SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રે ૬૧૪ ભેટવાની ભાવના, પ્રભુ પર અડગ શ્રદ્ધા, ઉંમર નાની ને હિંમત ઘણું આ બધું જોઈને ચંડાળાના મનમાં થયું કે આ કેઈ દેવી છોકરા લાગે છે. હું તે આટલા વર્ષોથી આ ધંધે કરું છું. મારી તલવારે કેટલાયે જીના પ્રાણ લીધા, પણ આ બાળક જેવા મેં આજ સુધી કોઈ જોયા નથી. કેટલાક તે આ ભૂમિ પર આવતા જ બેભાન થઈને ઢળી પડતા. કેટલાક તે તલવાર ઉપાડતા ખત્મ થઈ જતા અને કંઈક તે ગુનેગાર હોવા છતાં આ ભૂમિ પર આવતા કેટલી રોકકળ મચાવી મૂકતા, તોફાન કરતા. તેમને અહીં સુધી લાવતા પાણી ઉતરી જતા, જ્યારે આ બાળકો તે નાના હોવા છતાં કેવા નીડર બનીને ઉભા છે. તે તલવારથી ડરતા તે નથી પણ ઉપરથી કહે છે તમારી તલવાર તરસી રહી છે માટે વિલંબ ન કરે. આવો શૂરવીર અને ધૈર્યતાવાળા માનવ મેં કદી જ નથી. તે વિચારોના વમળે ચઢી ગયો. પાપી પેટને ભરવા માટે આવા નિર્દોષના ખૂન કરવાના ! રાજાની આજ્ઞા છે. છેવટે તેણે ચકમકતી તલવાર ઉંચી કરીને કહ્યું-આપ હવે બંને તૈયાર થાઓ. હમણું તલવાર મસ્તક અને ધડ જુદા કરી દેશે. દુઃખના સાગરમાં પણ સાગારી સંથારે ? ગુણદત્ત ગુણચંદ્રને કહે છે ભાઈ ! તલવાર આવી રહી છે. અરિહંતના શરણું લે. ભઈલા ! અહીં આપણે માબાપ નથી. ભગવાન એ આપણું માબાપ છે. ચંડાળ તલવાર હવામાં વિઝી. આ જોતાં ગુણચંદ્ર ડરી ગયો. તેની હિંમત તૂટી ને તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. એ ભૈયા............... ગમે તેમ તો ય ખીલતું ફૂલને ! ગુણદત્ત ન ડર્યો પણુ ગુણચંદ્ર ડરી ગયે. તેની આંખમાંથી આંસુ પડી ગયા. ગુણદત્ત કહે ભાઈ ! રડ મા, આર્તધ્યાન કર નહિ. આપણે દેહ મરે છે, આત્મા તે અજર અમર છે. નારકીની વેદના આગળ આ પીડા કાંઈ નથી. આપણે સર્વજ્ઞ ભગવાનના સંતાને છીએ. રોમેરોમમાં જૈનત્વના આદર્શો સીંચાયા છે. તીર્થકર જેવા મહાન આત્માઓએ પણ આવી કપરી ઘડીઓને નીડરતાથી હસતે મુખડે વધાવી છે, તે તારી વાત ક્યાં! તું આખે બંધ કરી દે. જેથી તારે તલવાર જેવી મટી જાય. ગુણદત્તના કહેવાથી ગુણચંદ્ર આંખ બંધ કરી ઘર્મને શરણું લઈ સર્વ જીવોને ખમાવી સાગારી સંથારે કર્યો. ગુણચંદ્રમાં થેડી હિંમત આવી. ચંડાળ જ્યાં ફરીવાર તલવાર ઉગામવા જાય છે ત્યાં ગુણચંદ્ર મોટાભાઈને ચેટી પડયો ને રડવા લાગ્યા. ગુણદત્ત કહે ભાઈ! રડીશ નહિ. તારી આંખમાં આંસુ કેમ? આત્મહિત કરનારને મરણને ડર હોતો નથી. એ દુઃખમાં દયામણો નથી થતો ને સુખમાં હુલામણું બનતે નથી, આત્મા અનંત શક્તિને સ્વામી છે. શું તું એ બધું ભૂલી ગયો ? જે ભાગ્યમાં મરવાનું હશે તો કઈ પાંચમની છઠ્ઠ કરી શકવાનું નથી. જે નસીબમાં મૃત્યુ નથી તે કઈ આંગળી પણ નમાવી શકનાર નથી. આપણે પુય હશે તે કઈ વાળ વાંકે કરનાર નથી. માટે તું હિંમત રાખ. ધીરજ ધર. મૃત્યુનો ડર ન રાખીશ. ત્યાં ચંડાળો આવીને કહે છે, હવે વાત ન કરે. અમારે મોડું થાય છે. આપ એક કપડું રાખીને બધા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy