________________
શારદા રંત
૭૪૭
બુદ્ધિ પણ મુઠ્ઠી ખની જાય છે. ગુણચંદ્રના મનમાં પાપનો ડંખ છે કે અરે ! એક નિષિ માળાને વિશ્વાસઘાત કરી પરણીને ભવિષ્યમાં તેની જિંદગી બગાડવાની ! હું શું કરું ? તે તે વિચાર કરતા બેઠા છે. શેઠે ઘેર આવીને સવારમાં બધે સમાચાર માકલાવી દીધા કે મારા દીકરા કિશોર જે મેસાળમાં ભણતા હતા અને જેના લગ્ન લીધા છે તે આન્યા છે. તેનુ ઠાઠમાઠથી સામૈયું કરવાનું છે, માટે બધા આવો. ધનવાનનું આમંત્રણ હાય ત્યાં બધા દોડે. ઘણાં કહે શેઠ! અમને તે ખબર ન હતી કે આપને દીકરા છે. ભાઈ ! મારા બે ત્રણ દીકરા મરી ગયા એટલે આ દશ દિવસના હતા ને માસાળમાં માકલી દીધા છે. તે મેાસાળમાં માટે થયા. ભણ્યા-ગણ્યા ને હવે તેના લગ્ન લીધા છે, માટે ખેલાવ્યા છે. શેઠને ત્યાં તે માનવ મહેરામણ ઉમટી પડચો છે, શેઠે સામૈયામાં હાથી-ઘેાડા ઢોલ, નગારા, શરણાઈ એ બધુ' રાખ્યુ છે. માણસેાની તા ભીડાભીડ થઈ ગઈ. શેઠ તા ઠાઠમાઠથી માનવમેદની સાથે સામૈયુ કરવા ચાલ્યા. ચાલતાં ચાલતાં જે ઝાડ નીચે ગુણચદ્રને બેસાડયો છે ત્યાં નજીકમાં પહોંચી ગયા. ગુણચંદ્ર દૂરથી માનવમેદનીને આવતી જોઈ.
માનવાના સમૂહમાં સૌથી આગળ લક્ષ્મીદત્ત શેઠ ચાલતા હતા. શુદ્રે તેમને ઓળખી લીધા. વાજીત્રાના ઠાઠ સાથે બધા ગુણચંદ્રની નજીક પહોંચી ગયા. ગુણચ`દ્રને શ્વેતાં બધા અદરાઅંદર ખેલવા લાગ્યા, શું આ શેઠના પુત્ર છે ! જાણે સાક્ષાત્ કામદેવ ! શું તેનું રૂપ છે ! શેઠ પહેલા ભલામણ કરીને ગયા હતા તે પ્રમાણે તેમણે ગુણચંદ્રને ઈશારા કર્યા. શેઠના ઈશારાથી ગુણુચંદ્ર સમજી ગયા ને આવીને લક્ષ્મીત્ત શેઠના ચરણમાં પડચો. શેઠે તેને ઉભા કર્યાં ને ભેટી પડયા, પછી પૂછ્યુ−બેટા ! તુ કુશળ છે ને? શેઠને પેાતાના સ્વાર્થ સાધવા કેવી કપટબાજી રમવી પડી ! કેટલુ* અસત્ય બેલવું પડ્યુ? એક પાપ અઢાર પાપને લાવે. માણસ સ્વાર્થમાં અંધ અને છે ત્યારે આગળ પાછળના વિચાર કરતા નથી.
ગુણુચ'દ્રના મનમાં તા એ વિચાર આવ્યા કરે છે કે અરે ! આ શેઠ પેાતાનો સ્વાર્થ સાધવા મને આવા ઘાર પાપમાં નાંખવા તૈયાર થયા ! આટલા સમયથી ભેાંયરામાં પૂરીને હન્ટરના માર માર્યા, ત્યારે જરા પણ યા નથી આવી. તે સમયે તા જાણે એક પિશાચ જોઇ લે, છતાં એ માર વેઠવા સારા પણ આ ઘાર પાપમાં પડવું નહિ સારું ! કોડભરી કન્યા મનમાં કેવા મનારથા ઘડી રહી હશે! એ બધા તેના અરમાના ભાંગીને ભુક્કો થઈ જવાના ને ? એ બિચારી નિર્દોષ ખાળાની જિંદગીનું શું ? આવા વિચાર આવતા તેના શરીરે એકદમ પરસેવા વળી ગયેા. લક્ષ્મીત્ત શેઠના કુલગારે ગુણચંદ્રને કપાળમાં તિલક કર્યું. હાથમાં શ્રીફળ અને તાંબુલ આપ્યું ને આશીર્વાદ આપ્યા “ સુખી ભવ, લક્ષ્મીવાન ભવ.” શેઠે પણ આશીર્વાદ આપ્યા. “દીકરા સુખી થા.” જુએ શેઠની કપટમાયા ! હૃદયમાં વિષ ને હેાઠે સાકર. ખરેખર શેઠને જીભના ડાયાબીટીશ થયા છે! (હસાહસ) ઉપરથી આશીર્વાદ આપે છે દેખાવ કરવા, પણ અંદર શું ભર્યુ છે તે તા