SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૬૨૫ સારવાને કરૂણ અવસર આવી ગયો. એક દિવસ, બે દિવસ, એક સપ્તાહ, બે સપ્તાહ ૧ માસ, બે માસ પા૫ના ઉદયનું કામ જોરદાર ચાલ્યું. અપાર પીડા છે. દિવસ-રાત બળું બળું થઈ રહ્યા છે. મખમલની શય્યામાં રાજા આળોટે છે, પણ તેથી દાહ એ છે થતું નથી. એક વખત જે સારું લાગતું હતું તે બધું હવે એકાએક અકારું થઈ પડયું. છ છ મહિના વીતવા આવ્યા છતાં હજુ રાજાને રોગ કેઈ મટાડી શકતા નથી. વિચાર કરીએ તો લાગે છે કે એમના પૂર્વભવો તે સારા હતા. એ આપ સાંભળી ગયા, તે કયાંથી આવા પાપ બહાર ફૂટી નીકળ્યા ? જ્ઞાની કહે છે કે પાપ કર્મ તે અસંખ્ય ભવો પહેલાના ય ઉદયમાં આવે છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બોલ્યા છે– अस्सि च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अन्नहा वा। સંસારમાવન પરં પંર તે, વત્પત્તિ વ્યક્તિ જ દુનિયાળ અ. ૭.ગા. ૪. જીવોએ ભૂતકાળમાં બાંધેલા કર્મો કે વર્તમાન ભવમાં બાંધેલા કર્મો પૈકી કઈ કર્મ ચાલુ ભવમાં કર્તાને વિપાક-ફળ આપે છે. કોઈ કર્મ પાસેના બીજા ભવમાં ફળ આપે છે, અને કોઈ કર્મ સેંકડો ભવમાં ફળ આપે છે અને સેંકડો ભવે પણ ભોગવવા પડે છે. કોઈ કર્મ ચાલુ ભવમાં, કોઈ કર્મ બીજા કે ત્રીજા ભવમાં કે સેંકડો ભવે ઉદય આવતાં ભેગવવા પડે છે. જે પ્રમાણે કર્મ બાંધ્યા હોય તે પ્રમાણે ભોગવવા પડે છે, તે કઈ કર્મ અન્યથા પ્રકારે ભોગવવા પડે છે. કોઈ કર્મના ફળ એક વાર ભેગવવા પડે છે. તે કોઈ કર્મના ફળ વિશેષ વાર ભેગવવા પડે છે. કમને બંધ જીવના પરિણામ પ્રમાણે તીવ્ર કે મંદ, દીર્ઘ સ્થિતિ કે અલ્પ સ્થિતિને પડે છે. કુશીલ મનુષ્યો હિંસા કરીને લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે. એક કર્મના ફળ ભોગવતા રાગ દ્વેષ કરીને, આર્તધ્યાન કરીને નવા નવા કર્મના બંધ બાંધે છે. આવી રીતે પોતાના કરેલા કર્મોનાં ફળ સૌ કઈ ભગવે છે. ' નમિરાજાને કેટલાય ભવ પહેલાના કર્મો ઉદયમાં આવ્યા છે. ભગવાન મહાવીર પ્રભુને ઠેઠ અષભદેવ પ્રભુના વારામાં પોતે મરિચિના ભવમાં બાંધેલું નીચગેત્રનું કર્મ કેટલા લાંબા સમયે ભગવાન મહાવીર સ્વામીના ભાવમાં ઉદયમાં આવ્યું. સમરાદિત્ય મહર્ષિને ઠેઠ પહેલા ભવથી માંડીને નવે ભવ સુધી ઘોર દુઃખ દેનારા પાપ ઉછળી આવ્યા ને? એવું નમિરાજાને બન્યું, માટે પુણ્યને વિશ્વાસ કરવા જેવો નથી કે એનું અભિમાન કરવા જેવું નથી. કયા ભવના પાપ કયારે ઉદયમાં આવે એની ખબર નથી. આ પણ સંસારની અસારતા છે. કર્મો ઉદયમાં આવે ત્યારે ચમરબંધીની પણ શરમ ધરતા નથી. સનત્ કુમાર ચક્રવતીની મનેહર, રમણીય કાયામાં એકી સાથે સેળ ભયંકર રોગ આવ્યા ને ? પણ એ મહાન આત્માઓ આવું નિમિત્ત મળતાં જાગી ગયા ને સંસાર છોડીને સંયમી બની ગયા. મહાપુરૂષોને રોગ આવે તે પણ સારા માટે. દાહજવરને રોગ છ છ માસથી મોટા રાજા જેવાને નાના બાળકની જેમ વ્યાકૂળ કરી રહ્યો છે. ४०
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy