________________
શારદા રત્ન
૭૯૯ તૈયાર થઈને રહ્યા છે. આપની ચુપકી જે વધારે લંબાશે તે તેઓ બધા ભેગા થઈને આપના રાજ્યને ગબડાવી પાડવામાં ફાવી જશે. એ વાત આપના લક્ષ બહાર જણાય છે. જે રાજાઓ આપની આજ્ઞામાં નથી રહેતા, જે તમારા તાબામાં નથી એવા રાજાઓને તમારી શક્તિથી, શૌર્યથી, બળ-પરાક્રમથી વશ નહિ કરે તે તમને પિતાને ભય રહેશે. તમારી કીર્તિ નહિ વધે, માટે એમની સાથે સંગ્રામ ખેલી એમના પર વિજય મેળવીને જાઓ કે જેથી એ રાજાઓ માથું ઊંચું ન કરી શકે અને તમારા દીકરાને સતાવે નહિ કે રાજ્ય પડાવી લે નહિ. આ રીતે કરવાથી તમારી કીર્તિ વધશે અને કેઈ એમ નહિ કહે કે જીતવાની શક્તિ નહોતી એટલે સાધુ થયા.
નમિરાજે કહ્યું, હે વિપ્ર ! આપ જે કહો છો તે બધી વાત મારા ધ્યાનમાં છે પણ આપને ખ્યાલ નથી કે રાજેશ્રી એ નરકેશ્રી. રાજાઓ જર, જમીન અને જેરૂ પ્રત્યેની પિતાની તૃષ્ણા છીપાવવા માટે હજારે, લા મનુષ્યોને સંહાર કરે, કરાવે તે શું વીર કહેવાય ? વળી યુદ્ધમાં રાજા પોતે તે એક નાટકના પ્રેક્ષકની માફક દૂર રહીને જોયા કરે છે. એને પોતાને શૂરાતન ઓછું બતાવવાનું હોય છે. ખરો વીર, ખરો યોદ્ધો તે તે છે કે જે પોતાના આત્માને જીતે છે. આત્માને જીતનારે પોતાનું બળ ફેરવવું પડે છે. તેમાં મિત્ર, વડીલે, સૈનિકે કે નેકરે કઈ મદદગાર થઈ શકતા નથી. તું કહે છે તેમ હું યુદ્ધ કરવા તે ઈચ્છું છું. શત્રુઓને જીતવા માટે તે નીકળ્યો છું. તે શત્રુઓ કયા છે?
આ પ્રશ્નથી ઈ નમિરાજર્ષિના આત્માની પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો છે, અર્થાત્ તેમનામાં દ્વેષ અને માનની માત્રા છે કે નહિ? અથવા છે તે કેટલા પ્રમાણમાં છે, એની પરીક્ષા કરવા માટે તેમણે આ પ્રશ્ન કર્યો છે, કારણ કે જે માનવીના દિલમાં દ્વેષની અગ્નિ સળગી રહી હોય તેની સામે કેઈ શત્રુની પ્રશંસા કરવામાં આવે તે તેની હૈષની જવાળા એકદમ ભભૂકી ઉઠે છે, અને તેની અંદર રહેલું માન તે વાળાને વધુ પ્રદિપ્ત કરવાને માટે પવનનું કામ કરે છે. એટલા માટે ઈન્દ્ર નમિરાજને કહે છે કે હે મિથિલાનરેશ! જે રાજાઓ આપને નમતા નથી, આપની આજ્ઞામાં રહેતા નથી તેમને તમારા શૌર્યથી, પરાક્રમથી, વીર્યથી તમારા વશમાં કરે, તમારી આજ્ઞા નીચે લા, પછી આપ દીક્ષા લેજે. જેથી આપના ગયા બાદ કેઈ આપના રાજ્યને છિન્નભિન્ન કરીને તમારા પુત્રનું રાજ્ય લઈ શકે નહિ. તે રાજાઓને પરાજિત કરી તમારી આણ વર્તાવી દે, પછી કોઈ પ્રકારને ભય ન રહે. પરીક્ષા કરનાર વીર છે, જવાબ દેનાર વીર છે. નમિરાજર્ષિ ઈન્દ્રના આ પ્રશ્નના જવાબમાં શું કહે છે?
जो सहस्स सहस्साण, संगामे दुज्जए जिए। एग जिएज्ज अप्पाण, एस से परमो जो ॥३४॥