SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ૩૦ શારદા રત્ન ગુણચંદ્રનું શરીર ધ્રુજવા લાગ્યું. શેઠ કહે બેટા! તું મને જોઈને પુજશ નહિ. મારાથી ભય પામીશ નહિ. આજે તને એક વાત કરવા આવ્યો છું. મારા માથે એક ભય છે. આવા પ્રસંગમાં મારી સામે એક સિતારો ચમકે છે. મને આશા છે, મને શ્રદ્ધા છે કે હું જરૂર એના સહારાથી ભયથી મુક્ત થઈ શકીશ. શેઠના આવા શબ્દો સાંભળતા ગુણચંદ્રના મનમાં થયું કે આજે શેઠના બોલવામાં કંઈક જુદું રહસ્ય દેખાય છે. આ દુનિયામાં રવાથી પરમાથીના રાહ જુદા છે. પરમાથી પરકલ્યાણ માટે સર્વસ્વને હમી દે છે. જ્યારે સ્વાથી આત્માઓ પોતાનું કામ કઈ પણ ભોગે કરવા માંગે છે. સ્વાર્થના અંજનથી અંજાયેલી આંખમાં કરૂણાના ભાવ નથી દેખાતા. પિતાના સ્વાર્થમાં અંધ બની બીજાને અધિકાર છીનવી લેતાં સહેજ પણ અચકાતા નથી. દયાને તે દેશવટે દઈ દીધો હોય છે. સ્વાથી માણસ મીઠા બોલા હોય છે. શેઠે કહ્યું, ગુણચંદ્ર! આજે મારા વર્તનથી ને આગમનથી તું ચમકી ઉઠયો ! એ આગમનમાં કદાચ તારા ભાગ્યને સિતારે ચમકવાને હોય એમ મને લાગે છે. જીવનમાં એક સરખી સુખની ઘડીઓ રહેતી નથી કે એક સરખી દુઃખની ઘડીઓ રહેતી નથી. - શેઠની મર્મભરી વાત ગુણચંદ્ર સમજી ન શક્યો. તેણે કહ્યું, શેઠ! આપ શું કહે છે? એ હું સમજી શકતા નથી. એક બાજુ તમે ભયની વાત કરે છે ને બીજી બાજુ - મારા ભાગ્યની વાત કરો છો. આ શી ગડમથલ છે! આપ મને બધી વાત સ્પષ્ટ સંમજાવે. બેટા ગુણચંદ્ર! સાંભળ, મારા પુણ્યોદયે મારી પાસે સંપત્તિ અઢળક છે, પત્ની સ્વજને સારા છે. સંપત્તિને વારસદાર પુત્ર પણ છે. દુઃખ માત્ર એટલું છે કે તે શરીરે રોગી છે. કઢના રોગથી પીડિત છે. તેને માટે અનેક પ્રયાસે, ઉપચાર કર્યા પણ તેને રોગ શાંત થતો નથી. મારી બધી આશાઓ ધૂળમાં મળી ગઈ છે. કેઈ સત્કાર્યના પ્રકાશથી, મારા કુળની ખ્યાતિથી કે ભાગ્યોદયથી કિશોરનું સગપણ થયું. તેની યુવાની ખીલી ઉઠી. કન્યાના લગ્ન માટે કિશોરના સાસરા પક્ષવાળા ઉતાવળ કરી રહ્યા છે. વિશાખ સુદ ૧૫ ને દિવસ લગ્ન મહોત્સવ માટે નક્કી કરાય છે. મહોત્સવની ધામધૂમ માટે બંને પક્ષ તરફથી તૈયારીઓ થઈ રહી છે. શેઠની બધી વાત સાંભળ્યા પછી ગુણચંદ્ર એકદમ બેલી ઉઠયો, શેઠજી ! તે લગ્ન કરી લે ને ! ભાઈ! આ લગ્ન કરવામાં કુળની આબરૂને સવાલ છે. એ બધાને આધાર તારા પર છે. માટે તારી પાસેથી આશા સેવી રહ્યો, છું. માનવ જીવન રાહ આશાના તંતુના સહારે ચાલી રહ્યો હોય છે. સંસારમાં જીવન તે બધા જીવે છે, પણ જીવનમાં જે ઈમાનદારીનું દેવાળું કાઢ્યું હોય તો તેવા જીવનની શી કિંમત ? મારે માથે આ લગ્નને માટે ભાર છે. કિશોરને પરણાવવા લઈ જવાય કેવી રીતે? તેના શરીરમાં તે એટલી બધી દુર્ગધ છે કે તેને જે બહાર કાઢીએ તે તેની ગંધ આખા ગામમાં પ્રસરી જાય. માટે તેને બહાર કઢાય તેમ નથી. તે જાન જોડીને જવું કેવી રીતે? તે શેઠ શું કરશે ? ભાડેકા બનકે વ્યાહ કરેગે, જાહીર નો હેવે બાત, ફિર તુમકે છોડ દેગા, એસી લાલચ દે જાય.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy