________________
શારદા રત્ન
૬૨૭ દરેક રાણીઓ આજે છેલ્લા કેટલાક દિવસથી લેહી રેડીને ચંદન ઘસી રહી હતી. એ એકલું ચંદન નહોતું લટાતું પણ એમાં દિલની લાગણી, પતિનો પ્રેમ અને સમર્પણ પણ લસોટાઈ રહ્યું હતું. પટરાણીએ રાણીઓની પાસે આવીને કહ્યું–આપણે જે કંકણ પહેર્યા છે તે પતિને આનંદ દેવા માટે પહેર્યા છે, પણ પતિને તેના અવાજથી દુઃખ થાય છે, માટે તમે બધા સૌભાગ્યસૂચક એકેક કંકણ હાથમાં રહેવા દઈ બીજા કંકણ હાથમાંથી કાઢી નાખે. આપણે ચંદન ઘસવું છે, પણ પતિને દુઃખ થવા દેવું નથી, માટે એકેક કંકણ રાખવાથી અવાજ થશે નહિ, ને પતિને શાંતિ થશે. પટરાણીના કહેવાથી બધી રાણીઓએ સૌભાગ્યસૂચક એકેક કંકણ રાખી બીજા કંકણ કાઢી નાંખ્યા, તેથી અવાજ બંધ થઈ ગયો. નિરવ શાંતિ પથરાઈ ગઈ.
નમિરાજા વિચારવા લાગ્યા કે હમણાં તે ભારે ઘંઘાટ થઈ રહ્યો હતે, ને એકદમ કેમ બંધ થઈ ગયો? શું રાણીઓને છેટું લાગ્યું કે ચંદન ઘસવાનું કામ બંધ કર્યું ? એમણે પટરાણીને પૂછ્યું, ચંદન ઘસવાનું શું બંધ કરાવ્યું? એના આધારે તે હું જીવું છું. વેદનાના વહેણને કંઈક પણ ઓછા કરે એવા ચંદન લેપ પણ શું બંધ કરાવી દેવા છે? ના...ના મહારાજા ! આપને જેમ શાંતિ થાય તેમ કરવું એ અમારું કર્તવ્ય છે. જો કે સંસારમાં સ્વાથી સ્ત્રીઓ હોય છે, પણ અહીં એવી કઈ સ્વાથી સ્ત્રી નથી. ચંદન ઘસવાથી આપને શાંતિ મળે છે, તે ચંદન ઘસવાનું અમે કેમ બંધ કરી શકીએ? અમે અવાજ બંધ કર્યો છે પણ કામ બંધ કર્યું નથી. રાજાએ પૂછયું, અવાજ બંધ અને કામ ચાલુ કેવી રીતે? મહારાજા, જે આપ કહો તે બધી રાણીઓને આપની સમક્ષ લાવીને એ બતાવું કે અવાજ કેવી રીતે બંધ થયો છે ? કંકણ એકથી વધારે હોય ત્યારે અવાજ થાય છે, પણ એક હોય છે ત્યાં અવાજ થતો નથી. રાણીઓએ સૌભાગ્યચિન્હ રૂપી એકેક કંકણ રાખી બધા કંકણે ઉતારી નાંખ્યા છે, જેથી અવાજ બંધ થઈ ગયો છે, પણ ચંદનના કચોળા તે ભરાઈ રહ્યા છે, ને ચંદન ઘસવાનું પણ ચાલુ છે.
નમિરાજા રાણીઓના આ વચન પર ગંભીર વિચાર કરવા લાગ્યા. એક શબ્દ પર તે વિચારોનું વૃક્ષ ઉગે છે. આત્મા આધ્યાત્મિકતાની સન્મુખ હોય તે શુભ વિચારોનું વૃક્ષ અને ભૌતિકતાની સન્મુખ હોય તે અશુભ વિચારોનું વૃક્ષ. આત્મભૂમિમાં જેવા વિચારબીજ વાવીશું તેવું જીવનવૃક્ષ એ વિચાર બીજમાંથી વિકસિત થશે. દષ્ટિ કઈ બાજુ છે એના પર આધાર છે. નમિરાજાની દૃષ્ટિ પુદગલના રમકડા તરફ હોત તે રાણીઓના આ મીઠા બેલ પર એમનું આકર્ષણ વધત. અવાજ બંધ કર્યો, એને ધન્યવાદ આપત. એમના મીઠા બોલ પર મહઘેલી અશુભ વિચારણાઓનું વૃક્ષ ઉગાડત, પણ...ના નમિરાજાએ તે આત્મા તરફ દૃષ્ટિ કરી. એ આધ્યાત્મિક તત્વ સન્મુખ દષ્ટિવાળા બન્યા.
નમિરાજનું આત્મમંથન-નમિરાજ વિચારવા લાગ્યા. એક ત્યાં શાંતિ. એક ત્યાં મંગળ! અનેક ત્યાં કેલાહલ ! અનેક ત્યાં સંઘર્ષ! વેદનામાં તરફડતું નમિરાજનું મન હવે આંતર જગત ભણી મીટ માંડી રહ્યું હતું, તે વિરાગ ભણી ચાલતું થયું.