________________
૭૫૦
શારદા રત્ન
કસોટી કરવા આ પ્રમાણે કહ્યું, પણ નમિરાજાને વૈરાગ્ય મહગર્ભિત કે દુખગર્ભિત નથી પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. જેના અણુ અણુમાં વૈરાગ્ય રસના ફુવારા ઉડી રહ્યા છે એવો સાધક આત્મા શું એક કદમ પણ ડગે ખરો? ના. ઈન્દ્રના આ પ્રશ્નને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું.
सद्ध नगर किच्चा, तव संवरमग्गल।
खन्ति निउणपागार, तिगुतं दुप्पध सय ॥२०॥ હે વિપ્ર ! કર્મરૂપ શત્રુઓથી મારા આત્માને સુરક્ષિત રાખવા માટે શ્રદ્ધા રૂપ નગર, તપ સંવરરૂપ અર્ગલા, ક્ષમારૂપ પ્રાકાર–કોટ, મનગુપ્તિરૂપી ખાઈ, વચનગુપ્તિરૂ૫ અટ્ટાલક અને કાયગુપ્તિરૂપ શતદની ઈત્યાદિ બધું મેં પહેલેથી તૈયાર કર્યું છે.
નમિરાજ કહે છે હે વિપ્ર! મેં અગાઉથી બધું કરી લીધું છે. મારું નગર કયું છે? અર્ગલા, કેટ, ખાઈ, દરવાજા એ કયા છે તે તમે જાણતા નથી. હું તો એ બધું મજબૂત કરીને નીકળ્યો છું. નમિરાજને ભેદજ્ઞાન થઈ ગયું છે. તેમની વિભાવવૃત્તિ છૂટી ગઈ છે અને હવે સ્વભાવના સરોવરમાં ઝૂલી રહ્યા છે. તેમની બાહ્યદષ્ટિ છૂટી ગઈ છે ને આત્મદષ્ટિ ખુલી છે. તેમની મિથિલા હવે કંઈ ઈટ ચૂનાની ન હતી, પણ અલૌકિક હતી.
એ મિથિલા બળે એવી ન હતી અને ખંડિયેરમાં પલ્ટાય એવી ન હતી, તેથી રાજર્ષિ : કહે છે કે મારી મિથિલા તે અજર અમર છે. ન જળ એને ખેંચી શકે, ન જવાળા
એને બાળી શકે. એના કિલ્લા અભેદ્ય છે ને એના દરવાજા અડેલ છે. મારી મિથિલા આવી અજેય હોય પછી મારે ચિંતા શા માટે કરવી? | તત્વની રૂચિ-શ્રદ્ધારૂપ નગર બનાવ્યું છે. ગમે તેવા પ્રસંગ આવે તે પણ હે શ્રદ્ધાથી ફરવાનો નથી. “તવાર્થ શ્રદ્ધાની સંખ્યાન” તત્ત્વ પર યથાર્થ શ્રદ્ધા થવી તેનું નામ સમ્યગદર્શન. શ્રદ્ધા એ સમસ્ત ગુણોને આધાર છે. અહીં શ્રદ્ધાને નગરની ઉપમા આપી છે. એનો અર્થ એ છે કે સૌથી પહેલું શ્રદ્ધામાં વસવું જોઈએ. શ્રદ્ધામાં વસીને પછી બધી સાધના-આરાધના કરવામાં આવે તે તે સફળ થાય છે. શ્રદ્ધાની બહાર નીકળી જઈને બીજી ગમે તેટલી સાધના કરે તે એની કઈ કિંમત નથી. શ્રદ્ધા વિના કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. આત્મશ્રદ્ધાપૂર્વક જે પુરૂષાર્થ કરે છે તેને અવશ્ય સફળતા મળે છે. શ્રદ્ધા એ પ્રત્યેક કાર્યને પ્રાણું છે. શ્રદ્ધા એ આત્માને ભવરોગ નાબૂદ કરવા માટેની અમૂલ્ય સંજીવની છે. આત્મ શ્રદ્ધા ઉપર મને એક વાત યાદ આવે છે.
યુરોપમાં સ્ટિવન નામનો એક સત્યવાદી, ધર્મિષ્ઠ અને આત્મ શક્તિ ઉપર દઢ શ્રદ્ધા રાખનાર એક સજજન માણસ વસતો હતો. જ્યાં સજજન હોય ત્યાં દુર્જન હોય છે, અને ધમની સામે અધમી પણ હોય છે. તે રીતે સ્ટિવનની ધર્મ શ્રદ્ધા જોઈને તેના પર ઈર્ષ્યા કરનારા ઘણુ હતા. એ બધા સ્ટિવનના દુશ્મન બની ગયા હતા. એક વખત સ્ટિવનના મિત્રોએ કહ્યું-તું ધર્મના રંગે ખૂબ રંગાઈ ગયો છે, તારી ધર્મ