SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ શારદી રત્ન ૭૧૭ જીવવા દો. તમને જે ગમે છે તે બીજાને આપે. તમને ન ગમતું હોય તે બીજાને ન આપ જે ધન મેળવવામાં અન્યાય, અનીતિ કરવામાં આવે તો તે અનીતિ ગમે તે રીતે બીજાને દુઃખ આપનારી બને. ધનકમાણીમાં જે છેતરપીંડી, વિશ્વાસઘાત, ભેળસેળ, દગાપ્રપંચ વગેરે અનીતિ કરાય તેના કારણે બીજાને પણ દુઃખ આપવાનું બને છે. જે બીજાને દુઃખ આપે તે માણસ કદાચ પૂર્વકર્મના જોરદાર પાપાનુબંધી પુણ્યોદયથી અનીતિ કરવામાં ફાવી જાય તે પણ તે વૈભવથી મળતા સુખમાં સુખી ન થાય. અનીતિની ઘનકમાણના ફળ અતિ કડવા હોય છે. એક માતાના બે દીકરા. બંને ભાઈઓ મોટા થયા ત્યારે ભેગા મળીને બંધ શરૂ કર્યો. ધંધામાં કમાણી સારી થઈ. તેમાં નાનાભાઈની દૃષ્ટિ બગડી મારો મોટોભાઈ તો અડધા ભાગે મિલકત આપે છે, પણ વધુ તો મને ન જ મળે ને ? તેની દાનત બગડવાથી ધંધામાં વિશ્વાસઘાત કરીને રોજ ગલ્લામાંથી મોટાભાઈથી છૂપી રીતે થોડા થોડા પૈસા લેવા માંડ્યા. રોજ રોજ થોડા થોડા પૈસા લેતા લેતા રૂપિયા આઠ હજારની રકમ ભેગી થઈ. મોટાભાઈને તો નાનાભાઈ પર પૂરો વિશ્વાસ એટલે આવી કલ્પના પણ કયાંથી આવે ? નાનાભાઈએ આ આઠ હજાર રૂપિયા દુકાનની જમીનમાં ખાડો ખોદીને દાટી દીધા. એક વખત નાનાભાઈને કારણસર બહારગામ જવાનું થયું અને આ બાજુ દેશમ હિન્દુ-મુસ્લિમનું હુલ્લડ ફાટી નીકળ્યું. આ ભાઈઓની દુકાન મુરલીમ વિભાગમાં હોવાથી જાનની સલામતી સાચવવી પણ મુશ્કેલ થઈ પડી, તેથી મેટેભાઈ માલસામાન સાથે તાત્કાલિક દુકાન વેચીને પોતાના વતન ભેગો થઈ ગયો. મોટાભાઈને ખબર નથી કે નાનાભાઈએ દુકાનની જમીનમાં રૂા. આઠ હજાર દાટયા છે, તેથી તેણે દુકાન વેચી નાંખી. આ બાજુ નાનાભાઈને ખબર પડી કે અમારી દુકાન વેચાઈ ગઈ છે તેથી તેને તો ભયંકર આઘાત લાગ્યો. શાથી? આઠ હજાર રૂપિયા દાટ્યા હતા તેથી. તે તે પાગલ જેવો બની ગયું. તેણે તે એક જ લવારો શરૂ કર્યો. હાય, મારા આઠ હજાર ! હાય, મારા આઠ હજાર ! જુઓ, વિશ્વાસઘાત કરીને ધન ભેગું કર્યું તેનું પરિણામ કેવું આવ્યું ? રૂપિયા તે ગયા પણ વિશ્વાસઘાતથી કરેલા પાપને બે તે વધે ને? બિચારાની જિંદગી પાયમાલ થઈ ગઈ. આવા છે અનીતિની ધનકમાણીના કડવા ફળ. નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે અનતિનું ધન ઘરમાં આવ્યું હોય તે દશ વર્ષથી વધુ ટકે નહિ, અને જે ટકી જાય તો નીતિનું ધન પણ ખેંચી જાય અને જીવન સુખી સંસાર સળગાવી નાંખે. જેમ અનીતિનું ધન હોય છે તેમ અનીતિના ધનનું ભોજન પણ હોય છે. અનીતિના ધનનું ભજન કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. મહાભારતમાં વાત આવે છે. જ્યારે દુષ્ટ દુર્યોધને ભરી સભામાં દ્રૌપદીના ચીર ખેંચ્યા ત્યારે સામે ભીષ્મપિતા બેઠા હતા, છતાં દુર્યોધનને કંઈ કહી શક્યા નહિ, અને મૌન રહ્યા. એમ શાથી બન્યું? આ પ્રશ્ન જ્યારે ભીષ્મપિતા શર શય્યા ઉપર સૂતા હતા, ત્યારે દ્રૌપદીએ પ્રશ્ન પૂછ્યો. તેમણે જવાબ આપતા કહ્યું કે હે દ્રૌપદી! તે દિવસે મેં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy