________________
१०८
શારદા રત્ન અહો ! આ કોઈ ભાગ્યવાન, હળુકમી, પ્રતાપી આત્માઓ લાગે છે. તેઓ હસતા મુખડે જઈ રહ્યા છે. અહો ! બિચારા આનંદ કિલ્લોલ કરતા પંખીઓ શું મૃત્યુના પિંજરામાં !
જ્યાં વધસ્થાન આવ્યું ત્યાં કઈ ઉભું ન રહ્યું. આપણાથી તે આ નહિ જોવાય. બધા ધ્રુસ્કે રડે છે. કંઈક દયાળુ છો તે બેભાન બની ગયા. લોકે બોલવા લાગ્યા કે લાડવામાં કંઈ ભૂલ થઈ હશે તે માબાપની થઈ હશે છતાં રાજાના કુંવરે મરી ગયા નથી. ફાંસી દેવી હોય તે માબાપને દેવી હતી. આ ફૂલ જેવા નિર્દોષ બાળકોને શા માટે ફાંસી ! આ પ્રજાની વાત પણ કોણ સાંભળે ?
અહીંયા ગુણદત્ત અને ગુણચંદ્રને કોણ સહારે છે? ગુણદત્ત ગુણચંદ્રને કહે છે ભાઈ! અહીંયા આપણું કોઈ નથી. એક ભગવાન આપણું છે. મા-બાપ તે બિચારા કાળા પાણીએ ઝૂરતા હશે. આપણે મૃત્યુને ભય રાખીશુંને હાયવોય કરીશું તો આપણે પરલોક બગડી જશે, માટે આપણે મૃત્યુને મહોત્સવ રૂપ બનાવવાનું છે. જન્મ છે તેનું મરણ તે અવશ્ય છે. અજ્ઞાનપણે તો ઘણીવાર મૃત્યુને ભેટ્યા ને બાલમરણે મર્યા, પણ હવે તે આપણે પંડિત મરણે મરવું છે. ભગવાન ! અમે કઈ પાપ કર્યા નથી. તે તારા દરબારમાં અમને જરૂર સ્થાન આપજે. હે અશરણના શરણ! તું અમારું રક્ષણ કરજે. અમારી મતિ શુદ્ધ રખાવજે. અમને સમાધિ મરણ અપાવજે.
ચકમકની કટાર હાથમેં લેકર ચાંડાલ આયે,
અભી તુમ્હારી જીવનલીલા પલમેં પૂરણું હે જાયે. અંધકારમાં પણ ચમકારા મારે એવી ચકચકતી તલવાર લઈને ચંડાળ બાળકે પાસે આવીને ઉભો. હવે તમારી જીવનલીલા બે પળમાં જ ખતમ! પ્રભુને ભજી લે. બાલકે કહે અમે તો પ્રભુને ભજી રહ્યા છીએ. ચંડાળ કહે, ટટ્ટાર થાવ, તૈયાર થાવ, હવે ફાંસીને માંચડે ચઢવા, મારા હાથ આ કટાર ચલાવવા માટે અધીરા બન્યા છે. બાળ કહે–અરે ભૈયા ! તમે સમય શા માટે ગુમાવો છો ? તમારી તલવાર તરસી રહી છે, શા માટે વિલંબ કરો છો? અમે તે તૈયાર છીએ. ચલાવ તારી કટાર. ગુણદત્તના શબ્દો સાંભળી ચંડાળ પણ થંભી ગયે. શું આ છોકરો બેલે છે ? આ કોઈ દૈવી છોકરા લાગે છે. ચંડાળ પણ વિચાર કરતે થઈ ગયો. તે તલવાર સામે ધરીને ઉભો છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૬ ભાદરવા વદ ૧૩ શુક્રવાર
તા. ૨૫-૯-૮૧ | સર્વ પ્રભુની વાણીમાં એક એવો વિલક્ષણ પ્રભાવ છે કે જે વડે મનુષ્ય ધારે તે અવશ્ય પિતાનો પંથ આગળ કાપી શકે. મુંબઈ જનાર માનવીનું દયેય અમદાવાદ ન હોય. વિલાયત જનારનું ધ્યેય મુંબઈ ન હોય, તેમ આપણું યેય નાના નાના સુખે