________________
૭૮૮
શારદા રત્ન બનાવટ ઉભી કરીને કહ્યું–મારો દીકરો તે મોસાળમાં ભણે છે, તેથી આવશે નહિ. છોકરાને બતાવ્યો નહિ. હવે સગાઈ તે કરી, પણ લગ્ન કેવી રીતે કરવા ? તે માટે તેણે એક યુક્તિ કરી. આ રીતે બધી વાત શુભમતિને કહે છે. હવે આગળ શી વાત કરશે તે ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૯ આસો વદ ૯ બુધવાર
તા. ૨૧-૧૦-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષ ફરમાવે છે કે માનવભવની મહત્તા વિવેકમાં છે. હેત વિનાનું હૈયું નકામું છે તેમ વિવેક વિનાનું માનવજીવન નકામું છે. પશુમાં તથા માનવીમાં ચાર સંજ્ઞા છે, પણ પશુ કરતાં માનવજીવનની મહત્તા વધારે છે, કારણ કે ત્યાં વિવેક છે. વિવેકની સાથે ચિંતન છે, છતાં માનવ ઊંડાણથી વિચાર કરી શકતો નથી, કે ચિંતન કરી શકતું નથી. કારણ કે તે અશાંત છે, અસ્વસ્થ છે. માનવ અણબેબ, હાઈડ્રોજન બોંબ બનાવી રહ્યો છે, ચંદ્રક પર જવાનું વિચારી રહ્યો છે. તેણે તમારા ભૌતિક સુખ, વૈભવ-વિલાસના અનેક સાધનો બનાવ્યાં છે. આ બધું સુખ મેળવવા છતાં શાંતિ નથી, તે માનવને સુખ-શાંતિ મળે તે માટે હવે શું જોઈએ છે? આજે માનવે જ્યાં ને ત્યાં વિક્રમ સર્જવા માંડ્યા છે. તે વિક્રમ વિનાશ માટે છે કે સર્જન માટે ? તે વિચારવાની જરૂર છે. તેના અંગે ચિંતન કરવાનું માનવ ભૂલી ગયા છે અને તેથી તે સારાસારને વિવેક વિસરી ગયું છે.
આજે નજર કરીશું તો દેખાય છે કે ધાર્મિક અનુષ્ઠાને વધ્યા છે. માસખમણ, અઠ્ઠાઈ વગેરેની તપશ્ચર્યાઓ ખૂબ થાય છે. આ ખૂબ આનંદની વાત છે, પણ આ બધામાં હૈયું જે રીતે ઓતપ્રોત થવું જોઈએ તે નથી થતું, તેથી ધાર્યું પરિણામ આવી શકતું નથી. આ દ્રવ્ય ક્રિયાઓ જરૂર ભાવને લાવનારી છે પણ આપણું ધ્યેય ફક્ત દ્રવ્ય ક્રિયા પર રહેશે તે ભાવ આવશે નહિ. મા ખમણ જેવી મહાન તપશ્ચર્યા કરનારે જિંદગીભર રાત્રિભેજનને અને અભક્ષ્યને ત્યાગ કરવો જોઈએ. વીતરાગને સમર્પણ ભાવવાળી થેડી ક્રિયા પણ ફળ આપશે અને સમર્પણ ભાવ વિનાની તાડ જેટલી મોટી કિયા ફળ નહિ આપી શકે. સમુદ્રની અને નદીની સપાટી બહારથી સરખી દેખાય છતાં ઊંડાણમાં ફરક છે, તે પ્રમાણે કઈ પણ ક્રિયા કે અનુષ્ઠાનમાં બાહ્ય સપાટી ન જોતાં તેનું ઊંડાણ જુઓ, અને તેનાથી કેટલું પરિવર્તન આવ્યું છે તે વિચારો. કર્મનિર્જરા માટે કઈ શુભ પ્રવૃત્તિ કરી છે તે જોવાની જરૂર છે. આ બધા માટે વિવેક ને ચિંતનની જરૂર છે.
જેમના જીવનમાં વિવેક પ્રાપ્ત થયા છે એવા નમિરાજને ઈન્ડે કહ્યું- હે ઋષિશ્વર ! મિથિલા નગરીને નિર્ભય બનાવીને પછી આપ જજે, ત્યારે નમિરાજ શું કહે છે. તે વિપ્ર! મને ન્યાય ઘણો પ્રિય છે. આ બધા દુષ્ટાને સજા કરી, એમને દૂર કરી હું નિષ્કટક કરવા ઉત્સુક છું. એ કામ માટે મેં જુદી જુદી અદાલતે સ્થાપી હતી, અને એક સર્વોપરી અદાલત સ્થાપીને મેટા પગારવાળા ન્યાયાધીશની પણ નિમણુંક કરી હતી, પણ મને