SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ શારદા રત્ન દુષ્ટ એવા દુર્યોધનનું ભજન કર્યું હતું, તેથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, માટે અનીતિનું ભોજન પણ નુકશાનકારી છે. જે જીવનની જરૂરિયાત ઘટાડી નાંખો તે વધુ ધન કમાવાની જરૂર ન રહે, અને અનીતિ કરવી ન પડે. કોઈ માણસ ન છૂટકે સંજોગવશાત અનીતિથી ધન કમાય છે પણ તેને તે ખૂબ ડખે છે. ઘણીવાર તેને આમ રડી પડે છે. અહો હે ભગવાન! ધન કમાવું એ પાપ છે. એમાં વળી હું બીજું અનીતિનું પાપ કરું છું. હું કે નાલાયક છું! કે પાપી છું ! સંસારમાં રહું છું તે આ પાપ કરવા પડે છે ને ? એમ રાત-દિવસ તેને એ પાપ ડંખ્યા કરે છે. બીજે માણસ નીતિથી ખૂબ ધન કમાય છે અને તે ધનની કમાણીને ઉપાદેય માને છે. તે આ બેમાં શ્રેષ્ઠ કોને ગણુ ? જેના જીવનમાં અનીતિ નથી પણ આસક્તિ છે, તેના કરતા જેના જીવનમાં અનીતિ છે પણ આસકિત નથી તે શ્રેષ્ઠ કહી શકાય, કારણ કે અનીતિ કરતા આસકિતનું પાપ મોટું છે. ન છૂટકે કરવા પડતા અનીતિના પાપને અનાસકિત નામને માટે ધર્મ ધોઈ નાંખે છે, પણ આસકિતના પાપને નીતિ નામનો નાને શો ધર્મ જોઈ શકતો નથી. મમ્મણ શેઠ નીતિથી, જાતમહેનતની કમાણી કરીને કરોડોપતિ બન્યું હતું, પણ ધન ઉપરની અત્યંત આસક્તિના કારણે સાતમી નરકે ચાલ્યા ગયા, માટે અનાસક્ત ભાવ કેળવવાની જરૂર છે. - જેમના જીવનમાંથી સંસારના તમામ પદાર્થો તથા પોતાના સ્વજનો, પ્રજાજનો પ્રત્યેથી આસક્તિ ઉઠી ગઈ છે, એવા નમિરાજર્ષિની પરીક્ષા કરવા ઈન્દ્ર આવ્યા. સાચાની કસોટી થાય છે, ખાટાની થતી નથી. (અહીંયા પૂ. મહાસતીજીએ વસુદેવના આગલા * ભવની વાત ખૂબ સુંદર રીતે રજુ કરી હતી પણ અહીં તેને ટૂંક સાર લખે છે.) વસુદેવના આગલા ભવમાં તેમનું રૂપ કુરૂપ હોવાથી તેમને કોઈ સ્ત્રી ઇચ્છતી ન હતી, તેથી કંટાળીને આપઘાત કરવા ગયા, ત્યાં સાધુને ભેટો થયો. સંતની પાસે દીક્ષા લીધી. મા ખમણના પારણે માસખમણની જબ્બર ઉગ્ર સાધના કરવા લાગ્યા. તપની સાથે વિયાવચ્ચ પણ તેટલી. તેમની દેવસભામાં પ્રશંસા થતાં દેવ તેમની પરીક્ષા કરવા આવ્યા, પણ મુનિ ડગ્યા નહિ. છેવટે દેવની હાર થઈ અને મુનિની જીત થઈ, પણ મુનિના મનમાંથી ડંખ ન ગયો કે મને કેઈ સ્ત્રીએ ન ઈચ્છો ! તેથી ત્યાં નિયાણું કર્યું કે મારા તપ સંયમનું ફળ હોય તે હું સ્ત્રીવલ્લભ બનું. જમ્બર સાધના ક્ષણિક સુખ માટે વેચી નાંખી ને બીજા ભવમાં વસુદેવ બન્યા. અહીં ઈન્દ્ર પણ નમિરાજની પરીક્ષા કરવા આવ્યા છે અને પ્રશ્ન કર્યો છે કે આ આખી મિથિલા, રાજમહેલ, ઘર બધું બળી રહ્યું છે છતાં આપ શા માટે સામું જોતા નથી? હવે અમિરાજર્ષિ શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર -કુશળ ધનદશેઠને બધી વાત કરી કે લક્ષ્મીદત્ત શેઠ આવા છે. તેમને વૈભવ આવે છે. તેની બધી વાત સાંભળ્યા પછી શેઠે કહ્યું, કુશળ! બંગલા, રિદ્ધિ, વૈભવ, બધું તે આપણે ત્યાં છે, પણ તું એ તે કહે કે જમાઈરાજ કેવા છે? બોલવામાં ભાષા મીઠી છે ને? બુદ્ધિશાળી ભણેલા ગણેલા છે ને? રૂપમાં-સૌંદર્યમાં, ગુણમાં કેવા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy