SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ ६२६ શારદા રત્ન નમિરાજાની પત્નીઓ બિચારી આવા ગુણસંપન્ન પતિ ઉપર અત્યંત સ્નેહ અને સમર્પણ ધરનારી એમને સંતાપનો પાર નથી. એક વાર રાણીએ નમિરાજને પૂછયું કે આપ પોતે બુદ્ધિમાન છે અને પોતાને માટે પોતે જાણી પણ શકો છો કે આપના શરીરમાં આ કયો રોગ છે ! નમિરાજે કહ્યું–મારા શરીરમાં દાહજવર તો થયો છે, પણ મને લાગે છે કે આ દાહ મને સાવધાન કરવા માટે આવ્યું છે કે આ સંસાર અસાર છે. આ રોગ આવવાથી મને સંસાર અસાર દેખાય છે. તમને ક્યારેક રોગ આવે ત્યારે સંસાર અસાર લાગે છે ખરો? એ વખતે કદાચ લાગતું હશે. રોગ આવવાથી કઈ સાવધાન થાય અથવા ન થાય પણ રેગ આવે છે તે સાવધાન કરવાને માટે. ચંદન ઘસતી રાણુઓના કંકણને કેકારવ લાગે અકારે છેવટે વૈદોએ કહ્યું- મહારાજાના શરીરમાં દાહજવર છે, માટે રાજાના શરીર પર બાવના ચંદનને લેપ કરવો જોઈએ. તેનાથી તેમના શરીરે ઠંડક વળશે. રાજાને સારું થાય તે માટે કામ કરવા કોણ તૈયાર ન હોય ! નમિરાજાની રાણીઓ જાતે ચંદન ઘસવા બેસી ગઈ. રાજ્યમાં તે અનેક દાસ દાસીઓ હોય પણ કેઈને હુકમ ન કરતાં જાતે ઘસવા બેસી ગઈ. એમને પતિ ઉપર ભારે સ્નેહ અને સમર્પણ છે, તેથી જાતે ઘસી ઘસીને લેપ કરે છે. ચોવીસે કલાક પાસે ને પાસે સેવામાં ખડે પગે રહે છે. આ બધી રાણીઓ પોતાના પતિ માટે ચંદન ઘસવા બેઠી છે. એમના હાથમાં રહેલા એવર્ણ કંકણે પરસ્પર અથડાતા ને એમાંથી મમર ધ્વનિ ને સ્વર્ગીય સૂરો ઉતા, પણ મિરાજ આજે એ ધ્વનિને ખમવા પણ અશકત હતા. કંકણના અવાજથી રાજાની નિંદ્રા ઉડી ગઈ. પટરાણી કહે મહારાજા! શું થયું ? આપની નિદ્રા કેમ ઉડી ગઈ! રાજાએ કહ્યું, કે ખ્યાલ પણ કેમ રાખતા નથી કે મિથિલા પતિ આજે માંદગીના બિછાને સૂતા છે? આટલે કર્ણભેદી અવાજ અહીં રાજમહેલમાં કેમ થઈ રહ્યો છે? મારી વેદના આ અવાજ પણ સહન કરી શકતી નથી. રાજાના શરીરમાં આ દાહજવરની વેદના એટલી હદે પહોંચી હતી કે તેઓ કંકણુના કેકારવને (સંગીતને) પણ સાંભળી શકતા ન હતા. આ સૂરોમાં એમને તેમના ગડગડાટ સંભળાતા હતા. એક વાર પ્રિયતમાના જે કંકણને રણકાર મધુર લાગતું હતું, જીવનને આનંદ પમાડતો હતા, એ અત્યારે દુઃખદાયક બન્યો છે. નમિરાજની વ્યાકુળતાને આરો રહ્યો ન હતે. વેદના વધતાં એમણે કહ્યું–આ રાજભવન છે, રણભૂમિ નથી હોં, કે અહીં આટલા બધા ધડાકા થાય છે. . પટરાણીએ કહ્યું-આપના ખંડમાં તે સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે એ માટે કડક પહેરો રાખ્યો છે. આ અવાજ તે સુવર્ણ કંકણને છે. આપના શરીર પર લેપ કરવાને માટે રાજરાણીઓ ચંદન ઘસી રહી છે. એમના હાથમાં રહેલા કકણો અરસપરસ અથડાય છે. એમાંથી આ સંધીત ઊભું થાય છે. શું આપની વેદનાએ આટલે બધે વેગ પકડો છે કે આ દવનિ પણ આપના કાનમાં ફૂલની જેમ ભેંકાય છે! હું હમણાં જ આ અવાજ બંધ કરાવું છું. અમે આપના આનંદને માટે કંકણે પહેરીએ છીએ, પણ જ્યારે એનાથી આપને દુઃખ થાય છે તે હું હમણાં જ કઢાવી નાંખુ છું.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy