________________
[૭૪૮
શારદા
ને
બિચારો ગુણચંદ્ર જાણે છે. લક્ષમીદત શેઠે આશીર્વાદ આપ્યા, ને પછી કહ્યું, કિશોર ! હવે તું આગળ આવ. એમ કહી તેને હાથ પકડી આગળ કર્યો. હવે બધાની ઓળખાણ કરાવવી હોય ને! શેઠે માયાજાળ રચી છે. માયાજાળમાં બિચારી અબળા કેવી રીતે ફસાશે ને કેવા દુઃખ પડશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૪ આ વદ ત્રીજ ને ગુરૂવાર
તા. ૧૫-૧૦-૮૧ સુજ્ઞ બંધુઓ ! મહાપુરૂષોએ જીવનની સાધનાના એવા અપૂર્વ માર્ગો બતાવ્યા છે કે જેને જીવનમાં અપનાવીને કોઈ પણ આત્મા લઘુમાંથી મહાન અને શુદ્રમાંથી વિરાટ બની શકે છે. તે સાધનાના સૂત્રો એટલા વ્યાપક છે કે સ્ત્રી હોય કે પુરૂષ હોય, જૈન હોય કે અજૈન હોય, માનવ માત્ર તે માર્ગનું આચરણ કરી શકે છે. આ ધર્મ એવો સરળ છે કે એનું આચરણ કરતાં માનવ માનવમાંથી મહામાનવ બની શકે છે, પણ એ વાત જાણવી જોઈએ કે ધર્મના અધિકારી કોણ છે? કઈ પણ વસ્તુને પ્રાપ્ત કરતાં પહેલા તે વસ્તુને યોગ્ય બનવું અતિ આવશ્યક છે. વસ્તુને ધારણ કરવાની યોગ્યતા ન હોય અને પરાણે તેને ધારણ કરવા જાય તે પરિણામે બંનેનું અનિષ્ટ થાય છે. જેમ કે કાચા ઘડામાં જે અમૃત ભરવામાં આવે તે ઘડો નાશ થાય ને અમૃત પણ નાશ થાય. સિંહણનું દૂધ ભરવું હોય તે સોનાનું પાત્ર જોઈએ. કહેવાનો આશય એ છે કે વસ્તુ . અને પાત્ર બંને શ્રેષ્ઠ હોવા જોઈએ. •
કઈ હોંશિયાર ચિત્રકારને કોઈ કહે કે ભાઈ! આ ગારાની દિવાલ ઉપર તમારી કળાને ચમત્કાર બતાવો. તે શું ગારાની દિવાલ ઉપર ચિત્ર દોરી શકાય ખરું ? ચિત્રકાર શું કહેશે? ભાઈ! પહેલા તમારી દિવાલને સુંદર, રવચ્છ અને સુંવાળી બનાવો. સ્વરછ અને સુંવાળી દિવાલ ઉપર સુંદર ચિત્ર આલેખી શકાય છે. ખેડૂત ખેતી કરે ત્યારે સારામાં સારું, ઊંચામાં ઊંચું બીજ હોય તે તે સીધું ખેતરમાં નથી નાંખતે. હોંશિયાર ખેડૂત સૌ પહેલા જમીનને ખેડીને તૈયાર કરે છે, અને જ્યારે એ જમીન બીજ વાવવા
ગ્ય બને ત્યારે તેમાં બીજ નાંખે છે. અહીં મહાપુરૂષ આપણને એ સમજાવે છે કે સુંદર એગ્ય ખેડેલી ભૂમિમાં બી નાંખવાથી હજારો મણ પાક ઉત્પન્ન થાય છે. તે હવે એ વિચારે કે ધર્મને ધારણ કરવા માટે કેવી ગ્યતા મેળવવી જોઈએ? માનવી ધર્મને અધિકારી ક્યારે અને કેવી રીતે બને છે? ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રશ્નને જવાબ સુંદર આપ્યો છે.
“સોહી ઉકૂલમૂવર, વો મુદ્ર નિદ્રામાં ધર્મ શુદ્ધ અને સરળ હૃદયમાં રહે છે. પદ નાનકડું છે પણ તેને વિસ્તાર કરીએ તે હજારે પદ્યમાં થઈ શકે છે. જિન પ્રવચનને સાર આ એક પદમાં સમાઈ જાય છે. જ્યાં સુધી હૃદય પવિત્ર ન થાય ત્યાં સુધી જીવનમાં પવિત્રતા કેવી રીતે આવી શકે ?