________________
૭૯૮
શારદા રત્ન તે પહેલા જેટલું જોઈએ તેટલું લેવા દેજે. ગધેડું તે જાર ખાવા લાગ્યું, પણ મૂખને ખબર નથી કે ગધેડું તે કંઈ ઘરાક કહેવાય ? (હસાહસ) તેણે તે નિરાંતે ગધેડાને જાર ખાવા દીધી. ગધેડાને તો મઝા પડી. તેને થયું કે કોઈ દિવસ નિરાંતે આવું ખાવા મળ્યું નથી. લાકડીના ડંડા પડતા નથી ને ટેસ્ટથી ખાવા મળ્યું છે. તે તે પાંચ શેર જાર ખાઈ ગયો. તેનું પેટ ભરાઈ ગયું, એટલે બાકીની જાર પડી રહી ને એ તે ચાલતું થયું.
પેલો છોકરો કહે, એય ઉભો રહે. જે તારે હિસાબ આ છે. તારું બીલ લેતે જા ને પૈસા આપતે જા. છાબડામાં પાંચ કિલે જાર હતી. તેના રૂ. ૧૫ થાય, તે ૧૫ રૂપિયા આપતે જા. છોકરો તે બૂમ માર્યા કરે. એય! મારી જારના પૈસા આપતે જા. (હસાહસ) આ તે કંઈ માણસ હતો કે બૂમ સાંભળીને ઉભો રહે. છોકરે તે ગધેડાની પાછળ દોડવા લાગ્યો. આગળ ગધેડો ને પાછળ છોકરો. દોડતા દોડતા ગધેડાને પકડ્યું. તેને કહે છે હું આટલી બૂમો પાડું છું તે સાંભળતું નથી ? તે જાર ખાધી છે તેનું બીલ આટલું છે તે પૈસા આપતો જા. ગધેડે બીલ લેવાનો હતો ને પૈસા આપવાનો હતો? તેણે તે ગધેડાનું પૂછડું પકડયું. ઠીક, હવે હાથમાં આવ્યા છે. પૈસા આપ તો છોડીશ. ગધેડાએ તે છોકરાને લાત મારી. છોકરાને પેટમાં વાગ્યું, છતાં પૂંછડું છોડતું નથી. રસ્તે જનારા લેકે હસવા લાગ્યા કે આ શું કરે છે? ત્યાં તે રસ્તામાં જમીને આવતા પિતા
સા મળ્યા. અરે, દીકરા! આ તું શું કરે છે ! પૂછડું છોડી દે, નહિ તે તને મારશે. પિતાજી! છ સાત લાતે તે ખાધી પણ આ બીલ લેતો નથી ને પૈસા આપતું નથી !
બીલ શું ને પૈસા શું ! તે આપણી દુકાનેથી પાંચ શેર જાર ખાઈ ગયો છે તેના પૈસા - આપતે નથી. તેને કેવી રીતે છોડું ! અરે મૂર્ખ ! આ ગધેડો કઈ તને પૈસા આપવાને
છે? તું છોડી દે. બાપે પૂંછડું છોડાવ્યું. આ વાતનો સાર એ છે કે આ છોકરાની જેમ ઘણું માણસો જે વાત પકડી તે મૂકે નહિ.
અહીં ઈન્દ્ર તે પરીક્ષા કરવા આવ્યા છે, તેથી પ્રશ્ન પૂછતા થાકતા નથી. ઈન્દ્ર પ્રશ્ન કરે ને તેની સામે રાજર્ષિ એવા સુંદર જવાબ આપે છે, છતાં મનમાં થાય છે કે હજુ બીજા પ્રશ્નો પૂછું ને તે કદાચ વરાગ્યથી ચલિત થાય, પણ નમિરાજની તે જ્ઞાનદષ્ટિ ખુલી ગઈ છે. ઈન્દ્ર એક પછી એકેક પ્રશ્ન કરતાં શું પ્રશ્ન કરે છે ?
जे केइ पत्थिवा तुझं, नानमन्ति नराहिवा ।
बसे ते ठावइत्ताणं, तओ गच्छ.से खत्तिया ॥३॥ હે ક્ષત્રિય ! જે કઈ રાજાઓ આપને નમતા નથી તેમને વશમાં કરીને આપ દીક્ષા લેજે.
ઈન્દ્ર શું કહે છે, હે ક્ષત્રિય! હે મિથિલાનરેશ! આ મિથિલા અને સુદર્શનનગર પર આપનું સામ્રાજ્ય ચાલે છે. કેટલાક ખંડિયા રાજાઓ આપની ધૂંસરીમાંથી છૂટવા