SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રેન્જ ૧૫ વ્યાખ્યાન નં. ૬૭ ભાદરવા વદ ૧૪ ને શનિવાર વાત્સલ્યના વહેણ વહાવનાર, ભવ્યજીવોને અમૃતરસના ઘુંટડા પીવડાવનાર, સર્વથા ભયરહિત બનેલા શ્રી વીરવિભુ ઉત્તરાધ્યયન સૂત્રના ૧લ્મ અધ્યયનમાં ફરમાવે છે કે જગતના જીવો ભયથી ગ્રસ્ત બનેલા છે. ચારે બાજુ ભય, ભય અને ભય છે. જ્ઞાનીઓએ સાત પ્રકારના ભય બતાવ્યા છે. સાત ભય કયા ? બેલો, તમને આવડે છે? પ્રતિકમણમાં રેજ બેલે છે. આલેક ભય, પરલોક ભય ઈત્યાદિ સાત પ્રકારના ભય છે. એ સાત ભય કરતા મહાભયનું સ્થાન છે. “મમત્ત વધે ” મમત્વનું બંધન. મમત્વનું બંધન મહાભકારી છે. આજના તર્કવાદી યુગમાં જ્યાં સુધી દષ્ટાંત-દલીલો કે નકકર સત્ય પ્રગટ કરીને ન બતાવીએ ત્યાં સુધી જી સ્વીકારવા તૈયાર ન થાય, પણ આ તો છે સર્વજ્ઞ જિનેશ્વર ભગવાનના વચનો, જેમાં શંકા કરાય નહિ. પરમ સત્યને વરેલા પ્રભુની વાણીમાં પોતાનો વિચાર ભેળવાય નહિ. હું તમને પૂછું કે આ સંસારમાં તમે ભય વિના જીવો છો ? (તામાંથી અવાજઅરે બધે ભય ભય ને ભય છે.) સવારે પથારીમાંથી ઉઠયા ત્યારથી ભયની દુનિયામાં જીવો છે. રાત્રે સુવાના સમયે પણ ભયમુક્ત દશામાં ન જવાય. કેવી છે આજના જીવની કરૂણ દશા ! તેનું વર્ણન કલમ કરે તો ય કેટલું કરે? આ તે અનુભવની ચીજ છે. જીવતા ભયથી જીવે, મરે તો ય ભય અને ફફડાટમાં મરે. એક વહેપારીનું ચિત્ર નજર સમક્ષ રાખો. પૈસો ભેગો કરવા માટે કેટલા ભયમાંથી પસાર થાય! ટેકસ બચાવવા તથા સરકારની નજરમાંથી બચવા કેટલા કાળા ધોળા ? અને કદાચ પકડાય તો કેટલે ભય ! હાથકડી અને જેલના સળીયા પાછળ સબડવાનું! રેડ પડવાની ઓચિંતી ખબર પડે કે ભરેલું ભાણું મૂકીને દોડે, ફોન ઉપર ફેન કરે. કેટલો ભય! અને કંઈક વાર તે ઉંબરામાં ઉભેલા પિતાના માણસમાં પણ ઈન્સપેકટર, ઓફીસરની કલપના કરીને ભયભીત બની જાય. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પરસેવો છૂટે. આ બધું બને છે કેમ? ધનની કારમી આસક્તિ અને પરિગ્રહ પરનો મમત્વભાવ. * આચારંગ સૂત્ર પણ તે જ બતાવે છે કે, “ દુટ્રિપ મુળ વરસ નથિ મા ! જેને મમત્વ નથી તે મોક્ષમાર્ગને જાણવાવાળા મુનિ છે. જેમ કરોળીયો પોતાના મખમાંથી લાળ કાઢીને તેની જાળ બીછાવી તેમાં ફસાઈને અંતે પોતાના હાથે પોતાનું મોત નેતરે છે, પણ તેને કદાચ કોઈ સમજાવવા જાય તે તે ન સમજે, કારણ કે તે અજ્ઞાન છે, પણ તે બુદ્ધિશાળી માનવ! તું તે બુદ્ધિને ભંડાર છે. તારી વિકસિત બુદ્ધિમાં તને એટલી વાત તે સમજી શકાય તેમ છે કે હું આ મમત્વની જાળમાં ફસાયે, આ પરિગ્રહની પાતળી લાળ પણ જે ન છૂટી તો તે મારા માટે “મહામવાવ ઘણું ભયાવહ છે. શેનો ભય? આ મમત્ત્વના બંધન પાછળ ભય છે દુર્ગતિને. જન્મ મરણના દુઃખને. આ ભયમાંથી મુક્ત બનવું હોય તે મહાપુરૂષો કહે છે કે મમત્વના બંધન તોડે. મમત્વના બંધનને તોડી દીક્ષા લેવા તૈયાર થયા છે એવા ચંદ્રયશકુમારને સુદર્શનની
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy