________________
૭૫૭
શારદા રત્ન
ચમકાર હાય, ત્યાગનેા તરવરાટ હાય, વીર આજ્ઞાના ગુંજારવ હાય, તે આવા વૈરાગ્યભર્યા જવાબ આપી શકે. તેમના જવાબથી ઈન્દ્ર પણ સ્થંભી ગયા. શુ' એમના વૈરાગ્ય છે! તેમના સૌંયમ સુવર્ણ જેવા ઉજ્જવળ છે.
વીતરાગની આજ્ઞામાં વિચરતા સાચા સાધુ ગમે તેવા અનુકૂળ, પ્રતિકૂળ ઉપસર્ગો આવે તા હસતા મુખે તેને વધાવી લે, પણ સયમ માર્ગથી વિચલિત ન થાય. સાધુ એટલે પવિત્રતાનું પુનિત સરેાવર. તેમને જોતાં શાંતિના ઝરણાં ઝરે. તેમના સમાગમથી જીવનજ્યાતમાં પ્રાણુ સંચરે, તેમને પગલે પ્રમેાદનું વાતાવરણુ જામે અને જેમના પરિચયથી અંતરની આગ બૂઝાય તેનું નામ સાધુ. નિમરાજની સામે ઇન્દ્ર કસેાટી કરવા આવ્યા, છતાં મિરાજ તેા ડગ્યા નહિ. તેમણે આભ્યંતર નગરની વાત કરી. હવે ક શત્રુઓને ભેદવા કયા કયા હથિયારો લીધા છે તે બતાવે છે.
धणु परकमं किच्चा, जीव च इरियं सया ।
धिः च केयण किच्चा, सच्चेण पलिमन्थए ॥ २१ ॥
પરાક્રમરૂપી ધનુષ્યમાં ઈર્યાસમિતિ રૂપ જીવા દોરીને સ્થાપન કરીને હંમેશા ધૈર્યનું કેતન કરીને પછી તે ધનુષ્યને સત્યથી ખાંધ્યું.
આ ગાથામાં ધનુષ્યની દ્રવ્યથી અને ભાવથી ઉપપત્તિ કરી છે. દ્રવ્ય ધનુષ્ય તે લડાઈના મેદાનમાં જાય ત્યારે લઈ જાય છે પણ અહી તેા ભાવ ધનુષ્યની વાત બતાવી છે. દ્રવ્ય ધનુષ્ય તા સંયમશીલ સાધકને ખાંધવાને ચેાગ્ય નથી. એ ધનુષ્યથી જીવાની હિંસા થાય છે. મુનિએ તેવું ધનુષ્ય રાખતા નથી. તે તેા ભાવ ધનુષ્યને પેાતાની પાસે રાખે છે. તે ધનુષ્ય કર્યું! પરાક્રમ રૂપી ધનુષ્ય છે. તેમાં ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આયાણુભ‘ડમત્તનિખેવાસમિતિ, ઉચ્ચારપાસવણુખેલજલસંધાણુ પારિઠાવણીયાસમિતિ આદિ પાંચ સમિતિ રૂપ જીવા દોરી છે. તથા ધર્માંમાં નિરંતર થવા વાળી ધૈર્યતાનું કેતન બનાવે. ( ધનુષ્યના મધ્ય ભાગમાં તેને પકડવા માટે જે લાકડાની મુષ્ટિ લાગેલી હાય છે તેને કેતન કહે છે. ) તથા તે ધનુષ્યને સત્ય દ્વારા ખાંધવું જોઈએ. સાધક આત્માનું આ ભાવ-ધનુષ્ય છે. જેનાથી તે પેાતાના આત્માની રક્ષા કરતા થકા રાગ-દ્વેષાદિ રૂપ શત્રુએ સાથે યુદ્ધ કરવામાં સફળતા પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા-સમતા—તપસવર અને ગુપ્તિ સુસ્થિત રાખ્યા પછી પરાક્રમ, સી વગેરે શસ્રોથી કર્માની સામે જંગ ખેલે છે. એ જગમાં કર્માને ભાગે જ છૂટકા. શ્રદ્ધાદિ બધુ હાવા છતાં પરાક્રમ, પુરુષાર્થના વેગ અને થૈ તા વગેરે જો ન હોય તેા કર્મને હટાવવા મુશ્કેલ છે. આ ભાવ ધનુષ્યથી સયમી આત્મા શું કરે છે તે હવે બતાવ્યું છે.
तव नाराय जुत्तेण, भित्तूण कम्म कंचु ।
मुणी विगय संगामो भवाओ परिमुच्चए ॥२२॥
તપરૂપી બાણથી યુક્ત થઈને તે ધનુષ્યના દ્વારા કર્મ કંચુકનું ભેદન કરીને પછી તે મુનિ સગ્રામથી રહિત થઈ ને આ સસારથી સર્વથા છૂટી જાય છે.