________________
૬૩૮
શારદા રત્ન
યાખ્યાન નં-૭૦ આસો સુદ ૩ બુધવાર
તા. ૩૦-૯-૮૧ સુર બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતકાળથી આપણે આત્મા વિભાવદશામાં આળોટતે હેવાથી તેમજ મિથ્યાવમાં રાચતો હોવાથી અને સંસારના મેહમાં અટવાયેલું હોવાથી પૂર્ણતાએ પહોંચી શક્યો નથી. આ મનુષ્ય ભવમાં આવ્યા પછી પણ આપણે પહેલા કરેલી ભૂલો સુધારવાને બદલે ભૂલનું પુનરાવર્તન કરી રહ્યા છીએ, તેથી આપણે સંસાર ઉભે ને ઉભે રહે છે.
જીવને મહાન પુણ્યદયે મળેલ ઉત્કૃષ્ટ એ મનુષ્ય જન્મ, આર્યભૂમિ, ઉત્તમ કુળ, સુદેવ, સુગુરૂ, સુધર્મ એવા અમૂલ્ય સાધનની કિંમત સમજાણી નથી, તેથી જ પૈસા પાછળ પાગલ બની કાગડાને ઉડાવવા માટે પારસમણિ ફેંકી દેવામાં આવે તેમ માનવજિંદગી વેડફી નાંખે છે પણ એ જાણતા નથી કે માનવભવનું અંતિમ ધ્યેય મેક્ષને આવિષ્કાર કરે તે છે, અને મોક્ષનો આવિર્ભાવ કરવા માટે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્રનું પ્રગટીકરણ કરવું અત્યંત જરૂરી છે. જ્યાં સુધી આ રત્નત્રય પ્રાદુર્ભાવ ન પામે ત્યાં સુધી પૂર્ણતાએ પહોંચી શકાતું નથી, પણ જીવની વર્તમાન સમયની પરિસ્થિતિ એવી છે કે જે પ્રાપ્ત કરવાનું છે તે માટે પુરુષાર્થ કરતા નથી. અને જે નથી કરવા જેવું તેની પાછળ પાગલ બનીને ઘૂમી રહ્યો છે. અને અનંતા કર્મો ઉપનિ કરે છે, કે જે અનંતા ભવો સુધી જીવને નારકી નિગોદમાં ભટકાવે અને હુને ભોગ બનાવે. કે મોક્ષના પ્રાદુર્ભાવ માટે ત્રણ સાધનો ઉપયોગી છે. માનવ એ સાધક છે. મોક્ષ એ આપણું સાધ્ય છે અને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ સાધન છે. મિક્ષ રૂપી સાધ્યને સાધવા માટે આ ત્રણ સાધને અત્યંત આવશ્યક છે. આ ત્રણમાંથી એકને પણ છોડી દેવામાં આવે તે મોક્ષ મળો અતિ દુર્લભ છે. વીતરાગ પ્રભુના વિરાટ શાસનમાં જન્મીને જે આપણે કર્મો ઉપાર્જન કરીએ તે આવું ઉત્કૃષ્ટ શાસન પામ્યાને અર્થ શું? પ્રથમ તે આપણે કર્મબંધ શેનાથી અને ક્યાં સુધી થાય છે તે જાણવું જરૂરી છે. શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે આ સંસારમાં દરેક આત્મા જે સમયે આયુષ્ય કર્મ બાંધે ત્યારે આઠ કર્મ બાંધે અને આયુષ્ય કર્મ ન બાંધે તે આયુષ્ય વજીને જીવ સાત કર્મ બાંધે.
નવા કર્મો કણ ન બાંધે? ચૌદમા અગી ગુણસ્થાનકવાળા. તે સિવાય બંધ વગરને કોઈ આત્મા અલિપ્ત રહેતું નથી. કેવળીને પણ એક શાતાદનીય કર્મને બંધ હોય છે. મેક્ષમાં જતી વખતે જે ચૌદમું ગુણસ્થાનક આવે છે ત્યાં કર્મને બંધ હોતું નથી. એ ગુણસ્થાનકની સ્થિતિ પાંચ હસ્વ અક્ષર અ, ઈ, ઉ, ત્રા, લ, બેલીએ તેટલી છે. ત્યાંથી આત્મા સીધે મેક્ષમાં જાય છે. ચૌદમાં ગુણસ્થાનકે આત્મા આવે ત્યારે બંધ રોકાય છે, કારણ કે ત્યાં અકંપન દશા છે. ત્યાં મન, વચન, કાયાની કઈ પ્રવૃત્તિ