SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન સમ્યક્ત્વ મેહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મેહનીય અને ચારિત્ર મેહનીયના ૨૫ ભેદ તે ૧૬ કષાય અને નવ નેકષાય. જગતમાં મોટામાં મોટો શત્રુ મહ છે. મેહ છે ત્યાં રાગ દ્વેષ છે. ભલભલા તપસ્વીઓને અને સાધુઓને મેહે પછાડ્યા છે. અહીં એ બતાવ્યું કે દર્શન મેહનીયનો ઉપશાંત થવાથી નમિરાજાને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું. જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે. જાતિસ્મરણજ્ઞાનવાળો પોતાના પૂર્વભવોમાં વરચે અસંજ્ઞીને ભવ ન આવે તે લગાતાર ૯૦૦ ભવ સુધી જોઈ શકે. જે જીવને દર્શન મોહનીયનો ઉદય હોય છે તેમને પાછલા જન્મનું તે શું પણ આ જન્મમાં કરેલા કાર્યો પણ ભૂલી જાય છે. આ ગાથામાં એ પણ બતાવ્યું છે કે ઉચ્ચકેટીના દેવો પિતાના દેવકને સ્થાનથી ચવીને મનુષ્ય યોનિમાં જ આવે છે. સૂત્રમાં ભગવાનને પ્રશ્ન કર્યો કે દેવ ચવીને કઈ ગતિમાં જાય? ભગવાને કહ્યું, દેવ મરીને દેવ ન થાય અને દેવ મરીને નારકી પણ ન થાય. હવે રહી બે ગતિ. મનુષ્ય અને તિર્યચ, તેમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, પહેલું–બીજુ દેવલોક અને પહેલે કિલ્લવી એ પાંચ દંડકમાં જાય. પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિર્યંચમાં. ત્રીજા દેવલોકથી આઠમા દેવલેક સુધીના દેવ-મનુષ્ય અને તિર્યંચમાં જાય. નવમા દેવલકથી અનુત્તર વિમાન સુધીના દેવો એક મનુષ્યના દંડકમાં જાય. ઉચ્ચ કેટીના દે તે મનુષ્ય યોનિમાં આવે છે. “પૌરાણિયું જાઈ ” એ શબ્દથી શાસ્ત્રકાર એ બતાવે છે કે જે નાસ્તિક લકે પુણ્ય પાપ અને પરલોકને માનતા નથી તેવા મતવાળાને સમજાવવા કે પરલોક છે, તેથી પૌરાણિયું જાઈ એટલે પૂર્વજન્મનું. જે પરલેક ન હોય તે પૂર્વના ભવનું સ્મરણ કેવી રીતે થાય એ બતાવવા માટે આ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ રીતે આ ગાથામાં એ નિર્દેશ કર્યો છે કે સાતમા મહાશુક દેવલોકના પુષ્પોત્તર વિમાનથી ચ્યવીને આ મનુષ્યલોકમાં ઉત્પન્ન થયા પછી દર્શન મેહનીય કર્મને ઉપશાંત થવાથી તેમને પોતાના પાછળના ભાનું સ્મરણ થવા લાગ્યું. એ ભાનું સ્મરણ થતાં પૂર્વભવોના દેવલેક જોયા. અને પોતે એના આગલા ભવમાં સુંદર સાધુપણું પાળ્યું છે એ બધું જોયું. હવે એ આત્માને સંસાર ગમે ખરો? અરે, એમને મન તે સંસાર હવે ડાંગરના પેતરા જેવા લાગ્યો.નમિરાજાને નિમિત્ત મળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમ સંસારમાં ઘણા જીવ નિમિત્ત મળતાં જાગી જાય છે. એક વખત એક શેડ માંદા પડ્યા, જેની પાસે કરોડોની મિલકત હતી. શેઠને સારૂં કેમ થાય તે માટે કેટલાય વિદો, હકીમ, ડોકટરો બોલાવ્યા, પણ કેઈની દવા કામ લાગતી નથી. બધા ડેકટરએ હાથ ખંખેરી નાખ્યા કે હવે અમારો એમાં કાંઈ ઉપાય નથી. શેઠ આંસુ સારે છે. મહેતાજી, પત્ની બધા પૂછે છે, આપ રડે છે શા માટે? આપની કંઈ ઈરછા છે? હા. એક આપણા જુના વૈદ છે એનાથી મારું દર્દ મટશે. તો તેમને બોલાવીએ. શેઠ કહે, પણ તે આવે તેમ નથી, કેમ ન આવે? એ જેટલી ફી માગશે તેટલી આપીશું. આપણે ત્યાં ક્યાં ધનને તૂટે છે? એમ નથી તે શું છે? એ વદ અને હું બંને નાનપણમાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy