SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૬૩૯ નથી. એકથી દશ ગુણસ્થાનક સુધી કષાય અને યોગથી કર્મ બંધ થાય છે, અને અગ્યારથી તેર ગુણસ્થાનક સુધી વેગથી કર્મ બંધ થાય છે. વધુ કર્મો ભગવે અને ઘેડા બાંધે ત્યારે આત્મા ઉંચે ચડે છે. અનાદિથી આત્મા કર્મબંધન કરતે આવ્યો છે. જે આત્મા શારીરિક, માનસિક અને વાચિક દુ:ખને ડર ન રાખતા માત્ર આત્મચિંતનમાં રહે તે કર્મોને ઓછા કરી શકે છે ને નાશ કરી શકે છે. દરેક સમયે જે જે કર્મો ઉપાર્જન કર્યા છે તેમાં શરીર એ મુખ્ય કારણ છે, માટે શરીરને પહેલા લેવામાં આવ્યું છે. મનના પુદ્ગલો ગ્રહણ કરનાર શરીર છે, અને વચનના પુદગલે ગ્રહણ કરનાર પણ શરીર છે. તે તે વર્ગણના મુદ્દગલો ગ્રહણ કર્યા પછી ભાષા અને મન રૂપે પરિણમે છે. આત્મા વિભાવ દશા તથા મિથ્યાત્વમાં અહોનિશ આળોટતે હોવાથી તેનું લક્ષ ચોવીસે કલાક શરીર પર રહ્યા કરે છે, અને તે શરીરને હું (આત્મા) માનવા લાગી જાય છે. અજ્ઞાની બહિરાત્મા જીવ હું રૂપાળો છું, હું બળવાન છું, શક્તિશાળી છું. ઈત્યાદિ શરીરાદિમાં આત્માની અભેદ ક૯૫ના કરી સુખદુઃખ માને છે. જ્ઞાનીને શરીર અને આત્માનું ભેદ જ્ઞાન હોવાથી તે શરીરની ક્રિયાને આત્માની ક્રિયા માનતું નથી. ભેદ જ્ઞાનના બળે જેમ જેમ વીતરાગતા વધતી જાય છે તેમ તેમ જુના કર્મો પણ ઉદયમાં આવીને નિર્જરી જાય છે. અંતે કર્મોને સંપૂર્ણપણે અભાવ થતાં પરમ વીતરાગપદની પ્રાપ્તિ થાય છે. કંકણનું નિમિત્ત મળતાં જેને આત્મા અને શરીરનું ભેદજ્ઞાન થયું છે એવા નમિરાજાએ સ્વપ્નામાં મેરૂ પર્વત પર પિતાને હાથી પર બેઠેલા જોયા ને એ સ્વપ્નાને વિચાર કરતાં સાતમું દેવલેક જોયું અને પછી વિચારધારાએ ચઢતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાના પૂર્વભવો બધા હસ્તામલકવત્ દેખાવા લાગ્યા. તેનું વર્ણન હવે સૂત્રકાર પહેલી ગોથામાં કરે છે. चहउण देवलेोगाओ, उववन्नो माणुसम्मि लोगाम्म । ऊवसन्त मोहणिज्जो, सरई पोराणिय जाइ। १॥ દશ સાગરની સ્થિતિવાળા સાતમા મહાશુક નામના દેવલોકથી ચ્યવીને મનુષ્યલેકમાં ઉત્પન્ન થયેલા અને મોહનીય કર્મને ઉપશાંત થવાથી તેમને પૂર્વભવોનું સ્મરણ થયું અથવા તે પૂર્વજન્મનું સ્મરણ કરવા લાગ્યા. આ ગાથામાં એક તો એ વાત બતાવી છે કે સિદ્ધગતિ સિવાયના સર્વ સ્થાને જીવને છોડવા પડે છે. ચાહે અનુત્તર વિમાનના દેવ હોય તે પણ આયુષ્ય પૂર્ણ થતાં તેને તે સ્થાન છોડવું પડે છે. બીજી વાત એ છે કે જ્યારે જીવનું દર્શનમેહનીયકર્મ ઉપશાંત થઈ જાય છે ત્યારે તે આત્મા પોતાના પાછલા જન્મને જ્ઞાન દ્વારા જોઈ શકે છે. એટલે કે જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રધાન છે. તેને બે ભેદ છે. દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય. દર્શન મેહનીયના ત્રણ ભેદ,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy