SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૬ શારદા રે હતે. આટલી મોટી શ્રીમંત પાટી તેથી તેના દુશ્મને પણ ઘણા હતા. તેને કઈ મળવા આવે તે તે પહેલા બધી બરાબર તપાસ કરાવતો ને પછી પોતાના મહેલમાં આવવા દેતે. એવા મોટા માણસોને પળે પળે શત્રુઓને ભય કંપાવતો હોય છે, એટલે એને પળે પળે સજાગ રહેવું પડે. તેણે જીવનમાં પાંચ પત્નીઓ સાથે લગ્ન કર્યા હતા, પણ આ અબજોપતિ અબજોની મિલકત હોવા છતાં સુખે ખાય નહિ ને કોઈને ખાવા દે પણ નહિ. એના જીવનનું ધ્યેય એક જ હતું, માત્ર પૈસા કમાવાનું! તેના આવા મમ્મીચુસ સ્વભાવથી તેની પત્નીઓ કંટાળી ગઈ. અહો! આપણે ત્યાં આટલી સંપત્તિ છતાં સુખે રોટલે પણ ખાવા મળતું નથી, તેથી એક પછી એક પાંચે પત્નીએ તેને છોડીને ચાલી ગઈ. પાંચ પત્નીઓમાંથી એકે પત્નીને સંતાન તે થયા ન હતા, તેથી પત્નીઓ ચાલી જતાં પોતે સાવ એકલો બની ગયો. આ અબજોપતિ માનવ આટલે સુખી હોવા છતાં ન મળે ઘરમાં કેઈ નેકર ચાકર કે ન મળે દાસ-દાસી, તેથી હવે તે સાવ એકલો રહ્યો. માનવીના પાસે કરોડોની કે અબજોની સંપત્તિ હોય છતાં એકવાર મૃત્યુ આવવાનું છે તે નકકી છે, અને મૃત્યુ આવશે ત્યારે આ અબજોની સંપત્તિ તેને મૃત્યુના મુખમાંથી બચાવી શકતી નથી. એક રાત્રે તે સૂતે હતા. અચાનક હાર્ટના હુમલાથી તેનું એકાએક અવસાન થયું. સવાર થતાં આજુબાજુમાં ખબર પડતાં ડોકટરને બોલાવ્યા. ડોકટરે તેને તપાસીને કહ્યું કે આ માણસની જે થોડી પણ સારવાર થઈ હોત તે તે બચી જાત. હાય ! વીસ અબજના માલિકની કોળજી પણ રાખનાર કેઈ ન હોય એવું બને ખરું? અબજની સંપત્તિ શી કામની ? ન કેઈ દિવસ દાન પુણ્ય કર્યા કે ન તો પોતાના માટે કાળજી રાખી ! પરિણામે અબજોની સંપત્તિ અહીં રહી ગઈ ને એકલા આ દુનિયામાંથી વિદાય લેવી પડી. એના મૃત્યુના સમાચાર મળતાં પાંચ પત્નીઓ ત્યાં આવી. શા માટે આવી? ખબર છે ને! મિલકતને ભાગ લેવા. જુઓ આ તમારે સ્વાથી સંસાર ! એ પાંચે પત્નીએાએ અબોની સંપત્તિના હક્કની માંગણી કરવા કેર્ટના બારણા ખખડાવ્યા, પણ એ બિચારો વિલ પણ કરી ગયે નથી. કયાંથી મળે? ધન પાછળ જેણે પોતાનું જીવન ધૂળ કરી નાંખ્યું ને અંતે મરીને દુર્ગતિના બારણું ખખડાવવા ચાલ્યો ગયો, માટે ધન પ્રત્યેની મૂછ–મમત્વ જીવને દુઃખના ઊંડા સાગરમાં ધકેલી દે છે, માટે ભગવાને પરિગ્રહને પાપ કહ્યું છે. - ધનની મૂછોવાળા સંસારી છે જ્યારે વૈભવો મેળવવા માંગે છે અને તે માટે ધનની કમાણી કરવા ઈચ્છે છે, ત્યારે અમારે એટલું તે કહેવું પડે છે કે ભાઈ! ધન કમાવું ને પરિગ્રહ ભેગો કરે તે પાપ છે, છતાં તું ધન મેળવવા ઈચ્છે છે તો તું જે ધન કમાય તે નીતિથી કમાજે. અનીતિથી તો કદાપિ ધન કમાઈશ નહિ. એક તે ધનકમાણીનું પાપ કરે છે તે હવે બીજું અનીતિનું પાપ તો ન જ કરીશ. જૈન દર્શનને ટૂંક સાર “ qવત્તા વિત્તા કર્મોને ક્ત આત્મા છે ને ભેગવનાર પણ આત્મા છે, માટે ભગવાન કહે છે કે “જી ને જીવવા દો” તમે છે અને બીજાને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy