SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ ६२४ શારદા રત્ન સમાવેશ થાય છે. તે બધું છેડી દઈ ભાવસાધુપણાનું જીવન જીવવા માટે સંયમ લે ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આવું સાધુ જીવન સ્વીકારી ન શકાય ત્યાં સુધી આત્માએ સંસારમાં એવી રીતે જીવવું જોઈએ કે સંસારમાં આવનાર તમામ દુઃખો ખૂબ આનંદપૂર્વક સહન કરી ભોગવી લેવા અને જે સુખને ભોગવટો કર્યા વિના ચાલે તેમ ન હોય તે પણ તે અનાસક્તપણે ભેગવવા. આત્માને અજન્મ બનાવી મોક્ષ પ્રાપ્ત કરવા માટે દરેક આત્માએ સમ્યગદર્શન– સમ્યગજ્ઞાન અને સમ્યફ ચારિત્ર સંપૂર્ણ પણે પ્રગટ કરવું જોઈએ. એ મોક્ષને મહાન માર્ગ છે. તે માટે સંસારમાં મળતી તમામ સુખની સામગ્રીને લાત મારી, છોડી દઈ વહેલી તકે ભાવસાધુપણું મેળવવું જોઈએ. અંતે ગુણણીએ ચઢી તમામ કર્મોને નાશ કરી વીતરાગ બની કેવળજ્ઞાન પામી એક્ષપદ મેળવવું જોઈએ. દાહ જવરનો પ્રકોપ -આપણા અધિકારના નાયક અમિરાજ સંસારમાં રહેવા છતાં અને રાજ્ય ચલાવવા છતાં અનાસક્ત ભાવે રહેતા હતા. પુત્ર મેટો થયે એટલે તેને રાજ્ય સેપી સંયમ લેવાની ભાવના ભાવી રહ્યા છે. ત્યાં શું બન્યું ! પૂનમની અજવાળી રાત્રી હતી. નમિરાજ મહેલના સાતમા માળે પોતાની સુખ શય્યામાં સૂતા હતા. ગ્રંથકાર લખે છે કે નમિરાજને ૧૦૦૮ રાણીઓ હતી. બધી રાણીઓ પણ ત્યાં સૂતી હતી. નમરાજનું શરીર પણ સ્વસ્થ હતું. પણ કેણ જાણે રાતના અચાનક નમિરાજના મુખમાંથી ચીસ પડી ગઈ. બધી રાણીઓ જાગી ગઈ. રાજાને પૂછે છે, આપને શું થયું ? કેમ ચીસ નીકળી ગઈ? મારા શરીરમાં કાળી બળતરા થાય છે, ને અસહ્ય વેદના થાય છે. આખા દેહમાં જાણે ઠેરઠેર લાવારસ વહેવા માંડ્યો, ને રેમેરોમમાં દાહજવર ભભૂકી ઉઠ્યો. અરે ! શું કહું! તે વેદનાનું વર્ણન કરી શકું તેમ નથી. એવી ભયંકર વેદના થાય છે. નમિરાજ વિચારવા લાગ્યા કે અચાનક આ શું થયું? શરીરમાં દાહને આટલો પ્રકોપ કેમ થયે? શું મારા ખોરાકના કારણે ? ના..ના..આહારમાં તો કઈ જાતની ખામી નથી. અને હું પથ્યથી રહું છું તો પછી અચાનક દાહ ક્યાંથી ? આ દાહજવર અચાનક થયો છે, તેથી મારા પૂર્વકૃત કર્મોનું ફળ હશે. * પીડાના શમન માટે ઉપચારે –પટ્ટરાણી આદિ બધાને ખૂબ ચિંતા થવા લાગી. મોટા મોટા વેદ મહારાજાને રોગ મટાડવા આવ્યા. નમિરાજને ખંડ હવે વૈદેથી ભર્યોભાદર્યો રહેવા લાગ્યો. એક વદ આવ્યો ન આવ્યો ત્યાં બીજે હાજર જ હોય ! એમના રોગની દવા શોધવા કેટકેટલા આયુર્વેદીય ગ્રંથોના પાના પલટાયા, પણ દાહ તે રોજ વધુ ને વધુ ભભૂકવા માંડ્યો. નમિરાજના દેહની રક્ષા કાજે આસપાસ સેંકડે વિદેની ખડી ફોજ ઘૂમવા માંડી, પણ વેદનાને વેગ ઓછો ન થયો તે ન થયો. રાજાની હજાર હજાર પત્નીઓ પથારી પાસે વીંટળાઈને ખડે પગે ઉભી રહીને પડતે બેલ ઝીલ્યા કરતી. ૧મિરાજની વેદનાની કરૂણતા જોતાં એમના દિલ દ્રવી ઉઠતા ને આંખમાંથી આંસુઓ પડતા. મિથિલાના રાજ્ય સિંહાસને બેસનારા નમિરાજને પથારીમાં પડ્યા પડ્યા આંસુ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy