________________
શારદા રત્ન
૭૯૭
રાત્રિ સમયમે નિર્જન વનમેં, નિઃસહાય જનકે હી ધન, હર લેતે હૈ અહે ચાર ગણુ, રહતે હૈ ભયપૂરિત મન. પર યહ દુરિત કષાય ચાર ગણુ, હા નિર્ભય હેકર નિશદિન,
અશુભ કર્મ શયો કે બલસે, હરતે જ્ઞાન-ચરણ શુભ ધન. કેઈ મુસાફર જંગલમાં ચાલે જતો હોય, તેની પાસે મુડી ઘણું હોય, પણ સાથે કઈ સથવારો ન હોય તે રાત્રીમાં ચેરને ભય રહે છે ને ઘણી વાર લૂંટાઈ જાય છે, તેવી રીતે મિથ્યાત્વ, કષાય આદિ ચોરે આત્માના જ્ઞાન-દર્શન રૂપી ધનને લૂંટી લે છે. એમાં તે બિચારો આત્મા દરિદ્ર બની જઈ ઘોર દુર્ગતિઓમાં જકડાય છે ને અનંતા દુઃખ પામે છે, માટે હું તો એવા ચોર ડાકુઓને વશ કરવા ઈચ્છું છું. બહારના ચેર ડાકૃઓની શી કિંમત છે? જે જીવો સમ્યગદર્શનાદિ મોક્ષ માર્ગની સાધના કરતા નથી, તે બંધાય છે અને જે સાધના કરે છે તે દ્રવ્ય અને ભાવ, બાહ્ય અને આત્યંતર સર્વ પ્રકારના ચોર ડાકૃના ભયથી સર્વથા છૂટે છે. આધ્યાત્મિક સામ્રાજ્યની આ દૃષ્ટિ ખૂબ વિચારપૂર્ણ છે. માનવી બહારના લૂંટારાને જુએ છે પણ અંદરના લૂંટારાને જેતે નથી, એટલે એને હાથે કરીને પગભર કરે છે, પોષે છે પછી એ આત્માનું નિકંદન કાઢે એમાં શી નવાઈ!
નમિરાજના જવાબ સાંભળી ઈન્દ્રના મનમાં થઈ ગયું કે આ રાજર્ષિની સામે મહક, કરૂણ દશ્યો ખડા ક્ય, છતાં તે તે જરાપણ ડગતા નથી. એમની સામે મારી જીત મુશ્કેલ છે, છતાં હવે તેમને ભયની વાત સમજાવું કે જેથી તે પાછા પડે. ઈન્દ્રને તે કોટી કરવી છે, એટલે એક પછી એક પ્રશ્નો પૂછે છે. તે પ્રશ્ન પૂછવાનું છોડતા નથી, કારણ કે એમને તો નમિરાજને હરાવવા છે, પણ ઘણી વાર સંસારમાં એવું જોવા મળે છે કે અજ્ઞાનના કારણે માનવી લીધેલી વાતને છોડતો નથી.
એક શેઠને એક દીકરો હતે. શેઠને કરિયાણાની દુકાન છે. ધંધે ધમધોકાર ચાલે છે. શેઠ બધું રોકડેથી વેચે. એક વાર શેઠને ઘેર બહારગામથી મહેમાન આવેલા એટલે શેઠને બપોરે ઘેર જવાનું થયું. શેઠ લોભી ઘણુ હતા એટલે તેમણે પિતાના દીકરાને બોલાવીને કહ્યું–બેટા ! મહેમાન આવ્યા છે તે હું ઘેર જાઉં છું. જે દુકાન બંધ કરીએ તે ઘરાક પાછા ચાલ્યા જાય, માટે તું દુકાને બેસ. હું મહેમાનોને જમાડીને આવું છું. ત્યાં સુધી તું દુકાને બેસજે. જે ઘરાક આવે તે પહેલા કેઈ વસ્તુના ભાવ કહીશ નહિ. પહેલા તેમને જેટલું લેવું હોય તેટલું લેવા દેજે, પછી તેને હિસાબ કરી બીલ બનાવી પૈસા માંગજે. શેઠ તે ભલામણ કરીને ઘેર ગયા. છોકરામાં થોડું મીઠું ઓછું હતું. છોકરો દુકાને બેઠો છે. તેના મનમાં થાય છે કે કેઈ ઘરાક આવે તે સારું, તે હું બાપુજીના કહ્યા પ્રમાણે કરું. થોડી વારે એક ગધેડો આવ્યો. દુકાનના ઓટલા પર દશ શેર જારનું ભરેલુ છાબડું (તબડકુ) હતું. ગધેડાએ આવીને તેમાં મેટું નાંખ્યું. છેક વિચાર કરે છે કે મારા બાપાએ કહ્યું છે કે ઘરાક આવે