SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન સંસારના પિંજરમાંથી ઉડ્ડયન કરવા માટે જેમનો આત્મા તૈયાર થયા છે એવા નમિરાજાને આત્મા જાતિસ્મરણજ્ઞાન થતાં વીતરાગના વૈરાગ્યભવનમાં સંયમની મજ માણવા તૈયાર થયો. તે હવે શાસ્ત્રકાર ભગવાન ગાથામાં બતાવે છે. जाई सरित्तु भयव, सयंसंबुद्धो अणुत्तरे धम्मे । पुत्तं ठवेत्तु रज्जे, अभिणिक्खमइ नमीराया ॥२॥ જાતિસ્મરણ જ્ઞાન થવાથી સ્વયં બંધને પ્રાપ્ત કરીને પ્રધાન ધર્મમાં બુદ્ધિમાન તે નમિરાજા પુત્રને રાજ્યમાં સ્થાપન કરીને દીક્ષા માટે નીકળે છે. (તૈયાર થાય છે.) જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે પોતે પોતાની જાતે જ બોધ પામ્યા. જે સ્વયં પિતાની જાતે કંઈક નિમિત્ત મળતાં પ્રતિબોધ પામીને દીક્ષા લે તે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. જેમ નમિરાજા પ્રત્યેકબુદ્ધ થયા છે તેમ બીજા ત્રણ પ્રત્યેક બુદ્ધ થયા છે. करकण्डु कलिंगेसु, पंचालेसु य दुम्भुहो । નમાવા વિશ્લેવું, અથાણુ ય નાડું ઉત્ત. અ. ૧૮. ગા. ૪૬. . કલિંગ દેશમાં કરકેતુ, પાંચાલ દેશમાં દ્વિમુખ, વિદેહદેશમાં નમિરાજા અને ગંધાર દેશમાં નગ્નતિ નામના રાજા થયા. એ બધા રાજપાટ છોડીને દીક્ષા લઈને સંયમ પાળીને મોક્ષમાં ગયા. કરઠંડુ કલિંગ દેશમાં થયા. કરકંડુ એક વાર વર્ષાઋતુ પૂર્ણ થતાં કેઈ એક ગોકુળમાં ગયા. ત્યાં ગાય, બળદો અને વાછરડા જોયા. તેમાં તેમણે એક ઉજ્જવળ કાંતિવાળો નાને વાછરડો જોયો. તે જાણે હિમાલય પર્વતના શિખર પરથી પડતી ગંગા નદીના પાણીથી નવરાવ્યો હોય તેવો અત્યંત વેત વર્ણવાળો હતો. તેના પર રાજાને ખૂબ પ્રેમ આવવાથી રાજાએ ગોવાળને કહ્યું કે આ વાછરડાને એની માતાનું બધું દૂધ પીવડાવી દેવું. જ્યારે તે માટે થાય ત્યારે બીજી ગાયનું દૂધ તેને પીવડાવવું, પણ બીજું કાંઈ ખવડાવવું નહિ. ગોવાળે રાજાની આજ્ઞા પ્રમાણે કર્યું. સમય જતાં તે વાછરડો યુવાન થયો. તેનું પરાક્રમ અતુલ હતું. તે ખૂબ હુષ્ટપુષ્ટ હતું. તેને જોઈ રાજાને ખૂબ આનંદ થતો. રાજા તે બળદને બીજા બળદો સાથે યુદ્ધ કરાવતું, પણ કોઈ પણ બળદ તેને જીતી શકતો ન હતો. છેડે સમય જતાં રાજા તે જ ગોકુળમાં ગયા, ત્યાં એક વૃદ્ધ બળદ તેમના જેવામાં આવ્યો, ત્યારે રાજાએ ગોવાળને પૂછયું કે પેલો મહાબળવાન બળદ કયાં છે? ગોવાળે કહ્યું, મહારાજા ! આ તે જ બળદ છે પણ વૃદ્ધ થવાથી તે આ થઈ ગયો છે. તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યા કે અહો ! સર્વ પદાર્થોનું અનિત્યપણું કેવું છે? જેના અવાજથી બીજા ગર્વિષ્ઠ અને બળવાન બળદો નાસી જતા હતા તે બળદની આજે આ સ્થિતિ થઈ ગઈ! વૃદ્ધાવસ્થાને કારણે તેનું પરાક્રમ નાશ પામ્યું છે, અને નાના વાછરડાઓના ત્રાસને પણ સહન કરે છે. જેનું રૂપ જોતાં આનંદ થતું હતું, તેનું દર્શન
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy