________________
શારદા રે
૭૮૯ લાગ્યું કે ત્રણ ત્રણ નીચી અદાલતે અને માટી અદાલતમાં રજુ કરાયેલા મુકદમા ઘણી વખત સત્યને સતાવવામાં પરિણમ્યા હતા. ગુના ગુપ્ત રીતે થાય તેને માટે સાક્ષી ક્યાંથી લાવવા? અને સાક્ષી હોય તે ગુના થાય કેવી રીતે? વળી સાક્ષી વિના ગુન્હાની સાબિતી પણ શી રીતે થાય ? ત્યારે મને એમ લાગ્યું કે આપણા સર્વ પ્રયત્ન પાણી વલોવવા જેવા છે. ન્યાયની કલા મન-વચન અને કાયાની શુદ્ધિ વિના સંપાદન થઈ શકતી નથી. એમ વિચારીને મેં ત્રિકરણ શુદ્ધિને આ સંયમમાર્ગ અંગીકાર કર્યો છે. એ માર્ગે જતા હવે મારા વિચાર કરી ગયા છે. તમે મને કહો છો કે ચોર, લૂંટારાઓ આદિને કબજે કરીને જજે, પણ હે વિપ્ર ! મારી વાત સાંભળો. ____ असई तु मणुस्सेहिं, मिच्छादंडो पजुञ्जई ।
अकारिणोऽत्थ बज्झन्ति, मुच्चई कारओ जणो ॥३०॥ મનુષ્યો દ્વારા અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ થાય છે. જેવી રીતે ચોરી ન કરવાવાળા પકડાઈ જાય છે અને ચોરી કરવાવાળા છૂટી જાય છે.
નમિરાજ વિપ્રને કહે છે કે લેકમાં દંડના સંબંધમાં ઘણું વિપરીત થતું જોવામાં આવે છે. અજ્ઞાની જીદ્વારા મિથ્યાદંડને પ્રયોગ વધુ થાય છે. મોટા ભાગે એવું જોવામાં આવે છે કે જે લોકે નિરપરાધી છે, ચોરી કરી નથી તેમને કડક શિક્ષા આપવામાં આવે છે અને જેમણે અપરાધ કર્યો છે તેઓ છૂટી જાય છે. જ્ઞાતાજી સૂત્રમાં એક ન્યાય
આપ્યો છે.
એક મહાન સુખી શ્રીમંત શેઠ હતા. ધનને તે પાર ન હતું, પણ તેમને એકે સંતાન ન હતું. શેઠે દશ વર્ષની ઉંમરના એક છોકરાને નાનપણથી પિતાને ઘેર નોકર તરીકે રાખ્યો હતો. આજે પણ મોટા ઘરોમાં કંઈકવાર જોવા મળે છે કે નાના છોકરાને નોકર તરીકે રાખે છે. એ શેઠને ઘેર રહે ને કામકાજ કરે, પછી મોટે થતાં શેઠનો એટલે વિશ્વાસપાત્ર બની જાય છે કે શેઠ એને દીકરા સમાન ગણે છે. આ શેઠે છોકરાને નોકર તરીકે રાખ્યો. સમય જતાં તે મોટો થતાં શેઠે તેના લગ્ન કરી આપ્યા ને ઘરબાર બધું વસાવી આપ્યું. શેઠ પોતાનું ભર્યું ભાદર્યું ઘર તે નેકરના વિશ્વાસે મૂકીને જાય. નોકર ખૂબ પ્રમાણિક હતો. ક્યારેક શેઠની પથારી નીચે નોટના બંડલ પડયા રહે તે પણ તે આપી દેતે.
આ નોકર ૩૦ વર્ષને થયો ત્યારે શેઠને ત્યાં એક દીકરો છે. ઘણાં વર્ષે શેઠશેઠાણીએ દીકરાનું મુખ જોયું એટલે દીકરો બધાને ખૂબ વહાલો હતે. શેઠ પોતાનો દીકરો બીજા કેઈ નોકરના હાથમાં ન આપે. એક આ નોકરના હાથમાં આપે. શેઠે તે નોકરને કહ્યું. હવે તારું કામકાજ બીજા નેકરે કરશે. તું આ બાબાને ખૂબ સાચવજે. સમય જતાં બાબા રા વર્ષને થયો. માબાપને ઘણીવાર બહુ ોંશ હોય છે કે મારે એકનો એક દીકરો છે, માટે સારા સારા દાગીના પહેરાવું, તેમ અહીં શેઠાણીએ પોતાના પુત્રને રત્નજડિત હીરાની પિચી, ચેઈન વગેરે પહેરાવ્યું, પછી નોકરને કહ્યું કે તું આ બાબાને