SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૪ શારા ૨૮ બનાવે છે, તે આપ તે મહાન સમર્થ શક્તિધારી વીર પુરુષ છે. આપ પણ શત્રુરાજાઓને નમાવીને પછી ખુશીથી દીક્ષા લેજો., ત્યારે રાજર્ષિએ કહ્યું કે હે વિપ્ર! આ જગતમાં શત્રુ કેણ છે? પિતાને આમા શત્રુ અને આત્મા મિત્ર છે. દુષ્ટ આત્માને તે આખું જગત જિતાઈ ગયું અને આત્માથી હાર્યો તે બધેથી હાર્યો. આચારાંગ સૂત્રમાં કહ્યું છે. “પુરના માળમેવ મિગિરિ પર્વ ટુવાવાયમુન્નતિ ” હે આત્મા ! પિતાના આત્માને નિગ્રહ કરે. એવું કરવાથી તું દુઃખથી મુક્ત થઈશ. શુદ્ધાત્માથી એટલે જ્ઞાન આત્માથી દુરાત્મા પર વિજય મેળવો. કેના કેના પર વિજય મેળવવાને છે તે હવે બતાવે છે. पंचिन्दियाणि कोह, माण माय तहेव लोह च। સુજ્ઞ જેવાઈ, સવં નિg fકાં ને રૂદ્ II પાંચ ઈન્દ્રિય, ક્રોધ-માન-માયા-લોભ આદિને જીત તથા દુર્જય આત્મા તથા મનને જીત, કારણ કે એક આત્માને અને મનને જીતી લેવાથી બીજા બધા જીતાઈ જાય છે. તાત્પર્ય એ છે કે આત્માને જીતો સૌથી વધારે કઠીન છે. ઈન્ડે નિમિરાજને સાંસારિક ક્ષાત્ર ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો છે, પણ નમિરાજષિએ તેમના પ્રશ્નનો જવાબ આપતા ત્યાગ પ્રધાન ક્ષાત્ર ધર્મના જે રહસ્યમય સ્વરૂપનું વર્ણન કર્યું છે તે ખરેખર તેમની બુદ્ધિને ચમત્કાર છે. ત્યાગ માર્ગમાં દાખલ થયેલા એક સાત ક્ષત્રિયે (સાધકે ) કયા પ્રકારનું યુદ્ધ કરવું જોઈએ, કયા પ્રકારના રણસંગ્રામમાં તરવું જોઈએ, અને કેવી રીતે વિજય પ્રાપ્ત થાય એ બધી વાતનું સુંદર વર્ણન આ ગાથાઓમાં કર્યું છે અને ઈન્દ્રના પ્રશ્નને ઉત્તર પણ યથાર્થ રૂપથી આપ્યો છે. - નમિરાજ ઈન્દ્રને કહે છે હે વિપ્ર આત્મા દુર્જય છે. “ના રેવ મેયરવો, પા. દુ હજુ સુદ્રમો . ” વિપરીત માર્ગમાં જવાવાળા આત્માનું દમન કરવું જોઈએ, કારણ કે આત્મદમન ઘણું કઠીન છે. આત્માનું દમન કરવાવાળા આ લેક તથા પરલોકમાં સુખી થાય છે. આત્મા દુર્જય છે અર્થાત્ મનને નિગ્રહ કરવો અતિ કઠીન છે. જેણે દુર્જય આત્માને જીત્યો છે તેણે બધું જીત્યું છે. માનવીને કદાચ રાજસત્તા મળી જાય, વડાપ્રધાનની પદવી મળી જાય, પણ જેણે મન જીત્યું નથી તે બધાથી છતાયેલું છે. પાંચ ઇન્દ્રિયોના ઘોડા બેફામ રીતે દોડી રહ્યા છે તેને વશમાં લાવવા અને કષાયો પર વિજય મેળવવો એ સાચે વિજય છે. આત્મા અને ઈન્દ્રિયો વચ્ચે મનને મહારથી કેટલા કાળથી સંગ્રામ ખેલને આવ્યો છે. આ યુદ્ધથી વિરામ મેળવવો ને આત્માને યુદ્ધ-વિરામ જાહેર કરે એ સાચું યુદ્ધ છે. આત્મા અનંત શક્તિને સ્વામી છે. મેટા ચક્રવતી કે ઈન્દ્ર' કરતા પણ મહદ્ધિક છે. પાંચ ઈન્દ્રિય એના નેકર છે ને મન એ મહેતાજી છે. આત્મા જે હુકમ છેડે તે એમને ઉઠાવવા પડે પણ આત્માની દશા એવી થઈ છે કે પોતે પોતાના સ્વરૂપનું ભાન ભૂલીને પુદ્ગલની પૂજામાં ને પરની પંચાતમાં પડી ગયો છે. પોતાની શક્તિનું ભાન ભૂલીને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy