SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૭૩૧ કિશોરને બદલે ભાડૂતી વરરાજા તરીકે તારે આવવાનું. આ વાતને તું બહાર ન પાડીશ. પછી હું તને બંધનમાંથી મુક્ત કરીશ. તું આવીશ તે જ મારી ઈજજત જળવાય એવી છે. જે કિશોર આ રોગી છે એ ખબર પડી જાય તે છોકરી લગ્ન કેવી રીતે કરે ? એ લગ્ન ન કરે તે મારી આબરૂ ધૂળમાં મળી જાય. અત્યારે મારી આશાને દર તું દેખાય છે. મને તારા પર શ્રદ્ધા છે કે તું મારું વચન જરૂર સ્વીકારીશ અને મને દુઃખમાંથી બચાવી લઈશ. શેઠની વાત સાંભળતા ગુણચંદ્ર તે ધ્રુજી ઉઠયો. અરે ! આ અન્યાય ! આ તે માનવ કે દાનવ? આના કરતાં ઘોર પાપી સારે. પોતાને સ્વાર્થ સાધવા બધાને અંધારામાં રાખી સગપણ કર્યું પણ પેલી કન્યાનું શું? માનવ જ્યારે દાનવીવૃત્તિને આદરીને વિજયી બનવા માંગે ત્યારે એમાં માનવતાના દર્શન ક્યાંથી થાય? છતાં આજે શેઠમાં જે નમ્રતા દેખાઈ રહી છે તે સ્વાર્થના કારણે છે. દુર્જનની નમ્રતા કેવી હોય ? ગુણચંદ્ર આ પ્રમાણે વિચાર કરે છે ત્યાં શેઠ કહે છે બેટા ! તું મારી સાથે જાનમાં ચાલ. શુભમતિ સાથે લગ્ન કરીને એકવાર તેને મારા ઘરમાં લાવી દે, પછી હું અને કિશોર બધું સંભાળી લઈશું. તારે ફક્ત મંડપમાં જઈને આ પ્રસંગ શોભાવવાને. કિશોર તરીકે સ્વાંગ સજવાને ને કન્યાને પરણીને ઘેર લઈ આવવાની. આ પ્રસંગ પૂરો થયા પછી તે જે મારી આબરૂ જાળવી તે બદલ હું તને સારી ભેટ આપીશ. ગુણચંદ્ર વિચારે છે કે સંસારમાં સ્વાથી લંપટ જેવા બીજા કેઈ દરિદ્રી નથી. સ્વાથી માણસ બીજાના દુઃખ દેવામાં આંધળા અને બહેરા બની જાય છે. પોતાના સ્વાર્થ ખાતર શું સામી છોકરીને ભવ બાળવાને! ના..ના...એવું કામ મારે કરવું નથી. આ રીતે વિચારની ધારાએ ચહ્યો છે. હવે શું બનશે તે ભાવ અવસરે. વ્યાખ્યાન નં–૮૨ આસો સુદ ૧૫ સેમવાર તા. ૧૨–૧૦–૮૧ પરમ પંથના પથદર્શક, ભવભવના ભેદક, અનંત અનંત ગુણના ધારક એવા વીતરાગ ભગવાન ફરમાવે છે કે ભવ અને ભેગ પરને ભાવ ભગવાન જિનેશ્વર દેવ અને તેમના વચન પર ભાવ આવવા દેતો નથી. જે ભવ અને ભોગ પરથી આત્માને ભાવ ઉતરી જાય તે ભગવાન અને ભગવાનના વચન પર ભાવ વધે. જ્યારે જીવને ભવની અને ભેગેની ભયંકરતાને ખ્યાલ આવે ત્યારે ભવ અને ભોગો પરને ભાવ ઉતરી જાય અને ભગવાન અને ભગવાનના વચનની ભદ્રંકરતાને સાચો ખ્યાલ આવે. તેમના પ્રત્યે બહુમાન વધે. ભવ ભયંકર છે અને ભગવાન ભદ્રંકર છે એવો ખ્યાલ બહુ ઓછા જીવોને હોય છે, તેથી મહાપુરૂષે જીવોને ભવેની ભયંકરતાનું ભાન કરાવવા પ્રયત્ન કરે છે. ભગવાન પર ભાવ લાવવા મહેનત કરવી પડે છે, જ્યારે ભવ અને ભેગો પર ભાવ પરાણે લાવવા પડતા નથી. એ તો અનાદિકાળથી હૈયામાં બેઠેલા છે. જે ભગવાને આપણને ભવ અને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy