SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૩૭ બોલાવ્યા, તેથી તેની આંખના આંસુ સૂકાઈ ગયા. શેઠે પોતાની કરૂણ કથની પૂછી. પોતે કઈ રીતે વડીલ બંધુની સાથે જંગલમાં આવ્યો અને આજ સુધીના દિવસે કેવી રીતે પસાર થયા તે બધી વાત કરી, અને અંતે શેઠ પાસેથી ચંદનના લાકડા આદિની સામગ્રી લઈને પિતે જંગલમાં જ્યાં ભાઈને સૂવાડીને આવ્યો છે ત્યાં પિતે જાય છે. જઈને તપાસ કરે છે. જે ઝાડની ડાળીએ બાંધ્યો હતો ત્યાં જુએ છે, તે પોતાના ભાઈને દેહ દેખાતું નથી. ત્યાં એના પગ ઢીલા થઈ ગયા. ભાઈને ન જોતાં એના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. એટલામાં સ્વપ્ન પૂરું થયું. આંખ ખોલીને જુએ છે તે ત્યાં નથી વન કે નથી મૃત કલેવર ! પણ હતું અંધારપટનું ભવન. જ્યાં સૂર્યના એક કિરણને પ્રકાશ પણ ન જઈ શકે, એવો ઘોર અંધકાર હતા. સ્વપ્નમાંથી જાગૃત થયે. પછી વિચારે છે કે હું ક્યાં છું? બરાબર આ સમયે શેઠે બૂમ પાડી. આ શેઠ તેને રોજ ખાવા માટે આપતા નહિ, પણ બે ચાર દિવસે લૂખું સૂકું ખાવાનું આપતા, તે આપવામાં પણ તેમને સ્વાર્થ હતું. તે સમજતા હતા કે જે હું તેને ખાવા પીવા નહિ આપું તે ભૂખ્યા તરસ્ય તે મરી જશે. જે તે મરી જશે તે મને મોતી મળશે નહિ શેઠનો આ સ્વાર્થ હતે ! આ સ્વાર્થના કારણે તેને રડાવવા માટે માર મારીને અધમૂઆ જે કરી નાંખ્યો હતો. શેઠે તાળું ખેલી બારણું ઉઘાડયું. તું ગમે તેટલી બૂમો પાડીશ, કે રડીશ પણ કોઈ સાંભળવાનું નથી, માટે બધા ધમપછાડા મૂકી દે. સ્વપ્નામાં મારાથી ચીસ પડાઈ ગઈ હતી. એ અવાજથી શેઠ ધમધમી રહ્યા છે. હે ગુણચંદ્ર! તું સાંભળ તું મારા બંધનમાં છે. મારા મહેલના ભંયરામાં છે. અહીંથી તું છૂટવા માટે ગમે તેટલા પ્રયત્ન કરીશ તે પણ છૂટી શકવાને નથી. આટલું કહીને તે તે બહાર બારણે તાળું વાસીને ચાલ્યા ગયા. બીજે દિવસે સવારમાં જમવા માટે થોડું ખાવાનું અને બીજા હાથમાં હંટર લઈ ભેંયરામાં ગયા. ગુણચંદ્ર વિનયથી ઉભું થઈ ગયા. શેઠ આટલા વચનના ને મારના પ્રહાર કરે છે છતાં એવા સમયમાં પણ વિનય ચૂત નથી, પણ એ વિનયની કદર કયાં થાય ? જેનામાં માનવતાની મહેક હોય તે કરે. આ શેઠને તો પોતાના સંકલ્પો સિદ્ધ કરવા હતા. એ સિદ્ધ કરવાના પ્રયાસથી પોતે હસે છે પણ બીજા રડે છે. એમને બીજાના દુઃખની ક્યાં પડી છે! દુઃખી જોઈને એમનું અંતર ભીંજાતું નથી. બસ તેમની આખે તે માત્ર મોતીને ઝંખી રહી હતી. આવા દૈવી મેતી હું જલદી મેળવું. એના મનમાં તો ક્રોધને લાવારસ ઉછળી રહ્યો છે, પણ મોતી મેળવવા છે એટલે એ લાલસાએ ક્રોધને દબાવી દીધે, અને કહ્યું-લે ભાઈ! આ નાસ્તો કરી લે. ગુણચંદ્ર વિચાર કરે છે, આ શેઠની પ્રકૃતિ–સ્વભાવ કઈ જાતને છે તે હું સમજી શકતો નથી. શું તેને મારા પ્રત્યે અત્યારે લાગણી ને સ્નેહ ઉભરાય છે કે પછી મીઠું મીઠું બોલીને પાછળ અને માર સર્જાયેલો છે? શેઠના આ મીઠા વચન પાછળ તેને કરૂણ અંજામ કેવો આવશે તેના ભાવ અવસરે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy