ત્યાં ધર્મનું શરણ નથી. ધર્મ વિનાને માનવ વૃદ્ધ થઈ જાય છતાં તેનું મન તે એવું ને એવું ચંચળ રહે છે. સંસાર સુખના રસીયા લોકો પોતાનું યૌવન વિદાય લઈ રહ્યું હોય છતાંય દેવાયેલી યુવાનીને શોધવા પાછળ સમય અને શક્તિનો દુરુપયોગ કરતા હોય છે. સુખ અને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy