________________
૭૫૮
શારદા રત્ન નમિરાજ કહે છે હે વિપ્ર! પરાક્રમ રૂપ મારું ધનુષ્ય છે. તેને ઈસમિતિ આદિ સમિતિ રૂપ જીવા બાંધી છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, રાત્રીભજનના ત્યાગ રૂપ મહાવ્રતોથી તે ધનુષ્યને બાંધ્યું છે. તપ રૂપ બાણથી યુક્ત થયેલું તે ધનુષ્ય કર્મ કંચુકને ભેદવામાં સમર્થ બને છે. તપ બે પ્રકારના બતાવ્યા છે. બાહ્ય અને આત્યંતર. ઉપવાસ આદિ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય આદિ આત્યંતર તપ છે. પૂર્વ ભવના સંચિત કર્મોનો નાશ કરવા માટે તપ એ અમોઘ હથિયાર છે. નમિરાજ ઈન્દ્રને કહી રહ્યા છે કે મેં મારું નગર, કોટ બધું મજબૂત બનાવ્યું છે, અને કર્મરૂપી શત્રુઓ સામે ઝઝૂમવા માટે મેં બધા હથિયાર તૈયાર રાખ્યા છે. મારે હવે બાહ્ય સંગ્રામ ખેલવાનો રહેતું નથી. નમિરાજે કેવા સુંદર આધ્યાત્મિક સામ્રાજ્યની વાત કરી! તેમના જવાબથી ઈન્દ્ર પણ થંભી ગયા. શું એમને વૈરાગ્ય છે! શું એમના જવાબ છે! શું તેમની ચારિત્રની લગની છે ! કેટલી નિર્મોહી દશા છે! ખરેખર ત્યાગમાં જેવું સુખ છે એવું સુખ બીજા કેઈને નથી.
नैवास्ति राजराजस्य, तत्सुख नैव देवराजस्य ।
यत्सुख मिहेव साधो, लोक व्यापार रहितस्य ॥ જેણે આ જગતને તૃણની જેમ છોડી દીધું છે, એને જે સુખ અને આનંદ છે એવું સુખ અને આનંદ ચક્રવતિને પણ નથી, માટે કહ્યું છે કે જે ત્યાગમાં જે આનંદ ' છે એ કયાંય નથી,” ચક્રવતિ છ છ ખંડનો વહીવટ કરે છે પણ જ્યારે વૈરાગ્ય
આવે છે ત્યારે ક્ષણવારમાં બધું છોડીને ચાલ્યા જાય છે. એ જ્યારે બધું છોડીને દીક્ષા લે ત્યારે શું કહેશે? આ મિશ્નઃ હું ભિક્ષુ છું એમ કહેશે પણ અ વતી હું ચક્રવાત રાજા છું એમ નહિ કહે. એ શું બતાવે છે ? ત્યાગમાં જે આનંદ છે એ ભેગમાં નથી. એમને ભિક્ષુ કહેવડાવવામાં જે આનંદ આવે છે એવો આનંદ ચક્રવતિ કહેવડાવવામાં નથી. એ ત્યાગી પણ કેવા હોવા જોઈએ? લોકોના વ્યવહારથી રહિત હોય, કુટુંબ અને સંસારના વ્યવહારમાં એનું મન ન રહેવું જોઈએ. આવા જે ત્યાગી સંત છે, એમને જે સુખ છે એવું બીજા કેઈને નથી.
એક મુનિ વિચરતા વિચરતા કેઈ ગામમાં ગયા. સાંજ પડી ગઈ છે એટલે મુનિ વિચારે છે કે મારાથી રાત્રે તે ચલાય નહિ, માટે રાતે કયાંક રોકાઈ જવું પડશે, પણ આ ગામ અજાણ્યું છે. કેને ત્યાં રહેવું? એ વિચાર કરતા તેઓ ગામમાં આગળ જતા હતા. ત્યાં રસ્તામાં કંદોઈની દુકાન આવી. કંઈ દુકાન [બંધ કરતે હતે. એ જેઈને મુનિએ પૂછ્યું-ભાઈ! જે તારે ત્યાં થેડી જગ્યા હોય ને તું રાજીખુશીથી હા પાડે તે માટે આજની એક રાત અહીં સૂઈ રહેવું છે. સંતની વાત સાંભળી કંઈના મનમાં થયું કે મારી દુકાનમાં ચોવીસે કલાક અઢાર પાપસ્થાનક સેવનારા લોકો આવે છે. એમાં મહાત્માના પગલાં કયાંથી હોય? ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે મારે ત્યાં સંતના પવિત્ર પગલાં થશે. કંદોઈએ તરત કહ્યું-ગુરૂદેવ ! પધારે, ગુરૂદેવ પધારે! મારી આજ્ઞા છે. આપ ખુશીથી મારે ત્યાં રહે. મહાત્મા તે કંદોઈને ત્યાં રહ્યા.