________________
७४
શારદા રત્ન
જ્યાં સુધી જીવનમાં પવિત્રતા ન આવે ત્યાં સુધી ધર્મનું આચરણ કેવી રીતે થઈ શકે? મલિન અને અપવિત્ર હૃદયથી કરાયેલી આરાધના રાખમાં ઘી નાંખવા જેવી છે. માને કે કઈ ઘરમાં એક ખૂણામાં ગંદકીને ઢગલે પડ્યો હોય ને તેમાંથી દુર્ગધ નીકળતી હોય ત્યાં કદાચ અગરબત્તી સળગાવો તો પણ સુગંધ આવતી નથી અને દુર્ગધ છાની રહેતી નથી. જો મનમાં તથા જીવનમાં મલિનતા અને અપવિત્રતા છે તો જીવનમાં ધર્મને સ્પર્શ થઈ શકતો નથી. જીવનની ભૂમિને ધર્મને યેાગ્ય બનાવનાર સદ્દગુણે છે. સદગુણોના આચરણથી મન અને જીવન પવિત્ર તથા વિશુદ્ધ બને છે. ગુણના અભાવમાં ધર્મનું અસ્તિત્વ ટકી શકતું નથી, જીવનમાં ગુણેને વિકાસ થયા વિના ધર્મને વિકાસ થઈ શકતો નથી. ગુણે જીવનની ભૂમિને ખેડીને ફળદ્રુપ બનાવે છે. જે ભૂમિ ખેડીને તૈયાર થઈ જાય તે ધર્મની ફૂલવાડી સહેલાઈથી ખીલી ઉઠશે ને જીવન સદ્દગુણની સૌરભથી હેકી ઉઠશે.
જેમનું જીવન સદગુણોની સૌરભથી મહેકી રહ્યું છે એવા નમિરાજર્ષિને ઈન્દ્ર કહે છે હે નમિરાજ ! તારે દીક્ષા લેવી હોય તે લેજે, પણ હજુ તારે પુત્ર નાનો છે. તેની સામે દુશ્મન રાજા આવે તે તેના રક્ષણ માટે તો તું કંઈક કર. તારી નગરીના કિલ્લા સાવ જીર્ણ બની ગયા છે. તે તું કિલાને મજબૂત બનાવ. ઓહ! આ કિલ્લાઓ ! આ કાંગરાઓ ! આ દરવાજાઓ! અને કિલ્લા પરની આ નજીવી યુદ્ધ સામગ્રી ! આવી અસહાયતા વચ્ચે રહેલી મિથિલા શું શત્રુઓથી રક્ષણ પામી શકશે ખરી ? ખંડિયેરમાં પલટાઈ ગયેલી મિથિલા દેવરાજે પરીક્ષા માટે બતાવી છે, જેની ઈટ ઈંટ પડી રહી છે, જેમાંથી ધૂળના ઢગલાઓ મેઘની ધારાની જેમ ખરી રહ્યા હતા. આવી નગરીને તું શું કર? તે માટે ઈન્દ્ર કહે છે હે નમિરાજ! તમારે દીક્ષા માટે દઢ નિર્ણય છે તે ભલે દીક્ષા લેજે પણ આટલું કામ કરીને પછી દીક્ષા ગ્રહણ કરો. પહેલા તે મિથિલાના રક્ષણ માટે એક મજબૂત કિલે બનાવો. એ કિલ્લાને લોખંડી દરવાજા મૂકો, જે ખૂબ મજબૂત અને સાંકળોથી સજ્જ હોય. કેટની ઉપર અટ્ટાલિકાઓને તૈયાર કરાવો, એટલે અસશસ્ત્રો ગોઠવવાની સગવડ કર. જે યુદ્ધના સમયે કામ આવે તથા શત્રુઓને રેકવા માટે કિલ્લાની ચારે બાજુ એક ઊંડી ખાઈ દાવો. ખાઈને ફરતી કંટક વૃક્ષની ઝાડી રોપાવો અને શત્રુઓને હરાવવા માટે બંદુક, તપ આદિ શસ્ત્રોને તૈયાર કરાવો. એ તોપ એવી બનાવો કે જે એકવાર ચલાવવાથી સેંકડે મનુષ્યોને નાશ કરે. આટલું તે શત્રુઓને નગર પ્રવેશ કરતા અટકાવવા માટે કરવું જરૂરનું છે. આ બધી સામગ્રી તૈયાર થઈ જાય પછી આ૫ ખુશીથી સંયમ માર્ગે જઈ શકે છે.
ઈન્દ્ર કહે છે કે આ વાત હું આપને એટલા માટે કહું છું કે તમે ક્ષત્રિય . ક્ષત્રિયોને મુખ્ય ધર્મ પ્રજાનું પાલન કરવું અને ભયથી તેની રક્ષા કરવી. જે ભયથી રક્ષા કરે તે ક્ષત્રિય કહેવાય છે, માટે આ નગરીને સુરક્ષિત અને ભયથી રહિત કરીને આપે જવું જોઈએ. તો તમારી દીક્ષા લાભદાયી છે. ઈનમિરાજર્ષિને તેમના વિરાગ્યની