________________
શારદા રત્ન
७८७
કિશારકુમાર કહે-સતી! મને માફ કર. મારા આ પાપ કયા ભવમાં જઇને ભાગવીશ. કુમાર બધી ગાળ ગેાળ વાત કરે છે. બિચારી સતી શું સમજે! કુમાર કહે છે, મેં ધાર પાપ કર્યા છે તેમાં આ ત્રીજું પાપ છે. તે ત્રણ પાપ કેાને માને છે ? એક પાપ પેાતાના ભાઈ ને ઝાડની ડાળે ખાંધીને આવ્યા છે, પછી તેનુ શુ થયુ તે ખખર લેવા પણ જઈ શકયેા નથી. ખીજુ` પાપ શેઠના કહેવાથી મૃત્યુના ભયથી તને પરણવા આવ્યા તેથી વિશ્વાસઘાત કર્યાં અને આ ત્રીજું પાપ તારી જિંદગી બગાડવા ઉઠયા છું. સતી કહે—આપ આવું ન બેલેા. આપ કદાચ મારી પરીક્ષા કરતા હૈ। તા ભલે કરો, પણ હું ડગનાર નથી. મારા નિર્ણય તા અફર અને અચલ રહેનાર છે. હું તેા મારા છું. તે જ મારા પતિ છે ને રહેવાના
મનથી મારી સામે બેઠેલા કિશારને વરી ચૂકી છે, તેમાં હવે જરા પણ ફેરફાર થવાના નથી.
મેરી દૃષ્ટિમે ઔર જીવનસૃષ્ટિમે', તુમ્હી એક મેરે નાથ, આપ મેરે પ્રાણ પ્યારે હા, મેરા તન મન માલિક આપ.
મારી દૃષ્ટિમાં અને જીવન સૃષ્ટિમાં આપ એક જ મારા નાથ છે. મારુ સ`સ્વ આપ છે. આપ મારા જીવનના માલિક છે. શુભમતિ, હું તને એ જ વાત કહેવા માગું છું. તું જેને કિશાર માની તારા પતિ તરીકે સ્વીકારી જીવન અર્પણ કરવા તૈયાર થઈ છું, તે કિશેાર હું નથી. હું તારા પતિ નથી. હું લક્ષ્મીદત્ત શેઠના પુત્ર નથી. મારા પિતા તા બીજા છે. આ શબ્દો સાંભળતા શુભમતિ સ્તબ્ધ બની ગઈ. તેણીએ આશ્ચય થી પૂછ્યું-આપ કાણુ છે ? હું તા ભાડે પરણવા આવ્યા છું. પરણવાનુ તા કોઈ દિવસ ભાડે સાંભળ્યું નથી. વાસણ–ગાદલા બધું ભાડે હાય પણ પરણવા કેાઈ ભાડે આવ્યું હાય એવું હજુ સુધી સાંભળ્યું નથી. હું તેા વસતપુર નગરના સાગરદત્ત શેઠના પુત્ર છું, પણ મારી આંખમાંથી આંસુ પડતાં, આંસુના મેાતી બનતાં લક્ષ્મીદત્ત શેઠે જોયા. આ આંસુના મેાતીએ જ મને ભયંકર દુઃખમાં નાંખ્યો છે. હે સતી ! જીવનમાં રડવું એ મારા માટે દુઃખનું કારણ છે. એ જ મને આપત્તિમાં નાંખનાર બન્યું છે. માતા, પિતા, ભાઈ તથા જન્મભૂમિના વિયાગ વેઠયા. ભાઈના માટે ચંદનના લાકડા લેવા આવ્યા હતા, હું રડતા હતા, અને શેઠે આંસુમાંથી મેાતી બનતા જોયા. શેઠ લેાભમાં પડચા. મેાતી માટે મને બંદીવાન બનાવ્યા.
તારી જેની સાથે સગાઈ કરી છે એ તા રક્તકાઢીયેા છે. એને બહાર કાઢ તા કયાંય સુધી એની દુર્ગંધ ઉડે છે. તેનું નામ કિશાર છે ને મારું નામ ગુણચંદ્ર છે. આ શેઠ ભોંયરામાં પૂરીને મને રાજ ચાબૂકના માર મારે. આ માર મારવાનું કારણ મને રડાવીને આંસુમાંથી મેાતી મેળવવાનુ` હતું. એ ભેયરુ' એટલે અંધારી કાટડી. સૂર્યનું કિરણ પણ જોવા ન મળે. રાજ માર ખાવાના પણું પુરું ખાવાનું પણ મળે નહિ. આ રીતે કેટલાય વર્ષોથી હું મહાન દુઃખા ભાગવી રહ્યો છું. સમય જતાં તારી સગાઈનું કહેણ આવ્યું. શેઠનેા દીકરા રક્તકે,ઢિયા છે, એ વાત જાહેર કરી નહિ ને બધી માયાવી