________________
૧૪
શારદા રત્ન
વસ્ત્રો ઉતારી નાંખા. જલ્દી તૈયાર થઈ જાવ. હું તમારું કાટલું કાઢી નાંખું. બંને ભાઈ એ વસ્ત્રો ઉતારીને તૈયાર થયા, પછી કહે છે ભાઈ! તમે કહેા તેા બેસીએ, ઉભા રહીએ, સૂઈ જઈએ, આપને કેવી રીતે અનુકૂળ પડશે, તે રીતે અમે કરીએ. આ પ્રમાણે કહે છે ત્યાં શું બન્યું !
ગુણદત્ત હા બડા ગુણગ્રાહી, ગુણચંદ્ર હી છેોટો ભાઇ, ગુણચંદ્ર કે આંસુ આયા, મેત્યાં રા ઢેર લગાયા. ગુણચંદ્ર રડથો, તેનાં અશ્રુ મેાતી બની ગયા ને ભેાંય પર પડયા. ગુણદત્તે જોયું કે ગુણચ'દ્રની આંખના આંસુના મેાતી બન્યા હતા, તેણે ભેગા કરીને કપડામાં બાંધી લીધા. તેમણે મા બાપે કરેલી વાત સાંભળી હતી તેથી એકબીજાને કહેવા લાગ્યા કે જે લાડવા કુંવરને ખાવાના હતા તે આપણે ખાઈ ગયા ને આપણે ખાવાના લાડવા હતા તે તેમની પાસે ગયા. કેવી રીતે લાડવા અવારનવાર થઈ ગયા હશે ! પિતાજી એ જડીબુટ્ટી ન રાખતાં રાજાજીને દેવા ગયા. કરવા ગયા સારું ને થઈ ગયું ખરામ. જો તારી આંખના અશ્રુ મેાતી બન્યા તેા બીજો લાડવા મેં ખાધા હતા. મને આજથી સાતમે દિવસે રાજ્ય મળવુ જોઈ એ. હવે શું થાય છે તે જોઇ એ.
ગુણદત્ત ચાંડાળને કહે છે ભાઈ ! અમે તૈયાર છીએ. ચલાવ તારી તલવાર. ચાંડાળ છે ભાઈ! તલવાર ચલાવતા અમારા અંગ ધ્રુજે છે, પગ ધ્રુજે છે, આવું ગાઝારું કાર્ય કરવાનું દિલ અમને ના પાડે છે. તમને જોઈ ને મારા હૈયામાં કરૂણાના સ્રોત વહી રહ્યા છે. અમારા વંશપર પરાથી આ ધંધા ચાલ્યા આવ્યા છે. ચીભડા કાપીએ એમ માણસાને અમે કાપી નાંખીએ છીએ. અરે! કોઈ કોઈ વાર આડે પંખી કુજી જાય, છતાં અમારા દિલમાં કયારે ચ પણ કરૂણા આવી નથી. આજે આપને જોઇને કરૂણા આવી છે. અમારું મન આપનું ખૂન કરવાની ના પાડે છે.
ગુદત્ત સમજ્યા કે આ ચાંડાળ પીછે હઠ કરી રહ્યો છે. તેમાં શુભ ઘડીના નિશાન છે. તેણે કહ્યુ` ભયા ! તારી ભાવના સારી છે પણ તારા ભવિષ્યના વિચાર કર. અમારા ફક્ત એના જાન જશે પણ તું અમને બચાવીશ તે અમારે ખાતર તારા સારાયે કુટુંબની જીવનરાટી (આજીવિકા) ટળી જશે, તે તું શું કરીશ ? હવે હૈયું કઠણુ કર. અમને જીવતા ન રાખશેા. અરે ચાંડાળા ! જલ્દી તમારું કાર્ય કરી લેા. વિચાર કરવા ન રહેશે. અમારા કારણે કુટુંબના નાશ થાય ને આપની રોટી ટળે એવુ ન કરશેા. ચાંડાળ કહે આજીવિકાને કારણે બાપદાદાના ધંધા કરવા પડે છે. ભાઈ ! તારે આજીવિકા માટે જ સાધનની જરૂર છે ને ? જો તમે અમને જીવતદાન આપે તે આ મેાતી ઘેાડા તને કઈ દઉં. આ એકેક મેાતી ખૂબ કિંમતી છે. આ તે દૈવી મેતી લાગે છે. માતી જોઈને ચાંડાળ આભા બની ગયા. આવા માટા બારબાર જેટલા મેાતી જોઈ ને તેના મનમાં થયું કે આ માતીથી મારું જીવનભરનું દારિદ્ર ટળી જશે. હવે ત્યાં શું થશે તેના ભાવ અવસરે,