SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮ શારદા રત આજે ગમતુ નથી, માટે આ સૌંસારમાં વય, રૂપ, લક્ષ્મી, સત્તા, વૈભવ ખધુ. અનિત્ય છે. એમાં રાચવા જેવું નથી. આ પ્રમાણે વિચાર કરીને રાજપાટ છેાડી દીક્ષા લીધી ને આત્મકલ્યાણ કર્યુ. દ્વિમુખ રાજા પાંચાલ દેશમાં થયા. એક વખત રાજા ઈન્દ્ર મહેાત્સવ ઉજવતા હતા. તે મહાત્સવમાં રાજાએ નગરજનાને ઇન્દ્રધ્વજ સ્થાપન કરવાનું કહ્યું, તેથી નગરજનાએ એક મનેાહર સ્થંભ ઉપર શ્રેષ્ઠ વસ્ર વીંટાળ્યું. તેને છેડે સુંદર વસ્ત્રના ધ્વજ બાંધ્યા. તે સ્તંભને ચારે બાજુ નાની નાની ધ્વજાએ ખાંધી અને ઘુઘરીઓની માળાથી શણગાર્યા. પુષ્પાની માળાએથી તથા રત્નાથીને મેાતીઓની માળાઓથી તેને સુÀાભિત કર્યો અને વાજિંત્રોના નાદપૂર્વક વાજતે ગાજતે શુભ મુહુતૅ તે ધ્વજસ્તભ શહેરના મડપમાં ઉભા કર્યાં, પછી બધા લોકો પુષ્પા આદિથી તેની પૂજા કરવા લાગ્યા. કેટલાક નૃત્ય કરવા લાગ્યા, કેટલાક વાત્રા વગાડવા લાગ્યા. આ રીતે દરાજ મહેાત્સવ કરતાં સાતમે દિવસે પૂર્ણિમાના દિવસ આવ્યા. તે દિવસે દ્વિમુખ રાજાએ પણ તે સ્ત`ભની પૂજા કરી, પછી, ઉત્સવ પૂર્ણુ થયા એટલે તરત બધા નગરજાએ તે રતંભ ઉપરથી પાતપેાતાના વસ્ત્રો, આભૂષણા ખધુ લઈ લીધું અને પછી તે રતભ માત્ર એક લાકડા રૂપે રહ્યો. તેને નીચે પાડી દીધા. ખીજે દિવસે ખાળાએ તેના પર મળમૂત્ર કરી તેને ગંધાતા કરી નાંખ્યા. તે દિવસે દ્વિમુખ રાજા બહાર ફરવા નીકળેલા.તેમણે તે સ્તંભ જોચા, સ્તનની એવી અવસ્થા જોઈ રાજા વિચાર કરવા લાગ્યા કે જેની ગઈકાલે લેાકા પૂજા કરતા હતા તે મહાત'ભની આજે આ દે શા સંસારમાં સર્વ પદાર્થોના વૈભવ ક્ષણિક દેખાય છે, આ વિચાર-સાગરમાં ઝુલતા રાજા વૈરાગ્ય ભાવનામાં ઝુલતા થઈ ગયા અને દીક્ષા લઇ મેાક્ષમાં ગયા. નગતિ રાજા ગાંધાર દેશમાં થયા. એક વખત નગૃતિ રાજા સૈન્ય સહિત કરવા નીકળ્યા. ત્યાં નગર બહાર રસ્તામાં એક મનારમ્ય આમ્રવૃક્ષ જોયું. તેના પર કેરી આવેલી હતી. તે કેરીએ પાકી ગયેલી હાવાથી તે પીળી દેખાતી હતી. રાજાએ તેમાંથી એક કેરી મંગાવી. તે જોઈ ને પાછળ આવતા સૈન્યના લેાકાએ પણ તે કેરીએ લઈ લીધી, તેથી તે વૃક્ષ સાવ ઠુંઠું· બની ગયું. પછી રાજા ફરીને પાછા આવ્યા ત્યારે તે વૃક્ષ નહિ જોવાથી રાજાએ મંત્રીને પૂછ્યુ કે પેલા આંબા કયાં ગયા ? ત્યારે મંત્રીએ તે ઠુંઠું વૃક્ષ બતાવીને કહ્યું કે હે રાજન! આ તે જ આંબાનું ઝાડ છે. રાજાએ કહ્યું, તે આટલી વારમાં આવુ કેમ બની ગયું ? મંત્રીએ કહ્યું. મહારાજા, આપે પહેલા તેની એક કેરી લીધી, તે જોઇને બધા લેાકાએ કેરી વિગેરે લઇ લીધું તેથી તે આંખે આવે થઈ ગયા છે. આ સાંભળતા રાજાને વિચાર થયા કે અહે!! આ મનારમ્ય વૃક્ષ પણ થાડી વારમાં શાભારહિત બની ગયું! પાણીના પરપાટા તથા આકાશમાં થતાં સધ્યાના રંગ સ્થિર નથી તેમ સર્વ સપત્તિ અસ્થિર છે, તા આવી અસ્થિર અને ભવિષ્યમાં દુઃખ આપનારી રાજ્ય સપત્તિના રાગ શા માટે? આ પ્રમાણે વિચાર કરી પ્રતિબેાધ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy